Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 93
________________ _ नमो नमो निम्मलदंसणस्स नंदीसूय [नन्दीसूत्र] आगम प्रकार 'चूलिकासूत्र' आगमसूत्र ४४ મ- ૦૬. આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો પ૯ છે, ગાથાઓ ૯૦ છે. એ રીતે આગમમાં ગાથાનું પ્રમાણ વધુ છે, તેની તુલનાએ સૂત્રો ૬૫% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: નંદીસૂત્ર' આગમમાં અધ્યયન આદિ કોઈ વિભાગ નથી, સીધા સૂત્રો અને ગાથાઓ જ છે. માત્ર છેલ્લે ‘જોગનંદી' અને અનુજ્ઞાનંદી' એવા બે પરિશિષ્ટ છે. આગમનો મુખ્ય વિષય: નંદીસૂત્ર' આગમનો મુખ્ય વિષય જ્ઞાન છે. ચરણકરણાનુયોગમાં તેનો સમાવેશ કરવો ઉચિત લાગે છે. આગમમાં આરંભે ભગવંતની, સંઘની, ૨૪ તીર્થંકરોની, ગણધરોની, શાસનની અને થવીરોની વંદના કરી છે. પછી શ્રોતાજન અને પર્ષદાના ભેદ, સ્વરૂપ અને પ્રકારો દર્શાવ્યા છે. ત્યાર પછી મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનની અતિ વિસ્તૃત ચર્ચા કરી છે. જેમાં ‘આચાર” “સૂત્રકૃત’ આદિ દ્વાદશાંગીનું સ્વરૂપ ખૂબ જ સુંદર રીતે, વિસ્તારથી અને મુદ્દાસર બતાવેલું છે. સૂત્રના અંતે પરિશિષ્ટ રૂપે અનુજ્ઞાનંદી અને જોગનંદી કહેલા છે. આ સૂત્રની રચના દેવવાચક્મણિએ કરી છે. ચૌદ પૂર્વમાંના જ્ઞાનપ્રવાદ પૂર્વમાંથી તેનું ઉદ્ધરણ કર્યું હોવાનું સંભળાય છે. વર્તમાનકાલ આચાર્ય, ઉપાધ્યાય, ગણિ આદિ પદવીઓમાં સમગ્ર નંદીસૂત્ર પઠનનો અને અનુજ્ઞા આદિ ક્રિયામાં સંક્ષિપ્ત “નંદી' પઠનની પરંપરા પ્રવર્તે છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૭૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [44] [93].

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96