Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/035100/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો નમો નિમ્મલ દંસણસ્સ પૂજ્ય આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમ: આગમ સંક્ષિપ્ત પરિચય ૪૫ આગમોનો અતિ ટૂંકો પરિચય અને નામ-નિર્દેશ સહ ૪૫ પ્રતિકૃતિ NO १२-उबग ON दुवाल ૧૦ / શ્વ SON '૪૫ આગમ પરિચય કર્તા તથા યંત્ર સંયોજક મુનિ દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., TTHETI [1] Page #2 -------------------------------------------------------------------------- ________________ નમો નમો નિમ્પલદેસણસ્સ આગમ સંક્ષિપ્ત પરિચય [૪૫ આગમોનો અતિ ટૂંકો પરિચય અને નામ-નિર્દેશ સહ ૪૫ પ્રતિકૃતિ] પ્રકાશન વર્ષ ૨૦૭૩ કારતક સુદ ૫ શનિવાર તા. 26/10/2017 મોબાઇલ સંપર્ક મુનિ દીપરત્નસાગરજી 09825967397 જામનગર AT L જૈનપ્રનિશ્રી દીપરત્નસાગરજી આગમ પરિચય કર્તા તથા યંત્ર સંયોજક આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D.,બુતમર્ષિ. ૩૨ વર્ષમાં ૧,૩૦,૦૦૦થી વધુ પાનામાં ૫૮૫ પુસ્તક, ૫ ભાષાના માધ્યમથી પ્રગટકર્તા 0 585 પુસ્તકો છે 5 DVD 0 11 યંત્રોની સમાજને ભેટકર્તા ૯ મુદ્રક - સંપર્ક ) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ “પાર્થ વિહાર”, જૈન દેરાસર ધોબીઘાટ, દૂધેશ્વર, પોસ્ટ:-અમદાવાદ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે મોબાઇલ 9825598855, 9825306275 પોસ્ટ:- ઠેબા [361120] જિલ્લો-જામનગર મૂલ્ય:- રૂ.૧૫૦/ [2] Page #3 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧ ૨ 3 ४ ૪૫ આગમ સંક્ષિપ્ત પરિચય અને યંત્રપટટ અનક્રમ આગમનું નામ યંત્ર ઓળખ ક્રમ આગમનું નામ પૃષ્ઠ પૃષ્ઠ S ૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ 30 ૩૧ ૩૨ 33 ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ४० ૪૧ ૪૨ ૪૩ ४४ ૪૫ ૪૬ ૪૭ ४८ ૪૯ 6 આયાર સૂયગડ ઠાણ સમવાય ભગવઈ ૫ S નાયાધમ્મકહા ૭ ઉવાસગદસા ८ અંતગડદસા અનુત્તરોપપાતિકદસા પણ્ડાવાગરણ C ૧૦ ૧૧ | વિવાગસૂય ૧૨ | ઉવવાઇય ૧૩ | રાયપ્પસેણીય ૧૪ જીવાજીવાભિગમ ૧૫ પન્નવણા ૧૬ સૂરપન્નત્તિ ૧૭ | ચંદપન્નત્તિ ૧૮ જમ્બુદ્વીપપન્નત્તિ ૧૯ નિરયાવલિકા ૨૦ | કપ્પવડિંસિયા ૨૧ પુલ્ફિયા ૨૨ પુપ્ફયૂલિયા ૨૩ વહિદસા ЧО ૫૧ [3] @ યંત્ર ઓળખ પૃષ્ઠ પૃષ્ઠ ૫૨ ૫૩ ૫૪ ૫૫ ૨૬ | મહાપચ્ચક્ખાણ ૫૬ ૫૭ ૨૭ ભત્તપરિણા ૫૮ ૫૯ ૨૮ તંદુલવેયાલિય ૬૦ ૬૧ ૨૯ | સંથારગ ૬૨ ૬૩ ૩૦ | ચંદાવેજ્જીય/ગચ્છાચાર ૬૪ ૬૫ ૩૧ ગણિવિજ્જા 99 ૬૭ ૩૨ દેવિંદત્યવ ૬૮ ૬૯ ૩૩ મરણસમાધિ ૭૦ ૭૧ ૩૪ નિસીહ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ ૭૭ ૭૮ ૭૯ ८० ૮૧ ૮૨ ૮૩ ८४ ૮૫ ૮૬ ૮૮ ૨૪ | ચઉસરણ ૨૫ આઉરપચ્ચક્ખાણ ૩૫ બુહત્ કપ્પ ૩૬ | વવહાર ૩૭ દસાસુય ંધ ૩૮ | જીયકપ્પ ૩૯ | મહાનિસીહ ૪૦ | આવસય ૪૧ પિંડનિ′ત્તી ૪૨ દસવેયાલિય ૪૩ ઉત્તરજ્જીયણ ૪૪ નંદીસૂય ૪૫ અનુઓગદાર --- આગમપુરુષ પરિચય 6 ૯૨ ૯૪ ----- 02 ૮૯ ૯૧ ૯૩ ૯૫ ०४ Page #4 -------------------------------------------------------------------------- ________________ | | Po , 'યંત્રમાં રહેલ આગમ પુરુષનો પરિચય નંદીચૂણિ ગાથા- ૪૭ અનુસાર આગમ-પુરુષના ૧૨ અંગોની ગોઠવણ ૧ જમણો પગ આચારાંગ ૨ ડાબો પગ સૂત્રકૃતાંગ - 3 જમણો જાનુ સ્થાનાંગી ૪ ડાબો જનુ સમવાયાંગ ૫ જમણો સાથળ ભગવતી ૬ ડાબો સાથળ જ્ઞાતાધર્મકથાગ ૭. જમણો હાથ | ઉપાસકદશાંગ ૮. ડાબો હાથ ' અંતકૃશાંગ ૯ નાભિ અનુત્તરોપપાતિક ૧૦ વક્ષસ્થળ પ્રશ્નવ્યાકરણ ૧૧ ડોક પર વિપાક ૧૨ મસ્તક દૃષ્ટિવાદ 'યંત્રમાં રહેલ આગમપુરુષમાં લખેલ અંકોની વિસ્તૃત સમજ • આ પુસ્તિકામાં ૪૫ સ્થાને આગમપુરુષના ચિત્રવાળું દરેક આગમના નામનું એક યંત્ર બનાવેલ છે. • આ યંત્રમાં જમણા પગથી મસ્તક સુધી ૧ થી ૧૨ નો ક્રમ દર્શાવેલ છે. તે ઉપર મુજબ છે. • આ યંત્રમાં આગમ-પુરુષની જમણી બાજુએ ૧ થી ૧૨ નો ક્રમ દર્શાવેલ છે ત્યાં ઉપર જણાવેલા આચાર થી દૃષ્ટિવાદ સુધીના અંગસૂત્રોની નોંધ સમજવી. [*જો કે હાલ ૧૨મુ અંગ વિચ્છેદ છે.] • આ યંત્રમાં આગમ-પુરુષની ડાબી બાજુએ ૧૨ થી ૨૩ નો ક્રમ દર્શાવેલ છે, જે ઉપાંગસૂત્રનો ક્રમ છે, ત્યાં ઔપપાતિક થી વહિદશા સુધીના ઉપાંગસૂત્રોની નોંધ સમજવી. આ ઉપાંગસૂત્રોનો ક્રમ અમે અનુક્રમણિકામાં આપ્યા મુજબ જ જાણવો. [ અમે પૂ.સાગરાનંદસૂરિજીને જ અનુસર્યા છીએ.] ૦ આ યંત્રમાં આગમ-પુરુષના ચરણની ફરતું એક વર્તુળ છે, ત્યાં ક્રમ ૨૪ થી ૩૩ બતાવેલ છે. આ કમ પ્રકીર્ણક સૂત્રોનો છે, ત્યાં ચતુદશરણ થી મરણસમાધિ સુધીના પ્રકીર્ણકોની નોંધ સમજવી આ પ્રકીર્ણક સૂત્રોનો ક્રમ અમે અનુક્રમણિકામાં આપ્યા મુજબ જાણવો. ત્યાં એક વિકલ્પ પણ નોંધ્યો છે, • આ યંત્રમાં આગમ-પુરુષના મસ્તકની આસપાસ ક્રમ ૩૪ થી ૩૯ બતાવેલ છે. આ ક્રમ છેદ સૂત્રોનો છે, કેમ કે છેદસૂત્રો ૧૨મા અંગસૂત્રમાંથી ઉદ્ધરેલા છે ત્યાં નિશીથ થી મહાનિશીથ સુધીના છેદસૂત્રોની નોંધ સમજવી. આ છેદસૂત્રોનો ક્રમ અમે અનુક્રમણિકામાં આપ્યા મુજબ જ જાણવો. • આ યંત્રમાં આગમ-પુરુષના ચરણમાં ક્રમ ૪૦ થી ૪૩ બતાવેલ છે. આ ક્રમ મૂલસૂત્રોનો છે, કેમ કે મૂળ અર્થાત્ પગ મજબૂત હોય તો જ પુરુષ સ્થિર રહી શકે ત્યાં આવશ્યક થી ઉત્તરાધ્યયન સુધીના મૂલસૂત્રોની નોંધ સમજવી. આ મૂળસૂત્રોનો ક્રમ અમે અનુક્રમણિકામાં આપ્યા મુજબ જ જાણવો. ૦ આ યંત્રમાં આગમ-પુરુષના ચરણથી નીચે ૪૪, ૪૫ બતાવેલ છે. આ ક્રમ ચૂલિકાસૂત્રોનો છે, ત્યાં નંદી, અનુયોગદ્વાર ચૂલિકાસૂત્રોની નોંધ સમજવી. તેનો ક્રમ અનુક્રમણિકામાં મુજબ જાણવો. [4] Page #5 -------------------------------------------------------------------------- ________________ 5 મુનિશ્રી દીપરત્નસાગરની (૩૨ વર્ષની) સાહિત્યયાત્રાનો સંક્ષિપ્ત ચિતાર કુલ પ્રકાશિત પુસ્તક- ૫૬૩ ભાષા- [૫] પ્રા૦ સં૦ ગુ0 હિ૦ અં૦ કુલ પાનાં ૧,૩૦,૦૦૦ પુસ્તક (સંપુટ) નું નામ : સંખ્યા ક્રમ પુસ્તક (સંપુટ) નું નામ સંખ્યા ૦૧ આગમસુત્તાણિ મૂળ [પ્રિન્ટ] 49 ૧૭ સવૃત્તિક આગમ સૂત્રાણિ-2 ૦૨ આગમસુત્તાણિ મૂળ (નેટ) 45 ૧૮ સચૂર્ણિક આગમ સુરાણિ ૦૩ આગમ-સૂત્ર ગુજરાતી અનુવાદ | 47 ૧૯ આગમીય સાહિત્ય વિશેષ ૦૪ આગમ-સૂત્ર હિન્દી અનુવાદ (47 ૨૦ તત્ત્વાભ્યાસ સાહિત્ય ૦૫ આગમ-સૂત્ર ઈંગ્લીશ અનુવાદ | 11 ૨૧ સૂત્રાભ્યાસ સાહિત્ય ૦૬ આગમ-સૂત્ર સટીક ૨૨ વ્યાકરણ સાહિત્ય ૦૭ આગમ-સૂત્ર સટીક ગુજરાતી 48 ૨૩ વ્યાખ્યાન સાહિત્ય ૦૮ | આગમ-મંજૂષા (મૂળ પ્રત) ક૬ ૨૪ | જિનભક્તિ સાહિત્ય ૦૯ આગમસૂત્રાણિ સટીક પ્રતાકાર-1 | 51 ૨૫ વિધિ સાહિત્ય ૧૦ આગમસૂત્રાણિ સટીક પ્રતાકાર-2 9 ૨૬ આરાધના સાહિત્ય ૧૧ આગમ ચૂર્ણિ સાહિત્ય | 9 | ૨૭ પરિચય સાહિત્ય ૧૨ આગમ સંબંધી સાહિત્ય | g ૨૮ તીર્થકર સંક્ષિપ્ત દર્શન ૧૩ આગમ-કોસો 5 ૨૯ પૂજન સાહિત્ય ૧૪ આગમ કથાનુયોગ આ 6 ૩૦ પ્રકીર્ણ સાહિત્ય ૧૫ આગમસૂત્ર-ગાથા વિષયઅનુક્રમ ૩૧ દીપરત્નસાગરે લખેલ આર્ટીકલ્સ 5 ૧૬ સવૃત્તિક આગમ સૂત્રાણિ-1 ફા! | A0 | કુલ |TOTAL BOOKS 585 મુનિશ્રી દીપરત્નસાગરે આ રીતે ૩૨ ફોલ્ડરમાં કુલ ૫૮૫ પુસ્તકો પ્રકાશિત ર્યા છે. જેમાં પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, ઈંગ્લીશ એ પાંચ ભાષાઓ છે, કુલ 1,02,930 પાનાઓ છે. તત્ત્વાર્થસૂત્રનું એક વિશિષ્ટ સંપાદન છે, જેમાં ૮૫ પુસ્તકો 27,930 પાનામાં છે. કુલ 1,30,860 પાનાઓમાં મુનિ દીપરત્નસાગરનું સાહિત્ય છે. મુનિશ્રીએ 11 યંત્રો પણ સંકલિત કર્યા છે મુનિશ્રીએ 5 DVD પ્રકાશિત કરી આ બધું સાહિત્ય ડીવીડીમાં પણ ઉપલબ્ધ કરાવેલ છે. આ બધું જ સાહિત્ય www. Jainelibrary.org પર પણ ફ્રી માં મળે છે. મુનિશ્રીની પ્રગતિનો અહેવાલ ચિત્રલેખા, પ્રબુદ્ધજીવન આદિ ૬ મેગેઝીનો, 21 વર્તમાનપત્રો અને રેડિયો પર તથા ‘ટીવીની ૫ ચેનલો પર પણ પ્રગટ થયેલ છે. મુનિશ્રીના જુદા જુદા પુસ્તકોનું વિમોચન સમદાયના આચાર્યવર્યોની નિશ્રામાં અલગ અલગ અનેક સ્થાનોમાં થયેલ છે. આમ, NNA Page #6 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૦૧] માયાર/માવાર [કાવાર] [યંત્ર-૦] आगम-सूत्र ०१ अंग - सूत्र ०१ પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ ૧ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પયન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [6] Page #7 -------------------------------------------------------------------------- ________________ आगमसूत्र ०१ नमो नमो निम्मलदंसणस्स માયાર/માવાર [કાવાર] आगम प्रकार ‘अंगसूत्र' મ- ૦૬ આગમનું સ્વરૂપ: આ આગમમાં ૪૦૨ સૂત્રો અને ૧૪૭ ગાથાઓ છે, એ રીતે બહુલતાએ આ આગમ સૂત્રયુક્ત છે, અને ગાથાઓનું પ્રમાણ આશરે ત્રીજા ભાગે છે. આગમનો વિભાગ: ‘આચાર આગમમાં બે શ્રુતસ્કંધ છે. જેમાં પહેલા બ્રહ્મચર્ય નામક શ્રુતસ્કંધમાં ૯ અધ્યયનો છે.(જેમાં ૭ મું ‘મહાપરિજ્ઞા’ અધ્યયન હાલ વિચ્છેદ પામેલ છે) બીજા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયનો છે. આ અધ્યયનોમાં પેટા વિભાગરૂપે ઉદ્દેશાઓ પણ છે. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતાવાળા આ ‘આચાર’ શાસ્ત્રનો મુખ્ય વિષય સાધુ-સાધ્વીના આચારની સૂક્ષ્મ ચર્ચા છે. પરંતુ આ શાસ્ત્રમાં અનેક વિષયો આવરી લેવાયા છે, પ્રથમ અધ્યયનમાં અહિંસાના જાણપણાથી છેલ્લા અધ્યયનમાં મોક્ષ સુધી ચરણ અને કરણ ધર્મો સંબંધી વિષયોનું વર્ણન છે. સાધુ સાધ્વીઓને છકાયના જીવો પ્રત્યેની શ્રદ્ધા અને તદનુસાર આચરણ કરવા માટે, શબ્દાદિ મૂળ વિષયોને સંસારના કારણરૂપ જાણવા, અજ્ઞાનીને ઉપદેશની આવશ્યકતા બતાવવા, કર્મ નિવારણના ઉપાયાદિ જણાવવા આ આગમ અતિ ઉપયોગી છે. આ સૂત્રમાં વસ્ત્ર-પાન-ગોચરી વિધિ, શયન-ગમનાગમન-ભાષા-અવગ્રહ-સ્થાનભાવના વગેરે સાધુ જીવનની ઉપયોગી બાબતોની પણ વિસ્તૃત ચર્ચા થયેલી છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૨૫૫૪ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [1] [7] Page #8 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૨]. सूयगड [सूत्रकृत] आगम-सूत्र ०२ यंत्र-०२] अंग-सूत्र ०२ | ક ©( 5) પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [8]. Page #9 -------------------------------------------------------------------------- ________________ आगमसूत्र ०२ नमो नमो निम्मलदंसणस्स सूयगड [सूत्रकृत] आगम प्रकार ‘अंगसूत्र' મ- ૦૨ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૮૨ છે, ગાથા ૭૨૩ છે. એ રીતે આ આગમમાં ગાથાઓનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ સૂત્રો ૯% જેટલા પ્રમાણમાં જ જોવા મળે છે. આગમનો વિભાગ: ‘સૂત્રકૃત’આગમમાં બે શ્રુતસ્કંધ છે. જેમાં પહેલા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયનો છે.બીજા શ્રુતસ્કંધમાં ૭ અધ્યયનો છે.આ આગમના પહેલા શ્રુતસ્કંધના અધ્યયનોમાં પેટા વિભાગરૂપ ઉદ્દેશાઓ પણ છે. બીજા શ્રુતસ્કંધમાં ‘ઉદ્દેશા’રૂપ પેટા વિભાગો નથી. આગમનો મુખ્ય વિષય: દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ ‘સૂત્રકૃત’ આગમમાં અન્યમતવાદીની માન્યતાઓ છે અને જૈનદર્શન દ્વારા તાર્કિક રીતે સ્વમતનું મંડન અને પરમતનું ખંડન કરાયું છે. અનેક શ્લોકો દ્વારા વૈરાગ્યનું સિંચન પણ આ આગમમાં જોવા મળે છે. અરે ! આ આગમનો આરંભ જ ‘બોધ’ પામવા અને બંધન તોડવાના ઉપદેશથી થાય છે. આ આગમમાં સિદ્ધિગતિની કઈરીતે પમાય?, ઉપસર્ગ સહન કરવાનો ઉપદેશ, સ્ત્રી સંપર્ક વર્ઝન, નરકનું સ્વરૂપ, ભગવંત મહાવીરની સ્તુતિ, ધર્મ જાણવો અને આદરવો, મોક્ષનો માર્ગ, ૧૩ ક્રિયાસ્થાનો, જીવોનું સ્વરૂપ આદિ અનેક વિષયોનું નિરૂપણ છે. કથાનુયોગ રૂપે અહીં આર્દ્રકુમાર-અધ્યયન અને ઉદપેઢાલપુત્ર સાથે ગૌતમસ્વામીનો સંવાદ છે અને પુંડરીકની ઉપમા દ્વારા વિવધ મતદર્શન સાથે સુંદર ઉપદેશ પણ છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૨૧૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [2] [9] Page #10 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૦૩] ઠાળ [સ્થાન] [યંત્ર-૦૩] आगम-सूत्र ०३ પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ મંન-સૂત્ર ૦૩ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પયન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [10] Page #11 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स ठाण [स्थान 'आगम प्रकार 'अंगसूत्र' आगमसूत्र ०३ क्रम- ०३ । આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૭૮૩ છે, ગાથા ૧૬૯ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૨૨% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: સ્થાન’ આગમમાં એક શ્રુતસ્કંધ છે. જેમાં ૧૦ અધ્યયનો છે. આ અધ્યયનને “સ્થાન’ એવા પારિભાષિક નામથી ઓળખાવવામાં આવેલ છે. જેમ કે “સ્થાન'-૧. આ આગમના સ્થાન ૨ થી ૫ માં પેટા વિભાગરૂપ ઉદેશાઓ પણ છે. આગમનો મુખ્ય વિષય: દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ “સ્થાન’ આગમમાં કોઈ એક જ વિષય નથી પણ અનેક વિષયોની માહિતીનો સંગ્રહ છે. આ માહિતીને ૧ થી ૧૦ સુધીના અંકોમાં વિભાજીત કરેલી છે. જેમ કે “આત્મા એક છે ત્યાંથી આરંભીને “જીવોને ૧૦ સ્થાનોમાં કર્મોની નિર્જરા થાય’ ત્યાં સુધી પદાર્થોનું એક થી દશ ભેદે નિરૂપણ કરાયેલું છે. એક થી દશ સુધીની અંકશૈલીથી અનેકવિધ પદાર્થોની બનેલી યાદિમાં જીવાદિ નવ તત્વો, અસ્તીકાય, જીવની ગતિ-આગતી, શબ્દાદિ વિષયો, સમ્યત્વે આદિ ક્રિયાઓ, સમય-કાળ, દર્શન-જ્ઞાન-સંયમના ભેદો, નૈરયિક આદિ જીવોના ભેદો, આચારના ભેદો, પર્વતો-વર્ષક્ષેત્રો-કર્મભૂમિ-કૂટો-દ્રહો આદિ ભૌગોલિક વિષયો, ગ્રહ-નક્ષત્રાદિ જ્યોતિષ્ક, કર્મ, વર્ણ, બોધિ, આરાધના, કષાય, પરિચારણા, મૈથુન, યોગ, ધ્યાન, વિકથા, લોક, પ્રવૃજ્યા, સમુદ્ધાત, અંતક્રીયા વગેરે વગેરે અનેક વિષયો આ આગમમાં છે. આગમનું શ્લોક પ્રમાણ:વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૩૭૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. (૪૫ આગમ-પરિચય-શ્રેણી [3] [11] Page #12 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૨૪] समवाय [समवाय] आगम-सत्र ०४ यंत्र-०४] अंग-सत्र ०४ રા ' પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [12]. Page #13 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स समवाय [समवाय] आगम प्रकार 'अंगसूत्र' आगमसूत्र ०४ મ- ૦૪. આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૧૬૦ છે, ગાથા ૯૩ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ કંઈક વિશેષ છે, ગાથા તેના ૫૮% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: સમવાય’ આગમમાં એક શ્રુતસ્કંધ છે. જેમાં ૧૦૧ મુખ્ય વિભાગો છે, જેને “સમવાય' કહેવાય છે. સમવાય ૧ થી સમવાય ૧૦૦ સુધી ૧૦૦ (અધ્યયન) છે. ૧૦૧ને પ્રકીર્ણ સમવાય કહે છે, જેમાં ૧૫૦,૨૦૦, ૨૫૦,એ પ્રમાણે કોડાકોડી સમવાયનું વર્ણન છે. આગમનો મુખ્ય વિષય: દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ “સમવાય’ આગમમાં કોઈ એક જ વિષય નથી પણ સ્થાન’ આગમની જેમ અનેક વિષયોની માહિતીનો સંગ્રહ છે. તેની સંપૂર્ણ રજુઆત સ્થાન’ આગમની ‘સ્ટાઈલથી જ છે. પણ અહીં માહિતી વિભાજન ૧ થી આરંભીને કોડાકોડી સાગરોપમ સુધી છે. અહી પણ સૂત્રનો આરંભ “આત્મા એક છે' થી આરંભીને તીર્થંકર આદિ ઉત્તમ પુરુષોના નામ પર્યત “સમવાય’ ચાલે છે. અહીં ‘સ્થાનાંગ’ સૂત્ર જેવા જ અનેકવિધ વિષયો સંગ્રહિત છે, તેમાં વિશેષ ધ્યાનાકર્ષક છે. બારે અંગોનું મૂળ સ્વરૂપ, આ ચોવીસીના ૨૪ તીર્થંકરો વિશે અનેકવિધ માહિતી, વર્તમાન અને ભાવિ તીર્થંકરો તથા ચક્રવર્તી આદિના નામ-નગરી-માતા-પિતા આદિ માહિતી, નારકી થી વૈમાનિક સુધીના જીવો વિષે પ્રચૂર વિગતો, ઘણી ઘણી ભૌગોલિક માહિતીઓ, સામાચારી-દશ સ્વપ્નો-અષ્ટાંગ નિમિત્ત વગેરે વગેરે.... આગમનું શ્લોક પ્રમાણ:વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૬૬૭ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. '૪૫ આગમ-પરિચય-શ્રેણી [4] . [13]. Page #14 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૫] भगवई [भगवती] आगम-सूत्र ०५ यंत्र-०५] अंग-सूत्र ०५ છે થ 0 ૭ 0 0 પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પયન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [14] Page #15 -------------------------------------------------------------------------- ________________ आगमसूत्र ०५ नमो नमो निम्मलदंसणस्स મનવડું [માવતી] आगम प्रकार ‘अंगसूत्र’ क्रम- ०५ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૮૬૯ છે, ગાથા ૧૧૪ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૧૩% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: ‘ભગવતી’અર્થાત્ ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ’ આગમમાં એક શ્રુતસ્કંધ છે. તેના ૪૧ વિભાગો છે જેને શતક કહે છે. આ શતકના ત્રણ પેટા વિભાગો છે ૧-વર્ગ,૨-શતક શતક, ૩–ઉદ્દેશા વળી શતકશતક કે વર્ગરૂપ પેટા વિભાગના પણ પેટા-પેટા વિભાગરૂપ ઉદ્દેશાઓ છે. આગમનો મુખ્ય વિષય: ચારે અનુયોગનો સમાવેશ થાય છે તેવા આ ‘ભગવતી' સૂત્રમાં પ્રચૂર વિષયોનો ખજાનો છે. દ્રવ્યાનુયોગરૂપે પ્રશ્નોત્તર શૈલીથી તત્વોની છણાવટ અને ૧૧ ગણધરો, રોહમુનિ, સ્કંદક, જયંતિશ્રાવિકા, સૌમિલબ્રાહ્મણ, કાલોદાયી વગેરે દ્વારા કરાયેલ પ્રશ્નો છે. અનેક કથાનકો પણ આ આગમમાં મળે છે. દેવાનંદા-ઋષભદત્તનો દીક્ષા અને મોક્ષનો અધિકાર પણ છે, દિવસ-રાત્રિના મુહુર્તોના ગણિતરૂપ ગણિતાનુયોગ પણ છે અને ગૌતમસ્વામીના દિનચર્યા, જમાલીનો દીક્ષા સંબંધી સંવાદ, નાગપુત્ર વરુણની અંતિમ સાધના વગેરેમાં ચરણકરણાનુયોગ પણ જોવા મળે છે. સૂત્રના આરંભે અરિહંતાદિ પાંચને નમસ્કાર કરી, બ્રાહ્મી લિપિને અને પછી શ્રુતને પણ નમસ્કાર કર્યો છે. એ રીતે લિપિ અને જ્ઞાન બંનેની મહત્તા સ્થાપી છે. વર્તમાન કાલે પ્રાપ્ત મૂળ આગમોમાં સૌથી મોટું કદ આ આગમનું છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૭૭૫૨ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [5] [15] Page #16 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૨૬] । नायाधम्मकहा [जाताधर्मकथा] आगम-सूत्र ०६ ચિંત્ર-૦૬] મંગ-સૂત્ર ૬ - OUT US જો પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [16] Page #17 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स नायाधम्मकहा [ज्ञाताधर्मकथा] आगम प्रकार ‘अंगसूत्र’ आगमसूत्र ०६ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૧૬૫ છે, ગાથા ૫૭ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૩૪% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. મ ૦૬ આગમનો વિભાગ: ‘જ્ઞાતાધર્મકથા’ આગમમાં બે શ્રુતસ્કંધ છે. જેમાં પહેલા શ્રુતસ્કંધમાં ૧૯ અધ્યયનો છે અને બીજા શ્રુતસ્કંધમાં ૧૦ વર્ગો છે, આ વર્ગોના પેટા વિભાગરૂપે અધ્યયનો છે, ૧૦ વર્ગોના કુલ અધ્યયનો ની સંખ્યા ૨૩૫ છે. આગમનો મુખ્ય વિષય: ધર્મકથાનુયોગની મુખ્યતાવાળા ‘જ્ઞાતાધર્મકથા’ આગમમાં વિવિધ કથાઓના માધ્યમથી પહેલા ‘જ્ઞાત’ નામક શ્રુતસ્કંધમાં ભગવંતે કથાના નીચોડરૂપે સાધુ-સાધ્વીને બોધ આપેલો છે. બીજા ધર્મકથા' શ્રુતસ્કંધમાં ઇંદ્રાણીઓની કથાઓ, તેમના પૂર્વભવ, પૂર્વભવમાં તે રાણીઓએ સંયમમાં કરેલ ભૂલ આદિનું વર્ણન છે. સુંદર અને વિસ્તૃત વર્ણન સાથે મેઘકુમાર, ભગવંત મલ્લિનાથ, શૈલકરાજર્ષિ, રોહિણી, ચિલાતીપુત્ર, માકંદીપુત્રો, તેતલીપુત્ર, દ્રૌપદી, નંદમણિયાર, પુંડરીક આદિ થાનકો છે, સુધર્માસ્વામી, જમ્બુસ્વામી, રાજા, રાણી, નગરી, વન, ગણિકા, દીક્ષાની અનુમતિના સંવાદ, વ્રતો, પ્રશ્નોત્તરો, વિવિધતપ વગેરે અનેકવિધ વર્ણનો અહીં છે. તુંબડું, અશ્વજ્ઞાત, ઉદક, અંડક વગેરે રૂપક આધારિત દષ્ટાંતોપદેશ પણ છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૫૪૬૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [6] [17] E Page #18 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૦૭] उवासगदसा [उपासकदशा] आगम-सूत्र ०७ [યંત્ર-૦૭] अंग- सूत्र ०७ પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ] આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પયન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [18] Page #19 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स उवासगदसा [ उपासकदशा] आगम प्रकार ‘अंगसूत्र’' आगमसूत्र ०७ H- ૦૭ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૫૮ છે, ગાથા ૧૩ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૨૨% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: ‘ઉપાસક દશા’ આગમમાં એક શ્રુતસ્કંધ છે. જેમાં ૧૦ અધ્યયનો છે. આ આગમમાં કોઈ પેટા વિભાગરૂપ ઉદ્દેશક આદિ કંઈ નથી. માત્ર ૧૦ અધ્યયનો ને અંતે સંગ્રહણીરૂપ ૧૪ ગાથાઓ રહેલી છે. આગમનો મુખ્ય વિષય: ‘ઉપાસક દશા’ સૂત્રનો મુખ્ય વિષય “ધર્મકથાનુયોગ' તો કહી જ શકાય, પણ અહી દશે શ્રાવકોની કથા છે, જેમાં તેઓની ઋદ્ધિનું વર્ણન છે, પછી તેઓનું આરાધકપણું અને તેઓએ કરેલા વિશિષ્ટ અભિગ્રહોનું કથન છે, આરાધના દરમ્યાન તેમાંથી ૭ શ્રાવકોને દેશવિરતિ ધર્મથી ચલિત કરવા દેવતાએ કરેલ ઉપસર્ગોનું વર્ણન છે. સદ્દાલપુત્ર નામક એક શ્રાવક પહેલા ગોશાલાક-ધર્મ માનતા હતા પણ વીર ,પ્રભુના ઉપદેશથી પ્રતિબોધ પામ્યા હતા અને મહાશતક નામક શ્રાવકે પોતાની પત્નીને સત્ય પણ મર્મભેદી વચન કહેલ, તેણે ભગવંતની આજ્ઞાથી આલોચના કરી શુદ્ધિ પ્રાપ્ત કરેલી. દશે શ્રાવકોએ ગ્રહણ કરેલ અગિયારે શ્રાવક-પ્રતિમા, તેઓએ કરેલ અંતિમ સંલેખના તથા તેમના ભાવિ ભવ કથન અને મોક્ષગતિનું અહીં સચોટ વર્ણન છે આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૮૧૨ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [7] [19] Page #20 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૨૮]] अंतगडदसा [अंतकृद्दशा] आगम-सूत्र ०८ यंत्र-०८] अंग-सूत्र ०८ @600 SUNN છે જ e & હ ) P છે - પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [20]. Page #21 -------------------------------------------------------------------------- ________________ आगमसूत्र ०८ नमो नमो निम्मलदंसणस्स अंतगडदसा [अंतकृद्दशा] आगम प्रकार ‘अंगसूत्र’ क्रम- ०८ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૨૭ છે, ગાથા ૧૨ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ કંઈક વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૪૪% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: ‘અંતકૃત્ દશા’ આગમમાં એક શ્રુતસ્કંધ છે. જેમાં આઠ વર્ગો છે. આ આઠે વર્ગોના પેટા વિભાગરૂપે અનુક્રમે ૧૦, ૮, ૧૩, ૧૦, ૧૦, ૧૬, ૧૩, ૧૦ અધ્યયનો છે, આગમનો મુખ્ય વિષય: ‘અંતકૃત્ દશા’ સૂત્રનો મુખ્ય વિષય ‘ધર્મકથાનુયોગ’ તો કહી જ શકાય,પણ સાથે-સાથે અહીં અંતકૃત્ કેવલી થનારા ૯૦ પાત્રોનો પરીચય પણ છે. અંતકૃત્ એટલે છદ્મસ્થ આવરક કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્તિ થયા પછી અંતર્મુહુર્તમાં ભવોપાહી કર્મો ખપાવી મોક્ષ પામનાર આત્માઓ. અર્થાત્ કેવલજ્ઞાન પામીને તરત જ આયુષ્ય પૂર્ણ કરી સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ થનારા આત્માઓ. અહી નગર, ઉદ્યાન, ચૈત્ય આદિનું વર્ણન પણ છે, સાથે સાથે અંતકૃત્ આત્માના તપ, પ્રતિમાગ્રહણ, સંથારો, સંલેખના આદિનું પણ સુંદર વર્ણન છે. અહીં ગજસુકુમાલ, અર્જુનમાળી અને અઈમુત્તામુનિનું કથાનક વિસ્તારથી તથા કૃષ્ણ અને શ્રેણિકરાજા ની રાણીઓ, ગૌતમ આદિ કુમારોની નાની-નાની કથાઓ પણ છે આવતી ચોવીસીમાં કૃષ્ણ મહારાજાના તીર્થંકર થવાનું કથન પણ અહીં છે આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને આશરે ૬૫૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [8] [21] Page #22 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૦૯] अनुत्तरोववाइयदसा [अनुत्तरोपपातिकदशा] आगम-सूत्र ०९ [યંત્ર-૦૬] अंग - सूत्र ०९ પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પયન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [22] Page #23 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स अनुत्तरोववाइयदसा [ अनुत्तरोपपातिकदशा] आगमसूत्र ०९ आगम प्रकार ‘अंगसूत्र' क्रम- ०९ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૬ છે, ગાથા ૨ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ત્રીજા ભાગે જોવા મળે છે. આગમનો વિભાગ: ‘અનુત્તરોપપાતિક દશા’ આગમમાં એક શ્રુતસ્કંધ છે. જેમાં ત્રણ વર્ગો છે. આ વર્ગોમાં પેટા વિભાગરૂપે અનુક્રમે ૧૦, ૧૩, ૧૦ એ પ્રમાણે કુલ ૩૩ અધ્યયનો છે. આગમનો મુખ્ય વિષય: ‘અનુત્તરોપપાતિક દશા’ સૂત્રનો મુખ્ય વિષય ‘ધર્મકથાનુયોગ' તો છે જ, વિશેષ એ કે આ આગમમાં અનુત્તવિમાનમાં ઉત્પન્ન થનારા ૩૩ સાધુ મહાત્માઓની કથા છે. તે સાથે નગર, ઉદ્યાન, ચૈત્ય આદિનું વર્ણન છે. તે સાધુ મહાત્માઓના તપ, દીક્ષા, ભિક્ષુ પ્રતિમા, સંથારો-સંલેખના અને પરંપરાએ મોક્ષ-પ્રાપ્તિ સુધીનું કથન પણ છે. ત્રીજા વર્ગમાં પોતાના ચૌદ હજાર શિષ્યના પરિવારમાં મહાદુષ્કરકારક રૂપે ભગવાન મહાવીરે શ્રેણિક આદિની પર્ષદા સમક્ષ પ્રશંસા કરી તે છટ્ઠને પારણે છટ્ઠ અને પારણે આયંબિલ કરનાર.ધન્ના કાકંદી નામે ઓળખાતા ધન્ય અણગારનું પ્રભાવક ચરિત્ર છે. શ્રેણિક રાજાની ધારિણી રાણીના જાલિ વગેરે સાત પુત્રો અને ચેલ્લણા રાણીના વેહલ્લ અને વેહાસ નામના બે પુત્રો તથા શ્રેણિકરાજાની રાણી નંદાના સુપુત્ર બુદ્ધિનિધાન અભયકુમારના જીવન ચરિત્રો અને તેમના ચારિત્રની નિર્મલ આરાધનાનું વર્ણન છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૯૨ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [9] [23] Page #24 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૧] पण्हावागरण [प्रश्नव्याकरण] आगम-सूत्र १० यंत्र-१०] अंग-सूत्र १० છે કોક ) છે છે છS ( જો પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ. આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [24] Page #25 -------------------------------------------------------------------------- ________________ 'नमो नमो निम्मलदंसणस्स पण्हावागरण [प्रश्नव्याकरण] आगमसूत्र १० _आगम प्रकार 'अगसूत्र' આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો 30 છે, ગાથા ૧૪ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૪૭% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: આ પ્રશ્નવ્યાકરણ આગમમાં એક શ્રુતસ્કંધ' છે તેવું સ્પષ્ટપણે સૂત્રના અંતે કહેલ છે. તેમાં બે વિભાગો છે. ૧.આશ્રદ્વાર, ૨.સંવરદ્વાર, બંનેમાં પાંચ-પાંચ અધ્યયનો છે. એ રીતે દશ અધ્યયનરૂપ આ આગમ છે. તેના પેટા વિભાગરૂપ કોઈ ઉદ્દેશાદિ નથી. આગમનો મુખ્ય વિષય: દ્રવ્યનુયોગની મુખ્યતા સાથે કિંચિત્ ચરણકરણાનુયોગની પણ ઝાંખી કરાવતા ['પ્રશ્નવ્યાકરણ’ આગમનું જે વર્ણન નંદીસૂત્ર અને સમવાય આગમમાં આવે છે, તે ‘પ્રશ્નવ્યાકરણ’ આગમ તો વિચ્છેદ પામેલ છે.] વર્તમાનકાળે આ આગમમાં મુખ્ય બે જ વિષય છે. (૧) આશ્રવ- કર્મો આવે કઈ રીતે? (૨) સંવર- આવતા કર્મો અટકે કઈ રીતે? આશ્રવમાં પ્રાણવધ, અલિકવચન, અદત્ત લેવું તે, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ આવે છે. સંવરમાં અહિંસા, સત્યવચન, દીધેલું જ લેવું, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આવે છે. પ્રાણવધ અર્થાત્ હિંસા આદિ પાંચે આશ્રવોમાં તે પાંચેના ગુણનિષ્પન્ન ૩૦-૩૦ નામો છે, હિંસા આદિ કોણ કરે? શામાટે કરે? તેને કારણે જીવે કેવાકેવા ફળ ભોગવવા પડે, તેનો વિસ્તૃત ચિતાર આપેલ છે. જયારે “સંવર’માં અહિંસા આદિ પાંચેનું સ્વરૂપ, તે પાલન કરવાના શુભ ફળો, પાંચ મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓનું વર્ણન છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૩૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [10] | [25] Page #26 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૧૧] विवागसूय [विपाकश्रुत] [યંત્ર-૨] आगम-सूत्र ११ अंग- सूत्र ११ પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ] આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પયન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [26] Page #27 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स विवागसूय [विपाकश्रुत] आगमसूत्र ११ आगम प्रकार 'अंगसूत्र' રામ- ??. આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૩૪ છે, ગાથા ૩ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ અતિ વિશેષ છે, તેની તુલનાએ ગાથા માત્ર ૯% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: ‘વિપાકકૃત આગમમાં બે શ્રુતસ્કંધ છે. (૧) દુ:ખવિપાક (૨) સુખવિપાક બંને શ્રુતસ્કંધના ૧૦-૧૦ અધ્યયનો છે. આ અધ્યયનોના પેટા વિભાગરૂપ કોઈ ઉદ્દેશાદિ નથી. આગમનો મુખ્ય વિષય: ધર્મકથાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં વિપાક એટલે શુભ કે અશુભ કર્મોના ફળનું વર્ણન છે. અશુભ કર્મોના ફળરૂપ દુ:ખવિપાકી' ૧૦ અધ્યયનો ઘણાં વિસ્તારથી કહ્યાં છે, જેમાં હિંસા આદિ ભયંકર પાપોના ફળ સ્વરૂપ પીડા ભોગવનારની ૧૦ કથા છે, તો ઉત્તમ આરાધના વડે આ-ભવ પરભવમાં સુખ પામનારની ૧૦ કથા પણ છે. જો કે સુખવિપાકમાં એક માત્ર “સુબાહુકુમારની કથા જ વિસ્તારથી આપેલી છે, બાકી નવ કુમારોની કથામાં તો સામાન્ય પરિચય જ આપેલ છે. દુ:ખ અને સુખ-વિપાકી બંને સ્થાઓમાં એક વિશેષતા એ છે કે બધી જ કથામાં મુખ્ય પાત્રના પૂર્વભવોનું પણ કથન છે, તેને આધારે જીવને પૂર્વભવે બાંધેલ કેવા કર્મોનું કેવું ફળ આ ભવમાં મળે તેનું સચોટ દર્શન અહી થાય છે.મૃગાપુત્ર આદિ આઠ પુરુષો અને દેવદત્તા આદિ બે સ્ત્રી એમ ૧૦ કથા દુ:ખવિપાકમાં અને સુબાહુ આદિ ૧૦ પુરુષોની કથા સુખ વિપાકમાં કહેવાયેલ છે. આગમનું શ્લોક પ્રમાણ:વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૨૫૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ' ૪૫ આગમ-પરિચય-શ્રેણી [11]. [27] Page #28 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૧૨] उववाइय [औपपातिक] आगम-सूत्र १२ यंत्र-१२] उवंग-सूत्र ०१ IGG ) B A 8) નિ - પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [28] Page #29 -------------------------------------------------------------------------- ________________ 'नमो नमो निम्मलदसणस्स उववाइय [औपपातिक] आगमसूत्र १२ आगम प्रकार મ- ૦? આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૪૩ છે, ગાથા ૩૦ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ કંઈક વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૬૯% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: (આચાર અંગસૂત્રના ઉપાંગરૂપ) ઔપપાતિક આગમમાં પ્રત્યક્ષ તો અધ્યયનાદિ કોઈ વિભાગ નથી પણ વિષયની દૃષ્ટિએ સમવસરણ અને ઉપપાત એમ બે વિભાગ પડે છે. આગમનો મુખ્ય વિષય: “ઔપપાતિક’ આગમ બાહ્ય-દ્રષ્ટીએ કથાનુયોગ યુક્ત લાગે છે, પરંતુ ચરણકરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ બંને આ આગમમાં સુંદર રીતે વણાયેલા છે. આ આગમમાં નગરી, વૃક્ષ, વનખંડ. પૃથ્વીશિલાપટ્ટક, રાજા, રાણી, ભ૦ મહાવીર, પરમાત્માના વંદનાર્થે ગમન, ભગવંતના શ્રમણો, તપ, દેવ-દેવી, ધર્મ પ્રવચન, ગૌતમસ્વામીના પ્રશ્નોત્તર, ઉપપાત(જન્મ), અંબડ પરિવ્રાજક, કેવલી સમુધ્ધાત આદિ અનેક વિષયો સમાવાયા છે. આ આગમની એક વિશેષતા છે કે બીજા આગમોમાં રાજા-રાણી-નગરી આદિના વર્ણન માટે ‘ઉવવાઈ સૂત્ર મુજબ જાણવું એમ કહીને આ આગમનો હવાલો આપેલ છે. ઔપપાતિક આગમમાં ધ્યાનાકર્ષક વિષયમાં- 1. કોણિરાજા ભ૦ મહાવીરના વંદનાર્થે ગયા તે વખતનું અતિ અદ્ભુત વર્ણન છે, 2.અંબડ પરીવ્રાજકનું જીવન અને ભાવિમાં દઢપ્રતિજ્ઞ નો ભવ એ બંને અતિ અનુકરણીય અને મનનીય છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૧૬૭ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [12] [29] Page #30 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૧૩] रायप्पसेणिय [राजप्रश्नीय] आगम-सूत्र १३ [यंत्र-१३] उवंग -सूत्र ०२ O Fe) કોક ) પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ 'તિના ઉપાંગસુત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [30] Page #31 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स रायप्पसेणिय [राजप्रश्नीय ] आगम प्रकार ‘उपांगसूत्र' आगमसूत्र १३ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૮૫ છે, ગાથા છે જ નહિ. એ રીતે આ આગમ માત્ર સૂત્રયુક્ત જ છે. આ આગમમાં પદ્ય વિભાગ એટલે કે ગાથા એકપણ નથી. મ- ૦૨ આગમનો વિભાગ: ‘સૂત્રકૃત’ આગમના ઉપાંગરૂપ આ રાજપ્રશ્નીય આગમમાં પ્રત્યક્ષરૂપે અધ્યયનાદિ કોઈ વિભાગ નથી, પરંતુ વિષયની દૃષ્ટિએ સૂર્યાભદેવ અને પ્રદેશીરાજા બે વિભાગ પડે છે. આગમનો મુખ્ય વિષય: ‘રાજપ્રશ્નીય’ આગમમાં કથાનુયોગની મુખ્યતા તો છે જ, તેમાં ‘પ્રદેશીરાજાની કથા અને મૃત્યુ પછી ‘સૂર્યાભદેવ’રૂપે ઉત્પત્તિ, એ મુખ્યપણે ધર્મકથા છે, પણ સૂર્યાભદેવનું વર્ણન, દેવલોકથી તેમના રસાલા સાથે આગમન પૂર્વે તેમની તૈયારી, દિવ્યવિમાનનું વિસ્તૃત વર્ણન, સૂર્યાભદેવે પૂછેલા ધર્મ-પ્રશ્નો, તેણે દેખાડેલ નાટ્યવિધિના માધ્યમથી વિવિધ નાટકો-ગીત-સંગીત-અભિનય આદિની છણાવટ, તથા પ્રદેશી રાજાના ભવમાં તેણે પૂછેલ ‘જીવ’ વિષયક પ્રશ્નોત્તર કે જે સમગ્ર ગણધરવાદનું બીજ છે, તે બધામાં કથા-ચરણકરણ અને દ્રવ્ય એ ત્રણે અનુયોગનું સુંદર દર્શન થાય છે. અહીં સૂત્ર ૧ થી ૪૭ માં સૂર્યાભદેવનું, સૂત્ર ૪૮ થી ૮૫ માં પ્રદેશીરાજાનું કથન છે. રાજપ્રશ્નીય આગમમાં એક નાસ્તિક રાજાનું જીવન સદગુરુના યોગથી કેવું પરિવર્તન પામે છે, એકાવતારી થઈને આગામી ભવે મોક્ષ-પ્રાપ્ત કરે છે તેનો પુરાવો છે અને બત્રીશબદ્ધ નાટક એ દેવલોકની કેવી વિશેષતા છે તેનું અહી દર્શન છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૨૧૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [13] [31] ૐ Page #32 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૧૪] जीवाजीवाभिगम [जीवाजीवाभिगम] आगम-सूत्र १४ यंत्र-१४] उवंग-सूत्र ०३ પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [32] Page #33 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स जीवाजीवाभिगम [ जीवाजीवाभिगम आगमसूत्र १४ आगम प्रकार ‘उवंगसूत्र' મ- ૦૩ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૨૭૩ છે, ગાથા ૯૩ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૩૪% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: જીવાભિગમ આગમમાં ૧૦ વિભાગો છે, જેને ‘પ્રતિપત્તી’ કહે છે. જો કે તેની ત્રીજી પ્રતીપત્તીમાં ઘણાં પેટા વિભાગો છે, જેવા કે નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ, દ્વીપ વગેરે. વળી આ નૈરિયેક, તિર્યંચ, વૈમાનિકાદિમાં પણ ઉદ્દેશા રૂપ પેટા વિભાગ છે. તેમજ દશમી સર્વજીવ પ્રતિપત્તીમાં પણ ૧૦ પેટા વિભાગો છે. આગમનો મુખ્ય વિષય: દ્રવ્યાનુયોગની પ્રચૂરતાવાળું ‘જીવાભિગમ’ આગમ ‘ઠાણાંગ’ સૂત્રનું ઉપાંગ ગણાય છે, તે પ્રશ્નોત્તર શૈલીથી રચાયેલ છે, તેના નામ મુજબ આ આગમમાં ‘જીવ’ અજીવ’ બે પદાર્થોનું નિરૂપણ છે. જો કે સૂત્ર ૩,૪,૫, બાદ કરતા સમગ્ર આગમમાં ‘જીવ’ વિષયક નિરુપણ જ છે. અહી જીવના ભેદો અનેકવિધપણે અને અતિ વિસ્તારથી નોંધ્યા છે. જીવાભિગમ આગમમાં ધ્યાનાકર્ષક વિષય છે- વિજયદેવનો અધિકાર, જેમાં વિજયદેવે સ્વ વિમાનમાં (જિનાલયમાં) બિરાજમાન શાશ્વત જિનપ્રતિમારૂપ રહેલા તીર્થંકરોની જળ આદિથી કરેલ પૂજાનું વિસ્તૃત વિધાન છે. જમ્મૂ આદિ દ્વીપો, લવણ આદિ સમુદ્રો, સૂર્ય-ચંદ્રાદિ જ્યોતિષ્ઠો અને ‘જીવ’ સંબંધી ભેદ-પ્રભેદોનું વર્ણન બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે એ પ્રમાણે દશ પ્રકાર સુધી જીવ-ભેદોનું કથન છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૪૭૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [14] [33] Page #34 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૧૫] पन्नवणा [प्रज्ञापना] आगम-सूत्र १५ यंत्र-०७] उवंग-सूत्र ०४ છે ) જો આ કી . (હ) : છે હ JImg? પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ, આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [34] Page #35 -------------------------------------------------------------------------- ________________ _ नमो नमो निम्मलदसणस्स पन्नवणा [प्रज्ञापना] आगम प्रकार 'उवंगसूत्र' आगमसूत्र १५ क्रम- ०४ । આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૩૫ર છે, ગાથા ૨૩૧ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ કંઈક વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૬૫% જેટલા પ્રમાણમાં તો જોવા મળે જ છે. આગમનો વિભાગ: (‘સમવાય’ અંગસૂત્રનું ઉપાંગ ગણાતા આ) પ્રજ્ઞાપનાસૂત્રના ૩૬ અધ્યયનો છે. જેને ‘પદ' શબ્દથી ઓળખાવેલ છે. જેમ કે પદ-૧, પદ-૨. કેટલાક પદમાં “વાર' અથવા ‘ઉદ્દેશ' એમ પેટા વિભાગો છે. ક્યાંક ઉદ્દેશા અંતર્ગત્ દ્વાર’ રૂપ પેટા વિભાગ પણ છે, આગમનો મુખ્ય વિષય: પ્રજ્ઞાપના સૂત્ર સ્પષ્ટપણે દ્રવ્યાનુયોગની મુખ્યતા ધરાવતું આગમ છે. પ્રશ્નોત્તર શૈલી અને અતીવ સુસ્પષ્ટપણે વિભાજીત આ આગમમાં જીવ અને અજીવની પ્રજ્ઞાપના, જીવોના સ્થાનો, જીવોનું વિવિધ રીતે અલ્પબદુત્વ, જીવોની સ્થિતિ, જીવોના પર્યાયો, વ્યુત્ક્રાંતિ, ઉચ્છવાસ, સંજ્ઞા, પ્રયોગ, વેશ્યા, સમ્યત્વ, ક્રિયા, કર્મપ્રકૃતિ, કર્મબંધ, કર્મ વેદન, સંયમ, સમુદ્યાત વગેરે ૩૬ વિષયો આ આગમમાં સમાવિષ્ટ છે. પ્રજ્ઞાપનાસૂત્રના રચયિતા આર્યશ્યામ (શ્યામાચાર્ય) છે. આધુનિક પદ્ધત્તિથી અને સ્પષ્ટ પ્રકરણો રૂપે સમગ્ર આગમની ગૂંથણી તેઓએ કરી છે, તેમાં પદ-૧ થી ૩૬માં સુંદર રીતે જીવ, અજીવ સાથે આશ્રવ, બંધ, મોક્ષ તત્ત્વોને પણ વણી લીધા છે. ભગવતીસૂત્રમાં અનેક સ્થાને “પ્રજ્ઞાપના' સૂત્રની સાક્ષી અપાયેલી છે અને ક્યાંક ક્યાંક તો આખે આખા સૂત્રપાઠ જ પ્રજ્ઞાપના મુજબ જોવાની ભલામણ કરેલી છે. આગમનું શ્લોક પ્રમાણ:વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૭૭૮૭ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. (૪૫ આગમ-પરિચય-શ્રેણી [15] [35]. Page #36 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૧૬] सूरपन्नत्ति [सूर्यप्रज्ञप्ति] आगम-सूत्र १६ [यंत्र-१६] उवंग-सूत्र ०५ ૨૮ પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ 'તિના ઉપાંગસુત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [36] Page #37 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स सूरपन्नत्ति [सूर्यप्रज्ञप्ति] आगमसूत्र १६ आगम प्रकार 'उवंगसूत्र' क्रम- ०५ । આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૧૦૭ છે, ગાથા ૧૦૩ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું અને ગાથનું પ્રમાણ લગભગ સરખું જ છે, સૂત્રોના 96% પ્રમાણમાં તો ગાથા મળે જ છે. આગમનો વિભાગ: સૂર્યપ્રજ્ઞપ્તિ' આગમમાં ૨૦ વિભાગો છે, અધ્યયન સ્વરૂપ આ વિભાગને “પ્રાભૂત' કહે છે. કેટલાક પ્રાભૂતોમા ‘પ્રાભૂત-પ્રાભૃત’ એવા પેટા વિભાગો પણ છે. આગમનો મુખ્ય વિષય: સૂર્યપ્રજ્ઞપ્તિ’ આગમમાં ગણિતાનુયોગની મુખ્યતા છે. પ્રશ્નોત્તર શૈલીથી તૈયાર થયેલા આ આગમમાં ખગોળવિદ્યા’ મુખ્ય વિષય છે. તેમાં સૂર્ય અને ચંદ્રની ગતિ, ભ્રમણ, મુહૂર્તોની હાનિ-વૃદ્ધિ, મંડલ સંસ્થિતિ, પરસ્પર સૂર્ય-ચંદ્રનું અંતર, કેટલા ક્ષેત્રને તાપિત કે ઉદ્યોતિત કરે? ઈત્યાદિ તથા ગ્રહ, નક્ષત્ર, તારા, વિષયક માહિતી સૂર્યપ્રજ્ઞપ્તિ આગમમાં પ્રરૂપિત કરાયેલ છે. સૂર્યપ્રજ્ઞપ્તિ’ આગમમાં અન્ય મતવાદીઓની જુદી-જુદી પ્રતિપત્તિઓ અર્થાત્ મત કે માન્યતાઓનો નિર્દેશ કરીને પછી જૈનદર્શન “શું કહે છે?’ તેની છણાવટ છે. નોંધ- (૧) વર્તમાનકાળે સૂર્યપ્રજ્ઞપ્તિ ચંદ્રપ્રજ્ઞપ્તિ બંને આગમ સંપૂર્ણપણે સમાન છે. (૨) માત્ર ચંદ્રપ્રજ્ઞપ્તિમાં આરંભે ચાર ગાથા વધારાની છે. (૩) વૃત્તિકાર મલયગિરિએ આ આગમને કોઈ અંગના ઉપાંગરૂપે નોંધેલ નથી. (૪) આ આગમનું ગણિત સમજવા માટે અંકગણિતની જાણકારી જરૂરી છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૨૨૯૬ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [16]. [37] Page #38 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૧૭] चंदपन्नत्ति [चन्द्रप्रज्ञप्ति आगम-सूत्र १७ यंत्र-१७] उवंग-सूत्र ०६ 05 છે. છે છે હ છે હ છે ક્રી ( પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ. આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [38]. Page #39 -------------------------------------------------------------------------- ________________ । नमो नमो निम्मलदंसणस्स चंदपन्नत्ति [चन्द्रप्रज्ञप्ति] 'आगमसूत्र १७ आगम प्रकार 'उवंगसूत्र' - ૦૬ . આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૧૦૭ છે, ગાથા ૧૦૭ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું અને ગાથનું પ્રમાણ સંપૂર્ણપણે સરખું જ છે. આગમનો વિભાગ: “ચંદ્રપ્રજ્ઞપ્તિ' આગમમાં ૨૦ વિભાગો છે, અધ્યયન સ્વરૂપ આ વિભાગને પ્રાભૂત” કહે છે. કેટલાક પ્રાભૂતોમા પ્રાભૃત-પ્રાકૃત' એવા પેટા વિભાગો પણ છે આગમનો મુખ્ય વિષય: ચંદ્રપ્રજ્ઞપ્તિ’ આગમમાં ગણિતાનુયોગની મુખ્યતા છે. પ્રશ્નોત્તર શૈલીથી તૈયાર થયેલા આ આગમમાં ‘ખગોળવિદ્યા’ મુખ્ય વિષય છે. તેમાં સૂર્ય અને ચંદ્રની ગતિ, મુહુર્તોની હાનિ-વૃદ્ધિ, મંડલ સંસ્થિતિ, પરસ્પર સૂર્ય-ચંદ્રનું અંતર, કેટલા ક્ષેત્રને ઉદ્યોતિત કે તાપિત કરે? ઈત્યાદિ તથા ગ્રહ, નક્ષત્ર, તારા, વિષયક માહિતી ચંદ્રપ્રજ્ઞપ્તિ આગમમાં પ્રરૂપિત કરાયેલ છે. (ટૂંકમાં કહીએ તો બધો વિષય’ સૂર્યપ્રજ્ઞપ્તિ અનુસાર જાણવો). “ચંદ્રપ્રજ્ઞપ્તિ’ આગમમાં અન્ય મતવાદીઓની જુદી-જુદી પ્રતિપત્તિઓ અર્થાત્ મત કે માન્યતાઓનો નિર્દેશ કરીને પછી જૈનદર્શન “શું કહે છે?' તેની છણાવટ છે. નોંધ- (૧) વર્તમાનકાળે સૂર્યપ્રજ્ઞપ્તિ ચંદ્રપ્રજ્ઞપ્તિ બંને આગમ સંપૂર્ણપણે સમાન છે. (૨) માત્ર ચંદ્રપ્રજ્ઞપ્તિમાં આરંભે ચાર ગાથા વધારાની છે. (૩) વૃત્તિકાર મલયગિરિએ આ આગમને કોઈ અંગના ઉપાંગરૂપે નોંધેલ નથી. (૪) આ આગમનું ગણિત સમજવા માટે અંકગણિતની જાણકારી જરૂરી છે આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૨૩૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ( ૪૫ આગમ-પરિચય-શ્રેણી [17] [39] Page #40 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૧૮]] जंबूद्दीवपन्नत्ति [जम्बूद्वीपप्रज्ञप्ति] | आगम-सूत्र १८ [यंत्र-१८] उवंग-सूत्र ०७ ( ) ક 0 કહી ! Cas| | R. ) શ પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [40]. Page #41 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स जंबूद्दीवपन्नत्ति [जम्बूद्वीपप्रज्ञप्ति] आगमसूत्र १८ आगम प्रकार 'उवंगसूत्र' क्रम- ०७ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૧૭૮ છે, ગાથા ૧૩૧ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ કંઈક વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૭૪% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: ‘જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ’ આગમમાં અધ્યયનરૂપ સાત વિભાગો છે, જેને વક્ષસ્કાર કહે છે. આ આગમમાં કોઈ પેટા ઉદ્દેશા આદિ રૂપ વિભાગ નથી. આગમનો મુખ્ય વિષય: ‘જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ’ આગમમાં “ગણિતાનુયોગ’ની વિશેષતા કહેવાય છે, પણ આ આગમમાં ‘કુલકર’ વક્તવ્યતા, ભગવંત ઋષભ કથા, ભરત ચક્રવર્તી કથા, અરિહંતના જન્મ-કલ્યાણકનું વિસ્તૃત વર્ણન આદિ દ્વારા “કથાનુયોગની પ્રચૂરતા પણ છે જ. આ આગમમાં નામ પ્રમાણે જમ્બુદ્વીપ વક્તવ્યતા છે જ. જમ્બુદ્વીપ, તેની લંબાઈપહોળાઈ-પરિધિ, ફરતી જગતી, દ્વારો, ભરત આદિ સાત ક્ષેત્રો, વૈતાઢ્ય આદિ પર્વતો, સિદ્ધાયતનો, કાળનું સ્વરૂપ, છ આરા અર્થાત્ સમયચક્ર, ચક્રવર્તી વડે છ ખંડ સાધના, ૧૪ રત્નો, ૯ નિધિ, દ્રહો, નદીઓ, કૂટો વગેરેનું વર્ણન તથા સૂર્ય-ચંદ્ર મંડલ, ગ્રહ-નક્ષત્ર-તારા આદિ અનેક વિષયો અહી છે. આ સૂત્રમાં વક્ષસ્કાર-૨માં સમય-કાળને માટે તથા લંબાઈના માપ માટે આપેલ ગણિત અદ્ભુત છે, વર્તમાનકાળે પણ ઘણું જ નાવિન્યપૂર્ણ જણાય છે. ૧૦ કલ્પવૃક્ષોનું અને યુગલિક-યુગલિનીનું અને ચક્રવર્તીની ઋદ્ધિનું પણ સુંદર વર્ણન અહીં છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૪૪૫૪ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ' ૪૫ આગમ-પરિચય-શ્રેણી [18]. [41] Page #42 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૧૯] निरयावलिया [निरयावलिका] आगम-सूत्र १९ यंत्र-१९] उवंग-सूत्र ०८ ) . ક ( to 6 0 જ viiiiiigg પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ 'તિના ઉપાંગસુત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [42]. Page #43 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स निरयावलिया [निरयावलिका] आगम प्रकार ‘उवंगसूत्र' आगमसूत्र १९ क्रम- ०८ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૨૦ છે, ગાથા છે જ નહી. એ રીતે આ આગમ માત્ર સૂત્રયુક્ત જ છે, આ આગમમાં પદ્ય એટલે કે ગાથા એકપણ નથી આગમનો વિભાગ: ‘નિરયાવલિકા’ સૂત્રને ‘ઉપાંગ’ના પહેલા વર્ગ તરીકે સૂત્રકારે ઓળખાવેલ છે, (જો કે આ આગમનો ઉલ્લેખ ‘નંદી અને પક્ખીસૂત્રમાં સ્વતંત્રપણે અંગબાહ્યસૂત્ર રૂપે કરેલો છે) આ આગમમાં ૧૦ અધ્યયનો છે, તેના કોઈ પેટા ઉદ્દેશા આદિ વિભાગો નથી. આગમનો મુખ્ય વિષય: ‘નિરયાવલિકા’ સૂત્રનો મુખ્ય વિષય કથાનુયોગ છે. તેમાં નરકગતિને પામનાર કાલકુમાર આદિ ૧૦ કુમારોના કથાનક છે. અહીં પ્રરૂપેલ કથામાં ના દશે કુમારો શ્રેણિક રાજાની ‘કાલિ’ આદિ દશે રાણીઓના પુત્રો છે. તદ્ અંતર્ગત્ ‘કાલી’ રાણીનું મહાવીર પરમાત્મા પાસે ગમન અને ભગવદ્વચનની શ્રદ્ધાનું નિરૂપણ છે. અહીં શ્રેણિક રાજા, ચેલ્લણા રાણી, તેમના પુત્ર ‘કોણિક’નો જન્મ વગેરે કથા પણ છે. તદ્ ઉપરાંત કોણિકના નિમિત્તે રાજા શ્રેણિકનું મૃત્યુ, સેચનક હાથીનું વર્ણન, તેના નિમિત્તે થયેલ ‘રથમુસલ' સંગ્રામની કથા પણ આ ‘નિરયાવલિકા' આગમમાં નિરુપાયેલ છે. આ આગમ ને કપ્પિયા (કલ્પિતા) આગમ પણ કહે છે. આ આગમની વૃત્તિના રચિયતા શ્રી ચંદ્રસૂરિજી મહારાજે આ આગમને કોઈ અંગસૂત્રના ઉપાંગ રૂપે ઓળખાવેલ નથી. આગમનું શ્લોક પ્રમાણ: નિરયાવાલિકા આદિ પાંચે વર્ગોના સમૂહરૂપ આગમ ૧૯ થી ૨૩ નું શ્લોક પ્રમાણ આશરે ૧૧૫૦ શ્લોક છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [19] [43] Page #44 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૨૦] कप्पवडिंसिया [कल्पवतंसिका] आगम-सूत्र २० [यंत्र-२०] उवंग-सूत्र ०९ To કીકી . કે છે પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ] આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાને બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [44] Page #45 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स कप्पवडिसिया कल्पवतंसिका] आगमसूत्र २० आगम ‘उवंगसूत्र' क्रम- ०९ છે. "અ" વાસૂત્ર' આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૨ છે, ગાથા ૧ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ ગાથા કરતા બમણું છે. આગમનો વિભાગ: કલ્પવતંસિકા' આગમને ઉપાંગના બીજા વર્ગ રૂપે ઓળખાવેલ છે, (જો કે આ આગમનો ઉલ્લેખ નંદી અને પકખીસૂત્રમાં સ્વતંત્રપણે અંગબાહ્યસૂત્ર રૂપે કરેલો છે) તેમાં ૧૦ અધ્યયનો છે, પરંતુ ઉદ્દેશા આદિ રૂપ કોઈ પેટા વિભાગ નથી. આગમનો મુખ્ય વિષય: કલ્પવતંસિકા' આગમનો મુખ્ય વિષય કથાનુયોગ છે. તેમાં શ્રેણિકરાજાના પૌત્રો એવા “પદ્મકુમાર’ આદિ દશ કુમારોની ક્યા છે. તેઓએ ભગવંત મહાવીરની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરેલી. દશે કુમાર-મુનિઓ ૧૧ અંગ ભણ્યા, વિવિધ તપ કર્યા, બધાએ છેલ્લે પાદપોપગમન અનશન કરી, સંથારો સ્વીકાર્યો, માસિકી સંલેખના કરી, વિપુલાચલ પર્વતે દશે મુનિઓ કાળધર્મ પામી, પહેલા, બીજા, ત્રીજા યાવત્ આઠમા, દશામાં, બારમા દેવલોકમા ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી, મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે. હાલ નિરયાવલિકા આદિ પાંચે ઉપાંગો પાંચ વર્ગ રૂપે સાથે જ કહેવાય છે. આ આગમની વૃત્તિના રચયિતા ચંદ્રસૂરિજી મહારાજે આ આગમને કોઈ અંગસૂત્રના ઉપાંગ રૂપે ઓળખાવેલ નથી આગમનું શ્લોક પ્રમાણ: નિરયાપાલિકા આદિ પાંચે વર્ગોના સમૂહરૂપ આગમ ૧૯ થી ૨૩ નું શ્લોક પ્રમાણ આશરે ૧૧૫૦ શ્લોક છે. ' ૪૫ આગમ-પરિચય-શ્રેણી [20], [45] Page #46 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૨૧] पुफिया [पुष्पिता] आगम-सूत्र २१ यंत्र-२१] उवंग-सूत्र १० Fી & થી I 3 પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ 'તિના ઉપાંગસુત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [46]. Page #47 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स पुफ़िया [पुष्पिता] आगम प्रकार 'उवंगसूत्र' आगमसूत्र २१ hસ- ૬૦ . આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૬ છે, ગાથાઓ ૨ છે. એ રીતે આ આગમમાં સૂત્રોની તુલનાએ ગાથા ત્રીજા ભાગે જોવા મળે છે. આગમનો વિભાગ: પુષ્મિતા' આગમને ઉપાંગના ત્રીજા વર્ગ રૂપે ઓળખાવેલ છે, (જો કે આ આગમનો ઉલ્લેખ “નંદી અને પકખીસૂત્રમાં સ્વતંત્રપણે અંગબાહ્યસૂત્ર રૂપે કરેલો છે. તેમાં ૧૦ અધ્યયનો છે, પરંતુ ઉદ્દેશા આદિ રૂપ કોઈ પેટા વિભાગ નથી. આગમનો મુખ્ય વિષય: નિરયાવલિકા આદિ પાંચ ઉપાંગમાં સૂત્રકાર મહર્ષિએ સ્વયં જેને ત્રીજા વર્ગ રૂપે ઓળખાવેલ છે, તેવા આ પુષ્મિતા' આગમનો મુખ્ય વિષય કથાનુયોગ છે. અહીં ચંદ્ર, સૂર્ય આદિ નવ દેવો અને ૧ દેવીના કથાનકો છે. તેમાં ‘બહુપુત્રિકાદેવીનું કથાનક ઘણાં વિસ્તારથી છે. “શુક્ર' દેવની કથા પણ વિસ્તારથી છે. ચંદ્ર અને પૂર્ણભદ્ર દેવની કથા નાની છે. સૂર્ય અને માણિભદ્રની કથા ઘણી નાની છે. બાકીની કથામાં માત્ર સૂચના છે. બધા દેવ-દેવીએ પૂર્વભવમાં દીક્ષા લીધી હતી. બધા જ આગામી ભવે મોક્ષે જશે. હાલ નિરયાવલિકા આદિ પાંચે ઉપાંગો પાંચ વર્ગ રૂપે સાથે જ કહેવાય છે. આ આગમની વૃત્તિના રચયિતા ચંદ્રસૂરિજી મહારાજે આ આગમને કોઈ અંગસૂત્રના ઉપાંગ રૂપે ઓળખાવેલ નથી આગમનું શ્લોક પ્રમાણ: નિરયાપાલિકા આદિ પાંચે વર્ગોના સમૂહરૂપ આગમ ૧૯ થી ૨૩ નું શ્લોક પ્રમાણ આશરે ૧૧૫૦ શ્લોક છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [21] [47] Page #48 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય ૨૨] पुप्फ़चूलिया [पुष्पचूलिका] आगम-सूत्र २२ [यंत्र-२२] उवंग-सूत्र ११ પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ. આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [48]. Page #49 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स पुप्फ़चूलिया [पुष्पचूलिका] आगमसूत्र २२ आगम प्रकार 'उवंगसूत्र' क्रम- ११ । આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર ૧ છે, ગાથા પણ ૧ જ છે. એ રીતે આ આગમમાં સૂત્રનું અને તેની ગાથાનું પ્રમાણ સંપૂર્ણ સરખું જોવા મળે છે. આગમનો વિભાગ: પુષ્પચૂલિકા' આગમને ઉપાંગના ચોથા વર્ગ રૂપે ઓળખાવેલ છે, (જો કે આ આગમનો ઉલ્લેખ “નંદી અને પકખીસૂત્રમાં સ્વતંત્રપણે અંગબાહ્યસૂત્ર રૂપે કરેલો છે) તેમાં ૧૦ અધ્યયનો છે, પરંતુ ઉદ્દેશા આદિ રૂપ કોઈ પેટા વિભાગ નથી. આગમનો મુખ્ય વિષય: નિરયાવલિકાદિ પાંચ ઉપાંગમાં સૂત્રકાર મહર્ષિએ જેને ત્રીજા વર્ગ રૂપે ઓળખાવેલ છે, તેવા આ પુષ્પચૂલિકા' આગમનો મુખ્ય વિષય કથાનુયોગ છે. અહીં શ્રીદેવી, શ્રીદેવી, આદિ ૧૦ કથાનકો છે. જેમાં “શ્રીદેવી'નું ભગવંતના વંશનાર્થે આવવું, નૃત્યવિધિ દેખાડવી, પૂર્વભવ પૃચ્છા, પૂર્વભવે ભૂતા કન્યા, તેણીની દીક્ષા, તેણીનું શરીર-બકુશિકા થવું, અનેક તપશ્ચર્યાપૂર્વક શ્રમણીપર્યાય પાળી સૌધર્મકલ્પ “શ્રીદેવી' રૂપે ઉત્પન્ન થવું. આગામી ભવે મહાવીદેહે, મોક્ષ. આ પ્રમાણે સર્વે કથા જાણવી તેમ સૂત્રમાં કહેલ છે. હાલ નિરયાવલિકા આદિ પાંચે ઉપાંગો પાંચ વર્ગ રૂપે સાથે જ કહેવાય છે. આ આગમની વૃત્તિના રચયિતા ચંદ્રસૂરિજી મહારાજે આ આગમને કોઈ અંગસૂત્રના ઉપાંગ રૂપે ઓળખાવેલ નથી. આગમનું શ્લોક પ્રમાણ: નિરયાવાલિકા આદિ પાંચે વર્ગોના સમૂહરૂપ આગમ ૧૯ થી ૨૩ નું શ્લોક પ્રમાણ આશરે ૧૧૫૦ શ્લોક છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [22] [49] Page #50 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૨૩] वण्हिदशा [वृष्णिदशा] आगम-सूत्र २३ [यंत्र-२३] उवंग-सूत्र १२ - C કરી , a & છે. &ી છે આ છે છે કે એ જ પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [50] Page #51 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स वहिदशा [वृष्णिदशा] आगम प्रकार 'उवंगसूत्र' 'आगमसूत्र २३ #મ- ૨૨ . આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૨ છે. ગાથા ૧ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ ગાથાની તુલનાએ ગાથા બમણું જોવા મળે છે. આગમનો વિભાગ: વૃષ્ણિદશા આગમને ઉપાંગના ચોથા વર્ગ રૂપે ઓળખાવેલ છે, જો કે આ આગમનો ઉલ્લેખ “નંદી અને પકખીસૂત્રમાં સ્વતંત્રપણે અંગબાહ્યસૂત્ર રૂપે કરેલો છે. તેમાં ૧૨ અધ્યયનો છે, પરંતુ ઉદ્દેશા આદિ રૂપ કોઈ પેટા વિભાગ નથી. આગમનો મુખ્ય વિષય: વૃષ્ણિદશા', પાંચ ઉપાંગમાં સૂત્રકાર મહર્ષિએ જેને પાંચમાં વર્ગ રૂપે ઓળખાવેલ છે, તેવા આ આગમનો મુખ્ય વિષય કથાનુયોગ છે. અહી નિષધ આદિ ૧૨ કથાનકો છે. જેમાં નિષધની કથા વિસ્તારથી છે, બાકી ૧૧ કથાનકો માટે માત્ર સૂચના આપી છે. અહી દ્વારાવતી નગરીનું વર્ણન છે. રૈવતક પર્વત-નંદનવન-યક્ષાયતનનું કથન છે. કૃષ્ણ વાસુદેવ અને બલદેવનું કથન છે. ભ૦ અરિષ્ટનેમિનું આગમન, રજવાડીપણે તેમના વંશનાર્થે જવું. નિષધકુમારની દીક્ષા, નિષધનો પૂર્વભવ, દીક્ષા બાદ ૧૧ અંગોનું અધ્યયન, અનશન, સર્વાર્થસિદ્ધ વિમાને ઉત્પત્તિ અને અંતે મોક્ષગમન. આ આગમની વૃત્તિના રચયિતા ચંદ્રસૂરિજી મહારાજે આ આગમને કોઈ અંગસૂત્રના ઉપાંગ રૂપે ઓળખાવેલ નથી. આગમનું શ્લોક પ્રમાણ: નિરયાપાલિકા આદિ પાંચે વર્ગોના સમૂહરૂપ આગમ ૧૯ થી ૨૩ નું શ્લોક પ્રમાણ આશરે ૧૧૫૦ શ્લોક છે. ' ૪૫ આગમ-પરિચય-શ્રેણી [2] [51] Page #52 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૨૪] વડસરળ વિતુ:શરળ] आगम-सूत्र २४ यंत्र-२४] पईण्णग-सूत्र પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ 'તિના ઉપાંગસુત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [52] Page #53 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स વડસરળ વિતુ:શ૨] आगम प्रकार 'पईण्गणसूत्र' आगमसूत्र २४ क्रम- ०१ । આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર છે જ નહિ, ગાથાઓ ૬૩ છે. એ રીતે આ આગમમાં માત્ર પદ્ય વિભાગ જ છે, ગદ્ય એટલે કે સૂત્ર વિભાગનું અસ્તિત્વ જ નથી. આગમનો વિભાગ: ચતુ:શરણ’ પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. સીધી ૬૩ ગાથાઓ જ છે. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતા કહી શકાય એવા આ “ચતુદશરણ' આગમના ફક્ત નામનો જ વિચાર કરીએ તો તેમાં ચાર શરણા’નો વિષય હશે તેવું લાગે, પણ સૂત્રકારે કરેલી પ્રતિજ્ઞા મુજબ અહી ત્રણ મુખ્ય વિષયો કહ્યાં છે- (૧) ચાર શરણાનો સ્વીકાર કરવો, (૨) દુષ્કૃત ગહ કરવી, (૩) સુકૃત અનુમોદના કરવી. વિરભદ્રગણિ રચિત આ આગમના આ ત્રણે વિષયોને વારંવાર ચિંતવવાના છે, જ્યારે મન શાંત હોય ત્યારે ત્રિકાળ આ ત્રણેનું ચિંતન કરવું અને મન સંક્લિષ્ટ પરિણામવાળું થયું હોય ત્યારે તો આ ત્રણેનું રટણ વારંવાર કરવું. આ આખા આગમને નજર સામે રાખીશું તો ઉક્ત ત્રણ વિષય ઉપરાંત સામાયિક આદિ છે આવશ્યકોની વ્યાખ્યા અને ૧૪ સ્વપ્નોના નામો પણ જોવા મળે છે. આ આગમનું બીજું નામ કુશલાનુબંધી અધ્યયન’ પણ છે. આગમનું શ્લોક પ્રમાણ:| વર્તમાનકાળે આ આગમના ૬૩ શ્લોક વિદ્યમાન છે. (એ જ સ્પષ્ટ પ્રમાણ છે). ૪૫ આગમ-પરિચય-શ્રેણી [24] [53]. Page #54 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૨૫] आउरपच्चक्खाण [आतुरप्रत्याख्यान] आगम-सूत्र २५ यंत्र-२५] पईण्णग-सत्र 3 છે નીક છે ) પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [54] Page #55 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स आउरपच्चक्खाण [आतुरप्रत्याख्यान] आगमसूत्र २५ आगम प्रकार 'पईण्गणसूत्र' क्रम- ०२ આગમનું સ્વરૂપ: આ આગમમાં માત્ર ૧ સૂત્ર છે, ગાથા ૭૦ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ નહીવત્ છે, તેની તુલનાએ ગાથા ૭૦ ગણા પ્રમાણમાં છે. આગમનો વિભાગ: “આતુરપ્રત્યાખ્યાન’ પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં ૧ સૂત્ર અને ૭૦ ગાથાઓ જ છે. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતા કહી શકાય એવા આ “આતુરપ્રત્યાખ્યાન’ આગમનો મુખ્ય વિષય તો મરણ અને તે સમયની આરાધના જ છે. અહીં મરણની ત્રણ ભેદે વક્તવ્યતા કહી છે :- બાળમરણ, બાળપંડિતમરણ અને પંડિતમરણ. તેમાં બાળપંડિત મરણના સંદર્ભમાં દેશવિરતિધર અને ૧૨ વ્રતોનો ઉલ્લેખ છે. પછી પંડિતમરણ અર્થે ઉત્તમાર્થની ઈચ્છા, ઉત્તમાર્થ વિષયમાં થયેલ અતિચાર આદિનું મિચ્છામિદુક્કડમ્ આપે, પછી મહાવ્રતના પચ્ચકખાણ કરી શુભ ભાવના ભાવતો પંડિતમરણ' કઈ રીતે પામે તેનું સ્થળ છે. આ સાથે બાળમરણ અને તેના કટુ પરિણામોનો પણ ઉલ્લેખ છે. મરણાસન્ન આત્માએ સ્વની આરાધના કેવી રીતે કરવી? તેના વર્ણનની સાથે પોતે કરેલા દુષ્કતોને યાદ કરી ગુરુ સમક્ષ આલોચન-નિંદન-ગર્પણ કરવાનું પણ વિધાન છે. ભગવતી- શતક ૧૩, ઉદ્દેશ ૭ માં મરણનાં ભેદોનું વર્ણન થયેલ છે, તે આ પ્રકીર્ણકનું ઉદ્ગમસ્થાન હોઈ શકે છે. “મરણ વિષયક સંદર્ભ ત્યાંથી પણ જોઈ શકાય આગમનું શ્લોક પ્રમાણ: ૭૦ ગાથા અને ૧ સૂત્રને આધારે આ આગમ આશરે ૮૦ શ્લોકપ્રમાણ કહી શકાય. ' ૪૫ આગમ-પરિચય-શ્રેણી 251 [55] Page #56 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૨૬] महापच्चक्खाण [ महाप्रत्याख्यान] आगम - सूत्र २६ [યંત્ર-૨૬] पईण्णग-सूत्र r ૨૩ પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ [56] ૨૦ ૨૬ ૨૨ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પયન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स महापच्चक्खाण [ महाप्रत्याख्यान ] आगम प्रकार ‘पईण्गणसूत्र' મ- ૦૩ आगमसूत्र २६ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૧૪૨ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી. આગમનો વિભાગ: ‘મહાપ્રત્યાખ્યાન’ પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધી ૧૪૨ ગાથાઓ જ છે. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતા કહી શકાય એવા આ ‘મહાપ્રત્યાખ્યાન’ આગમનો મુખ્ય વિષય તો સમાધિમરણ પ્રાપ્તિ માટેની આરાધના છે. પણ વિશેષથી કહીએ તો- ‘અંત સમયની આરાધના' કરવાનો પથ અહી કહેલ છે. પહેલા અરિહંતાદિની વંદના, પછી વૈરાગ્ય ભાવના, પછી નિંદા-ગર્હા-આલોચના, પંડિતમરણે મરવા માટેનો સંકલ્પ, ચારે ગતિના દુ:ખો, જીવનું અતૃપ્તપણું, પાંચ મહાવ્રતની રક્ષાના ઉપાયો, વોસિરાવવું, (ત્યાગ કરવો),આરાધના આદિ વિષયો અહીં સમાવાયેલા છે. સંક્ષેપમાં કહીએ તો મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણકમાં પ્રારંભમાં તીર્થંકરોને વંદન કરીને સમ્યક્ત્વ ગ્રહણ, દુષ્કૃત નિંદા, પાપનું પચ્ચક્ખાણ, કરેમિભંતે' સૂત્રનું ઉચ્ચારણ, ઉપધિ આદિનો ત્યાગ, રાગ-દ્વેષનો ત્યાગ, ૧૮ પાપસ્થાનકોનો ત્યાગ, સર્વે જીવોની ક્ષમાપના, એકત્વ આદિ ભાવના ભાવવી વગેરે બાબતો સવિસ્તર જણાવેલી છે. આગમનું શ્લોક પ્રમાણ: અહી સ્પષ્ટ ૧૪૨ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૧૪૨ શ્લોકપ્રમાણ આ આગમ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [26] d [57] Page #58 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૨૭] । भत्तपरिण्णा [भक्तपरिज्ञा आगम-सूत्र २७ [[યંત્ર-]. પર્ફvT-સૂત્ર | પ્રેરક :- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ 'તિના ઉપાંગસુત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [58] Page #59 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स भत्तपरिण्णा [भक्तपरिज्ञा] 'आगमसूत्र २७ आगम प्रकार 'पईण्गणसूत्र' મ- ૦૪. આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૧૭૨ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી. આગમનો વિભાગ: ભક્તપરિજ્ઞા' પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધી ૧૭૨ ગાથાઓ જ છે. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતા કહી શકાય એવા આ “ભક્તપરિજ્ઞા' આગમનો મુખ્ય વિષય તો “અંતિમ આરાધના” અથવા “સમાધિ મરણ'ની પ્રાપ્તિ માટે ભોજનના પચ્ચકખાણ એટલે કે “આહાર ત્યાગની વિધિ બતાવે છે તથા ભક્ત પ્રત્યાખ્યાનના ફળ સ્વરૂપે પરંપરાએ મોક્ષ પ્રાપ્તિ સુધીનું ફળ બતાવેલ છે. મરણના ત્રણ ભેદમાં “ભક્તપરિજ્ઞા' મરણની વાત છે. તેમાં જાવજીવ આહારના પચ્ચકખાણ કરાવે, તે પૂર્વે ઉદરની શુદ્ધિ કરાવીને ઉદરાગ્નીને શાંત પાડે. સકલ સંઘ સહિત તે સાધુને કાયોત્સર્ગ કરાવે, પછી ગુરુ પાસેથી તે હિત-શિક્ષા પ્રાપ્ત કરે. ત્યાર પછી પાંચ મહાવ્રતમાં સ્થિર થાય, ખમત ખામણા કરાવે, સ્વયં વૈરાગ્યમય શુભભાવ ધારણ કરે. પરિણામે બારમા દેવલોથી રૈવેયક અથવા અનુત્તર વિમાન કે પછી મોક્ષ સુધીના સુખ પામે. આગમનું શ્લોક પ્રમાણ: અહી સ્પષ્ટ ૧૭૨ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૧૭૨ શ્લોકપ્રમાણ આ આગમ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [27] [59] Page #60 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૨૮]] तंदुलवेयालिय [तन्दुलवैचारिक] आगम-सूत्र २८ यंत्र-२८] पईण्णग-सूत्र છે છે આ છે જી ) પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [60] Page #61 -------------------------------------------------------------------------- ________________ । नमो नमो निम्मलदसणस्स तंदुलवेयालिय [तन्दुलवैचारिक] आगमसूत्र २८ आगम प्रकार 'पईण्गणसूत्र' ન- ૦૬. આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૨૦ છે, ગાથા ૧૩૯ છે. એ રીતે આ આગમમાં ગાથાનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ સૂત્રો માત્ર ૧૪% જેટલા પ્રમાણમાં જ જોવા મળે છે. આગમનો વિભાગ: ‘તંદુલવૈચારિક પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધા ૨૦ સૂત્રો અને ૧૩૯ ગાથાઓ જ છે. આગમનો મુખ્ય વિષય: ‘તંદુલવૈચારિક' પ્રકીર્ણક આગમમાં દ્રવ્યાનુયોગનુ પ્રમાણ સવિશેષ જણાય છે, અહીં વૈરાગ્યની વાણી છે, શરીરવિજ્ઞાન સંબંધી અભૂત વાતો પણ છે અને તંદુલ એટલે ચોખાની ઉપમાથી આરંભીને અનેક માહિતીનો ખજાનો આ આગમમાં ભર્યો છે.. મનુષ્યના આયુને ૧૦૦ વર્ષનું કલ્પીને ગર્ભાવાસ પછી ૧૦ દશા બતાવેલ છે. પછી ગર્ભકાળ, શ્વાસોચ્છવાસકાળ કહીને, સૂત્રકારે સમગ્ર શરીરની રચના કહી છે. ગર્ભસ્થ જીવનો આહાર, ગર્ભસ્થ જીવની નરક કે દેવલોકે ઉત્પત્તિના કારણો બતાવ્યા છે સાથે સાથે રજ અને વીર્યના સંયોગના પરિણમન પછી ૧૦-૧૦ વર્ષની અવસ્થાઓ તેમજ અશુચિ ભાવનાનું અહી વર્ણન કરેલું છે. સ્ત્રી ના નારી, મહિલા વગેરે અનેક પર્યાય નામો અને તે નામની વ્યુત્પત્તિ વડે સ્ત્રીનો મોહ કે રાગ દૂર કરવાનો સુંદર ઉપદેશ અહીં જોવા મળે છે. આગમનું શ્લોક પ્રમાણ: આ આગમના સૂત્રક્રમ મુજબ સૂત્રગાથા ૧૬૧ છે, તે આશરે ૫૦૦ શ્લોકપ્રમાણ ગણાવાય છે. પરંતુ આ આગમનું કદ થોડું નાનું જ હોવું જોઈએ. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [28].. [61] Page #62 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૨૯] संथारग [संस्तारक] आगम-सूत्र २९ यंत्र-२९] पईण्णग-सूत्र ०६ 0 જ છે ! | ફી લી પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [62] Page #63 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स संथारग [संस्तारक] आगमसूत्र २९ आगम प्रकार ‘पईण्गणसूत्र' મ- ૦૬ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૧૨૧ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી. આગમનો વિભાગ: ‘સંસ્તારક’ પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધી ૧૨૧ ગાથાઓ જ છે. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતા કહી શકાય એવા આ ‘સંસ્તારક’ આગમનો મુખ્ય વિષય તો ‘અંતિમ આરાધના’ એટલે સંથારો ગ્રહણ કરવો એ જ છે. વિશેષથી કહીએ તો સંથારાની આરાધના ‘ચારિત્રધર્મ’ આરાધના રૂપ જ છે, સુવિહિત આત્મા માટે શ્રેષ્ઠતર છે, આ આગમમાં વિવિધ ઉપમાઓ દ્વારા સંથારાની આરાધનાની મહત્તા દર્શાવી છે. સંથારાની આરાધના કરવા માટેની યોગ્યતા શું છે?, સંથારો કોણ લઇ શકે?, જેમણે સંથારો લીધો હતો તેવા કેટલાક ઉત્તમ આત્માના દૃષ્ટાંતો પણ અહીં છે, છેલ્લે સંથારો ગ્રહણ કરવાની વિધિ અને તેનાથી પ્રાપ્ત ‘સમાધિ મરણ’નું કથન પણ અહીં છે. ટૂંકમાં કહીએ તો નિર્મલ-ચારિત્ર-આરાધક મુનિવર મૃત્યુને નજીક આવેલું જાણીને વિધિપૂર્વક આરાધના કરી, આરાધક ભાવમાં રહીને, અંતકાળ સુધારીને, સમાધિ મરણ વડે સદ્ગતિ કે મોક્ષને કેવી રીતે પામી શકે તે દૃષ્ટાંતો સાથે અહી કહેવાયું છે. આગમનું શ્લોક પ્રમાણ: અહી સ્પષ્ટ ૧૨૧ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૧૨૧ શ્લોકપ્રમાણ આ આગમ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [29] [63] Page #64 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૩૦] चंदावेज्झय [चन्द्रवेध्यक] માગમ-સૂત્ર રૂ૦ ચિત્ર-૩૦]] પર્ફv[T-સૂત્ર કt ) હો હી પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી | [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમયંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [64] Page #65 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स चंदावेज्झय [ चन्द्रवेध्यक] आगम प्रकार ‘पईण्गणसूत्र' आगमसूत्र ३० મ- ૦૭ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૧૭૫ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી. આગમનો વિભાગ: ‘ચંદ્રવેધ્યક’ પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધી ૧૭૫ ગાથાઓ જ છે. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતા કહી શકાય એવા આ ‘ચંદ્રવેધ્યક’ આગમનો મુખ્ય વિષય (તેના સૂત્રકારશ્રીની પ્રતિજ્ઞા અનુસાર) વિનય, આચાર્યના ગુણ, શિષ્યના ગુણ, વિનયનિગ્રહના ગુણ, જ્ઞાનગુણ, ચારિત્રગુણ અને મરણગુણ છે. ‘ચંદ્રવેધ્યક’ આગમની ગાથા ૪ થી ૨૧ સુધી ‘વિનય’ સંબંધી ગુણક્શન છે. ગાથા ૨૨ થી ૩૬ આચાર્યના ગુણોનું, ગાથા ૩૭ થી ૫૨ શિષ્યોના ગુણોનું, ગાથા ૫૩ થી ૬૭ વિનય-નિગ્રહના ગુણોનું, ગાથા ૬૮ થી ૯૯ જ્ઞાનગુણોનું, ગાથા ૧૦૦ થી ૧૧૬ ચારિત્રગુણોનું અને ગાથા ૧૧૭ થી ૧૭૩ સમાધિમરણના ગુણોનું કથન કરેલ છે. **** * કેટલાંક ‘ગચ્છાચાર’ પ્રકીર્ણકને સ્થાને ‘ચંદ્રવેધ્યક' પ્રકીર્ણકને આગમમાં ગણાવે છે, પૂજાની ઢાળમાં પણ ‘ચંદ્રેવેધ્યક’ આવે છે, તેથી અહી ચંદ્રેવેધ્યક નોંધ્યું છે. ‘ગચ્છાચાર’ આગમમાં પણ આ પ્રકારના જ વિષયો છે, તેનું ગાથા પ્રમાણ ૧૩૭ છે. આગમનું શ્લોક પ્રમાણ: અહી સ્પષ્ટ ૧૭૫ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૧૭૫ શ્લોકપ્રમાણ આ આગમ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [30] [65] Page #66 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૩૧] गणिविज्जा [गणिविदया] आगम-सूत्र ३१ [यंत्र-३१] पईण्णग-सूत्र ०८ > પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ. આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [66]. Page #67 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स गणिविज्जा [गणिविद्या] आगमसूत्र ३१ आगम प्रकार ‘पईण्गणसूत्र' क्रम- ०८ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૮૨ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી. આગમનો વિભાગ: જ ‘ગણિવિદ્યા’ પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધી ૮૨ ગાથાઓ જ છે. આગમનો મુખ્ય વિષય: ‘ગણિવિદ્યા’ પ્રકીર્ણક આગમમાં મુખ્ય વિષય મુહુર્ત જ્યોતિષ છે. અહીં દિવસ,તિથિ, નક્ષત્ર, કરણ, ગ્રહદિન, મુહુર્ત, શકુનબળ, લગ્નબળ, નિમિત્તબળ, એ નવ-બળ-વિધિ કહી છે. દિવસ, તિથિ, નક્ષત્ર વગેરે નવે બળ દ્વારા અહીં પ્રયાણ, શિષ્ય-દીક્ષા, અનશન, પાદપોપગમન, વિદ્યારંભ, જ્ઞાનવૃદ્ધિ, વડીદીક્ષા,પદવી, અનુજ્ઞા, ગણસંગ્રહ, વસતિમાં સ્થિરતા, સ્વાધ્યાય, તપોકર્મ, મૂળ-ઉત્તરગુણ પુષ્ટિ, લેખન અને ઉપકરણ ધારણ કરવા, સમાધિ સાધના આદિના મૂહુર્તો આપેલ છે. કઈ તિથિ કે ક્યા નક્ષત્ર કે કરણ કે નિમિત્ત આદિમાં શું વર્જવું? તેનો પણ નિર્દેશ છે. સૂત્રના અંતે કોણ કોનાથી બળવાન છે તે જણાવતા કહ્યું કે સૌથી બળવાન ‘નિમિત્ત’ છે. સૌથી ઓછું બળ દિવસનું છે. દિવસ થી તિથિ, તિથિ કરતા નક્ષત્ર, નક્ષત્રથી કરણ, કરણ થી ગ્રહદિન, ગ્રહદિન થી મુહુર્ત, મુહુર્ત થી શકુન, શકુનથી લગ્ન બળવાન છે. આગમનું શ્લોક પ્રમાણ: અહી સ્પષ્ટ ૮૨ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૮૨ શ્લોકપ્રમાણ આ આગમ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [31] [67] Page #68 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૩૨] देविंदत्थव [देवेन्द्रस्तव] आगम-सूत्र ३२ [यंत्र-३२] पईण्णग-सूत्र ०९ છે 6 પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ. આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [68] Page #69 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स देविंदत्थव [देवेन्द्रस्तव] आगमसूत्र ३२ आगम प्रकार 'पईण्गणसूत्र' क्रम- ०९ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૩૦૭ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી. આગમનો વિભાગ: દેવેન્દ્રસ્તવ' પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધી ૩૦૭ ગાથાઓ જ છે આગમનો મુખ્ય વિષય: દેવેન્દ્રસ્તવ' પ્રકીર્ણક આગમનો મુખ્ય વિષય ૩૨ (૬૪) ઇન્દ્રોનો અધિકાર છે. શ્રાવકપત્ની દ્વારા શ્રાવકને કરાયેલા પ્રશ્નના અનુસંધાનમાં શ્રાવક ઇન્દ્રોના નામ જણાવે છે. પછી ગાથા ૧૪ થી ૬૬માં ભવનપતિના ૨૦ ઇન્દ્રો, ગાથા ૬૭ થી ૮૦માં વાણવ્યંતરના ૧૬+૧૬ ઇન્દ્રો, ગાથા ૮૧ થી ૧૬૧માં જ્યોતિષ્કના, ગાથા ૧૬૨ થી ૨૭૩માં વૈમાનિકના ઇન્દ્રો વિષયક વર્ણન કરેલ છે, જે વર્ણનમાં ઇન્દ્રોના નામો, ભવનો, વિમાનો, સ્થિતિ, નગરો, પર્ષદા, અગ્રમહીષીઓ, બળ આદિ વિષયો કહ્યાં છે. આ આગમની ગાથા ૨૭૪ થી ૩૦૨માં ઇષત્ પ્રાશ્મારા પૃથ્વી અને સિદ્ધો વિષયક કથન છે. છેલ્લે ગાથા ૩૦૩ થી ૩૦૫માં જિનેશ્વરની ઋદ્ધિનું વર્ણન છે. આ આગમમાં ધ્યાનાકર્ષક વાત એ છે કે શ્રાવક માટે આગમવિ વિશેષણ વપરાયું છે આવો શ્રાવક વીર પ્રભુની સ્તુતિ કરી રહેલ છે અને શ્રાવકપત્ની તે સાંભળે છે. અને શ્રાવકપત્નીની જિજ્ઞાસા જાણીને શ્રાવક, ઇન્દ્રોના નામ અને ઋદ્ધિ આદિ વર્ણવે છે. આગમનું શ્લોક પ્રમાણ:- અહી સ્પષ્ટ ૩૦૭ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૩૦૭ શ્લોકપ્રમાણ આ આગમ છે. ' ૪૫ આગમ-પરિચય-શ્રેણી 32] [69] Page #70 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૩૩] मरणसमाहि [मरणसमाधि] નામ-સૂત્ર ૩૩ ચિંત્ર-૩૨] પર્ફઇલુન-સૂત્ર ૨૦ viiiiiii પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ 'તિના ઉપાંગસુત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [70] Page #71 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स मरणसमाहि मरणसमाधि] आगमसूत्र ३३ आगम प्रकार 'पईण्गणसूत्र' क्रम- १० । આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૬૬૩ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી. આગમનો વિભાગ: મરણસમાધિ' પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધી ૬૬૩ ગાથાઓ જ છે આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતાવાળા આ “મરણસમાધિ' આગમ કે જેનું અપરનામ મરણવિભક્તિ’ પણ છે, તેમાં ‘અંતસમયની આરાધના થકી “સમાધિમરણ'ની પ્રાપ્તિ કઈ રીતે થાય? અર્થાત્ અંત સમયે કરવા લાયક આરાધનાઓનું સવિસ્તર વર્ણન, તે આ આગમનો મુખ્ય વિષય છે. વિશેષ એ કે મૃત્યુ સંબંધી ઘણાં ઘણાં વિષયો અહીં સમાવાયા છે. બાળમરણનું ત્યજવાપણું અને પંડિતમરણનું આદરવાપણું, જ્ઞાનની મહત્તા, આલોચનાની વિધિ, આલોચનાનું સ્વરૂપ, સમાધિ મરણ કે અંતિમ આરાધના વિષયક પ્રેરણાદાયી અનેક દૃષ્ટાંતો, અનિત્યાદિ ભાવના, મોક્ષનું સુંદર સ્વરૂપ વગેરે અનેક વિષયો સંગ્રહિત થયેલા છે. મરણસમાધિ આગમમાં જાણે બે-ત્રણ આગમાં સમાવાઈ ગયા હોય તેવું સ્પષ્ટ પ્રતીત થાય છે. આ આગમના રચયિતાને અભિપ્રેત નામ “મરણવિધિસંગ્રહી હોય તેવું પણ લાગે છે કેમકે તેઓ પ્રથમ ગાથામાં જ એમ કહે છે કે હું મરણવિધિસંગ્રહ કહીશ. આગમનું શ્લોક પ્રમાણ: અહી સ્પષ્ટ ૬૬૩ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૬૬૩ શ્લોકપ્રમાણ આ આગમ છે. ' ૪૫ આગમ-પરિચય-શ્રેણી [33]. [71] Page #72 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૩૪] निसीह [ निशीथ ] [નિશીથ] [યંત્ર-રૂ૪] आगम-सूत्र ३४ tt छेद- सूत्र ०१ 20 છે પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ [72] (૧) આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પયન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स निसीह [निशीथ] आगम प्रकार 'छेदसूत्र' आगमसूत्र ३४ क्रम- ०१ । આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૧૪૨૦ છે, ગાથા એકપણ નથી. એ રીતે આ આગમ માત્ર સૂત્રયુક્ત છે, પદ્ય વિભાગ એટલે કે ગાથાનું અસ્તિત્વ જોવા મળતું નથી. આગમનો વિભાગ: 'નિશીથ' આગમમાં મુખ્ય ૨૦ વિભાગો છે, જેને “ઉદ્દેશા' નામે ઓળખવામાં આવે છે, તેના પેટા વિભાગ રૂપે કોઈ વિભાગ છે નહીં. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગ મુખ્યતાવાળા આ 'નિશીથ' આગમનો મુખ્ય વિષય “પ્રાયશ્ચિત્ત’ છે. આ સૂત્રના ૨૦ ઉદ્દેશામાં મુખ્યત્વે ચાર પ્રકારે અપાતા પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું વર્ણન છે. (૧) ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો, (૨) લઘુ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો, (3) ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો, (૪) લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો. તિમાં પ્રાયશ્ચિત્ત-દાન બે અલગ-અલગ પ્રકારે કરાય છે. 1. પરાધીનતા કે અપવાદિક સ્થિતિ હોય ત્યારે અને 2. આસક્તિ કે શિથિલતા થી લગાડેલ દોષો સંબંધ.] છેલ્લા ઉદ્દેશામાં પ્રાયશ્ચિત્ત આપવાની અને વહન કરવાની વિધિ બતાવેલ છે. આ સૂત્રનું બીજું નામ “આચારપ્રકલ્પ' છે. મૂળભૂત રીતે ‘આચાર અંગસૂત્રની છેલ્લી ચૂલિકા'રૂપ ગણાતું આ આગમ હાલ પ્રથમ છેદસૂત્ર રૂપે પ્રસિદ્ધ છે. નંદી તેમજ પખી-સૂત્રમાં આ આગમને ‘અંગબાહ્ય' આગમ તરીકે ગણેલ છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને અંદાજે ૯૫૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. '૪૫ આગમ-પરિચય-શ્રેણી [34] [73]. Page #74 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૩૫] बुहत् कप्प [बृहत्कल्प] | મારામ-સૂત્ર 39 ચિત્ર-39]. છે-ત્ર ૦૨ ( ) R 8 | થી 2 પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [74] Page #75 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स बुहत् कप्प [बृहत्कल्प] आगमसूत्र ३५ आगम प्रकार 'छेदसूत्र' મ- ૦૨ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૨૧૫ છે, ગાથા એકપણ નથી. એ રીતે આ આગમ માત્ર સૂત્રયુક્ત છે, પદ્ય વિભાગ એટલે કે ગાથાનું અસ્તિત્વ જોવા મળતું નથી. આગમનો વિભાગ: બૃહત્કલ્પ’ આગમમાં મુખ્ય ૬ વિભાગો છે, જેને ‘ઉદ્દેશા' નામે ઓળખવામાં આવે છે, તેના કોઈ પેટાવિભાગ છે નહીં. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતાવાળા આ બૃહત્કલ્પ’ આગમમાં ‘સાધુ આચાર’માં શું | કલ્પે અને શું ન કલ્પે? તેનું વર્ણન આવે છે. મુખ્યત્વે આ કપ્યાકર્ણ અર્થાત્ ખપવા ન ખપવાના કથન સાથે ઉદ્દેશા-૪ માં પ્રાયશ્ચિત્ત યોગ્ય પાત્રો, દુર્બોધ્ય-સુબોધ્ય, કોઈ આચાર વિશેષનું વર્ણન અને પ્રાયશ્ચિત્ત વિધાન આવે છે. ઉદ્દેશ-૫માં પણ પ્રાયશ્ચિત્ત વિધાન અને આચાર વિશેષના ઉલ્લેખ સાથે કમ્યાકધ્ય અર્થાત્ “ખાવા-ન ખપવા’ સંબંધી સૂત્રો આવે છે. જ્યારે ઉદ્દેશા-૬ માં પ્રાયશ્ચિત્ત વિધાનની સાથે ક્યાં ક્યાં જિનાજ્ઞાનું ઉલ્લંઘન ન થાય તેના વિધાનો છે. બૃહત્કલ્પ સૂત્રના “કલ્પ' અને કલ્પ-અધ્યયન એવા બીજા નામ પણ મળે છે .આ આગમમાં ખૂબ વિસ્તારથી સાધુ સાધ્વીઓના-આચારોનું વર્ણન અને પ્રાયશ્ચિત્તનો અધિકાર કહેવાયેલ હોવાથી સૂત્રના નામની આગળ “બ્રહ’ શબ્દ પ્રયોજેલ છે. [> સૂત્રને ગંભીરતાથી સમજવા માટે તેના ભાષ્ય અને વૃત્તિ જોવા જરૂરી છે ૯] આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને અંદાજે ૪૭૩ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ( ૪૫ આગમ-પરિચય-શ્રેણી [3] [75] Page #76 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૩૬] ववहार [व्यवहार आगम-सूत्र ३६ [यंत्र-३६] છેદ્ર-સૂત્ર ૦૩ ( ) હી. જ છે ) winning પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [76]. Page #77 -------------------------------------------------------------------------- ________________ 'नमो नमो निम्मलदसणस्स ववहार [व्यवहार] आगम प्रकार 'छेदसूत्र' आगमसूत्र ३६ મ- ૦૩. આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૨૮૫ છે, ગાથા એકપણ નથી. એ રીતે આ આગમ માત્ર સૂત્રયુક્ત છે, પદ્ય વિભાગ એટલે કે ગાથાનું અસ્તિત્વ જોવા મળતું નથી. આગમનો વિભાગ: ‘વ્યવહાર’ આગમમાં મુખ્ય ૧૦ વિભાગો છે, જેને ‘ઉદ્દેશ' નામે ઓળખવામાં આવે છે, તેના કોઈ પેટાવિભાગ છે નહીં. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતાવાળા આ ‘વ્યવહાર' આગમમાં ૧૦ ઉદ્દેશામાં સર્વ પ્રથમ તો “પ્રાયશ્ચિત્ત અધિકાર જ નોંધેલ છે, તેમાં વચ્ચે આલોચના ક્રમની ચૌભંગી બતાવી છે. છેલ્લાસૂત્રમાં આલોચના કોની પાસે લેવી, તેનો ક્રમ બતાવ્યો છે, પછી ઉદ્દેશા-૨માં દોષસેવી સાધુની “પરિહારતપ' આદિમાં સ્થાપના કઈ રીતે કરવી, તે જણાવેલ છે. કેવા સાધુને કઈ રીતે પ્રાયશ્ચિત્તમાં સ્થાપવા? તેઓના આહાર-પાણી સંબંધી આચાર, પડિહારી-પરિહાર કલ્પસ્થિત-પડિલેવી સાધુના આચાર, પદવી માટેની યોગ્યતા, વિચરણમાં કેટલા સાધુ કે સાધ્વી સાથે હોવા જોઈએ? શું ખપે - શું ન ખપે? અર્થાત્ કધ્ય-અકથ્ય વગેરે ઘણાં વિષયો આ આગમમાં છે. ઉદ્દેશ-૧૦માં પાંચ પ્રકારના વ્યવહારનું કથન છે- (આગમ-શ્રુત-આજ્ઞા-ધારણા-જિત) ઉદ્દેશ-૪ મુજબ વર્ષાવાસમાં સાધુ ઓછામાં ઓછા ત્રણ અને સાધ્વી ઓછામાં ઓછા ચારને જ રહેવાની આજ્ઞા છે, બે સાધુ કે બે સાધ્વીના વિચરણની છૂટ નથી. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને અંદાજે ૭૭૩ શ્લોક પ્રમાણ હશે લાગે છે. ( ૪૫ આગમ-પરિચય-શ્રેણી [36] [77] Page #78 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૩૭] दसासुयक्खंध [दशाश्रुतस्कन्ध] आगम-सूत्र ३७ [યંત્ર-૭] છેદ્ર-સૂત્ર ૦૪ R : - પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., yaheld] આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [78] Page #79 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स दसासुयक्खंध [दशाश्रुतस्कन्ध] आगमसूत्र ३७ आगम प्रकार 'छेदसूत्र' क्रम- ०४ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો પ૭ છે, ગાથા ૫૬ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ અને ગાથાઓનું પ્રમાણ લગભગ સમાન જ કહી શકાય તેમ છે. આગમનો વિભાગ: દશાશ્રુતસ્કંધ' આગમમાં મુખ્ય ૧૦ વિભાગો છે, જેને ‘દશા' નામે ઓળખવામાં આવે છે, જેમ કે “દશા-૧, દશા-૨ વગેરે, તેના કોઈ પેટાવિભાગ છે નહીં. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતાવાળા આ દશાશ્રુતસ્કંધ'માં દશમી દશામાં ધર્મકથાનુયોગ પણ છે. અહીં દશ દશામાં અલગ-અલગ વિષયોમાં છે. જેમાં (૧) સંયમના દોષરૂપ અસમાધિ સ્થાનો, (૨) સંયમનું પતન કરનારા ૨૧-શબળ દોષો, (૩) ગુરુની ૩૩ આશાતના, (૪) ગણધારણ કરનારની ૮ યોગ્યતાઓ, (૫) ચિત્તને સમાધિ આપનારી ૧૦ વિશિષ્ટતા અને સંપૂર્ણ આત્મશુદ્ધિ કરાવનાર કથનો, (૬) શ્રાવકની ૧૧ પ્રતિમા, (૭) ૧૨ ભિક્ષુપ્રતિમા, (૮) પર્યુષણા કલ્પ, (૯) મહામોહનીય કર્મબંધના ૩૦ કારણો અને (૧૦) નવ નિયાણાનું સ્વરૂપ અહીં કહેવાયેલ છે. ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ પૂર્વોમાંથી ઉદ્ધરણ કરી, ત્રણ સૂત્રની રચના કરી તે દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહાર છે, તેથી આ સૂત્ર-રચયિતા ભદ્રબાહુસ્વામી છે અને આ આગમનું આઠમું અધ્યયન હાલ “કલ્પસૂત્ર' નામે પ્રસિદ્ધ છે, કે જેનું વાંચન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં પ્રતિવર્ષ વિધિ અને બહુમાનપૂર્વક થાય છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને અંદાજે ૯૧૨ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. | ૪૫ આગમ-પરિચય-શ્રેણી [37] [79]. Page #80 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૩૮] जीयकप्प [जीतकल्प] आगम-सूत्र ३८ [यंत्र-३८] छेद-सूत्र ०५ કે છે છે 6 & પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણીબાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [80] Page #81 -------------------------------------------------------------------------- ________________ आगमसूत्र ३८ नमो नमो निम्मलदंसणस्स जीयकप्प [ जीतकल्प] आगम प्रकार ‘छेदसूत्र' क्रम- ०५ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૧૦૩ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી. આગમનો વિભાગ: આ ‘જીતકલ્પ’ છેદસૂત્ર આગમમાં અધ્યયન, ઉદ્દેશાદિ કોઈ વિભાગ નથી. સીધી ૧૦૩ ગાથાઓ જ છે. આગમનો મુખ્ય વિષય: ‘જીતકલ્પ’ આગમનો મુખ્ય વિષય ‘ચરણકરણાનુયોગ' જ કહી શકાય. કેમ કે અહીં ‘પ્રાયશ્ચિત્ત’નો અધિકાર વર્તે છે, આ સૂત્રમાં આલોચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, કાયોત્સર્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય અને પારંચિત એવા દશ પ્રાયશ્ચિત્તને યોગ્ય કોણ? તેનું વર્ણન કરાયેલ છે. [હાલ આ છેલ્લા બે પ્રાયશ્ચિત્ત, અનવસ્થાપ્ય અને પારંચિતનો વિચ્છેદ થયેલો છે.] પ્રાયશ્ચિત્ત સિવાયના કોઈ જ વિષયનો આ જીતકલ્પ છેદસૂત્ર આગમમાં સમાવેશ કરવામાં આવેલ નથી. નોંધ:- (૧)‘જીતકલ્પ’ સૂત્રની છેદસૂત્રરૂપે સ્થાપના પછીથી થયેલ છે. તે પૂર્વે ‘પંચકલ્પ’ છ છેદસૂત્રમાં એક છેદસૂત્ર ગણાતું હતું, પણ તેનો કાળક્રમે વિચ્છેદ થયો હતો. (૨) ‘જીતકલ્પ’ સૂત્રના રચયિતા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે. [ આ સૂત્ર ઉપર તેમનું જ રચેલું સ્વોપજ્ઞ ભાષ્ય પણ છે.] આગમનું શ્લોક પ્રમાણ: અહી સ્પષ્ટ ૧૦૩ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૧૦૩ શ્લોકપ્રમાણ આ આગમ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [38] [81] Page #82 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૩૯] महानिसीह [महानिशीथ] आगम-सूत्र ३९ यंत्र-३९] छेद-सूत्र ०६ ef છે. જ છે જન, પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીનો ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [22] Page #83 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स महानिसीह [महानिशीथ] | आगमसूत्र ३९ आगम प्रकार 'छेदसूत्र' । મ- ૦૬ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૧૨૫૨ છે, ગાથા ૧૫૩ છે. એ રીતે આગમમાં સૂત્રોનું પ્રમાણ ઘણું જ વધુ છે, તેની તુલનાએ ગાથા માત્ર ૧૨% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: મહાનિશીથ આગમમાં વિભાગ રૂપે ૮ અધ્યયનો (૬ અધ્યયન + ૨ ચૂલિકા) છે.બીજા અધ્યયનમાં પેટા વિભાગ રૂપે ઉદ્દેશ પણ છે. આગમનો મુખ્ય વિષય: મહાનીશિથ' છેદસૂત્ર આગમમાં ચરણકરણાનુયોગ તથા કથાનુયોગ તો સ્પષ્ટ જ છે. અધ્યયન-૧માં શલ્ય(માયા-કપટ)રહિત થઈને જ પ્રાયશ્ચિત્ત લેવું તે જણાવે છે. પછી અધ્યયન-૨માં કર્મોના ફળ અને પ્રાપ્ત દુ:ખોનું વર્ણન છે તથા મૈથુનાદિના કટુ ફળો બતાવેલ છે. અધ્યયન-૩માં કુશીલ’નું સ્વરૂપ કહેલ છે, નવકાર આદિ સૂત્રોની અનુજ્ઞા માટેની ઉપધાન વિધિ બતાવી છે, દ્રવ્યપૂજા-ભાવપૂજા અધિકાર છે.અધ્યયન-૪માં કુશીલ સંસર્ગથી થતા નુકસાનમાં સુમતિ-નાગીલની કથા છે. અધ્યયન-૫માં ગચ્છનું સ્વરૂપ,ગચ્છવાસ-વર્ણન આદિ છે વજ ગચ્છાધિપતિની કથા છે. અધ્યયન-૬ નંદીષેણ વગેરેની કથા છે. ચૂલિકા-૧ [અધ્યયન-૭] માં “સમગ્ર પ્રાયશ્ચિત્ત’ વિધાન બતાવેલ છે. ચૂલિકા-૨ [અધ્યયન ૮)માં સુસઢની કથા છે, આ કથા અત્યંત માર્મિક અને અનેક પેટા કથાઓ વડે યુક્ત છે. નિશીથ સૂત્રની અપેક્ષાએ આ સૂત્રનું પ્રમાણ મોટું હોવાથી મહાનિશીથ કહેવાય છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને આશરે ૪૫૪૮ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી 391 [23] Page #84 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૪૦] आवस्सय आवश्यक आगम-सूत्र ४० [यंत्र-४०] मूल-सूत्र ०१ (ર) - A (ક) . ) પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩) તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [84] Page #85 -------------------------------------------------------------------------- ________________ _ नमो नमो निम्मलदसणस्स आवस्सय [आवश्यक] आगम प्रकार 'मूलसूत्र' आगमसूत्र ४० મ- ૦૬. આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો પ૦ છે, ગાથા ૨૧ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૪૨% પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: આવશ્યક મૂલસૂત્ર આગમમાં સ્પષ્ટ ૬ વિભાગ છે. કેમ કે તેના છ અધ્યયનો છે.તેના કોઈ પેટા વિભાગ કે ઉદ્દેશા-આદિ નથી. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતાવાળા આ “આવશ્યક’ આગમમાં છ અધ્યયનોમાં છ વિષય આવરી લેવાયા છે. (૧) સામાયિક, (૨) ચોવીશ જિનની સ્તુતિ, (૩) વંદના[વાંદરા], (૪) પ્રતિક્રમણ [સાધુ-સાધ્વીની સમગ્ર દિનચર્યા કે રાત્રિચર્યા આદિમાં લાગેલા દોષોની શુદ્ધિ અર્થે વિધાન], (૫) કાયોત્સર્ગ, (૬) પ્રત્યાખ્યાન- જેમાં ૧૨ વ્રતના પચ્ચકખાણ અને દિવસ સંબંધી પચ્ચકખાણોના સૂત્રો અપાયેલા છે. સંયમ જીવનનું પાલન અને સુરક્ષા, દીક્ષાના આરંભથી જ અતિ ઉપયોગી હોવાથી આ સૂત્રને ‘મૂલસૂત્ર' કહેવામાં આવે છે. પ્રત્યેક શ્રમણ અને શ્રાવકે પ્રતિદિન ઉભય-કાલ અવશ્ય કરવા લાયક ક્રિયા હોવાથી તેને આવશ્યક કહે છે . સામાયિકથી સમતાભાવ લોગસ્સથી સમ્યગ્દર્શનની નિર્મળતા,વંદનથી વિનયની આરાધના, પ્રતિક્રમણથી દોષોની શુદ્ધિ, કાઉસ્સગ્ગથી શેષ સર્વ દોષોની શુદ્ધિ, પચ્ચખાણથી સંવર આદિનો લાભ થાય છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૩૫ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ( ૪૫ આગમ-પરિચય-શ્રેણી [40]. [85] Page #86 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૪૧] पिंडनिज्जुत्ति [पिण्डनियुक्ति] आगम-सत्र ४१ ' [यंत्र-४१] मल-सूत्र ०२ A છે છત પ્રેરક :- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., ચુતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાને બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [86] Page #87 -------------------------------------------------------------------------- ________________ । नमो नमो निम्मलदसणस्स । पिंडनिज्जुत्ति [पिण्डनियुक्ति] आगमसूत्र ४१ आगम प्रकार 'मूलसूत्र' મ- ૦૨ - આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૭૧૩ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી આગમનો વિભાગ: ‘પિંડનિર્યુક્તિ' આગમમાં અધ્યયન આદિ કોઈ વિભાગ કે પેટા વિભાગ નથી, અહી સીધી ૭૧૩ ગાથાઓ' જ છે, આગમનો મુખ્ય વિષય: ‘પિંડનિર્યુક્તિ' આગમમાં સ્પષ્ટપણે ચરણકરણાનુયોગની મુખ્યતા છે, કેમ કે અહીં સાધુ સાધ્વીઓની ગૌચરી-શુદ્ધિ માટેના કથનો છે. સર્વ પ્રથમ પિંડ [આહાર-સમૂહ નું સ્વરૂપ તથા ભેદોને વર્ણવી અનુક્રમે આહારના ઉદ્ગમ, ઉત્પાદનો, એષણા, સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ અને કારણ દોષોની વક્તવ્યતા અહીં છે. [અહીં ‘પિંડ’ દોષોને સમજાવવા માટે નાના દૃષ્ટાંતો અપાયા હોવાથી ‘કથાનુયોગ’ પણ અહી જોવા મળે છે. નોંધ:- “પિંડનિર્યુક્તિ' આગમના વિકલ્પમાં ‘ઓઘનિર્યુક્તિ' આગમનું પણ કથન મળે જ છે, ૧૧૬૪ ગાથા પ્રમાણ ઓઘનિર્યુક્તિમાં “મંગલ' આદિ પછી પ્રતિલેખના, પિંડ, ઉપધિ, અનાયતન વર્જન, પ્રતિસેવના, આલોચના અને વિશુદ્ધિ દ્વારોનું વર્ણન કરેલ છે. આ આગમ પણ ચરણકરણાનુયોગની મુખ્યતા સહ સ્થાનુયોગથી યુક્ત છે. બંને નિર્યુક્તિ-(આગમ)ની રચના ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ કરેલી છે. આગમનું શ્લોક પ્રમાણ: અહી સ્પષ્ટ ૭૧૩ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૭૧૩ શ્લોકપ્રમાણ આ આગમ ' ૪૫ આગમ-પરિચય-શ્રેણી [41] [87] Page #88 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય ગુજર] दसवेयालिय [दशवैकालिक] आगम-सूत्र ४२ यंत्र-४२] मूल-सूत्र ०३ પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [88] Page #89 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स दसवेयालिय [दशवैकालिक] आगमसूत्र ४२ आगम प्रकार 'मूलसूत्र' મ- ૦૩ . આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો માત્ર ૨૧ છે, ગાથા ૫૧૫ છે. એ રીતે આગમમાં ગાથાનું પ્રમાણ ઘણું જ વધુ છે, તેની તુલનાએ સૂત્રો માત્ર ૪% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: ‘દશવૈકાલિક' આગમમાં ૧૦ અધ્યયનો અને ૨ ચૂલિકાઓ છે. તેમાં અધ્યયન-૫ અને અધ્યયન-૯ માં ઉદ્દેશારૂપ પેટા વિભાગો પણ છે. આગમનો મુખ્ય વિષય: દશવૈકાલિક આગમનો મુખ્ય વિષય ચરણકરણાનુયોગ જ કહેવાય, કેમ કે અહીં સાધુની ચર્યા તથા વૈરાગ્યોપદેશ મુખ્ય છે. અધ્યયન-૧માં ભિક્ષાચર્યા પદ્ધત્તિથી સાધુનું સ્વરૂપ બતાવ્યું. અધ્યયન-૨માં કામભોગ-નિવૃત્તિનો ઉપદેશ છે. સાધુને અનાચરણીય શું છે? તેનો નિર્દેશ અધ્યયન-૩માં છે. અધ્યયન-૪માં છ જવનિકાયની હિંસાથી અટકવું પાંચ મહાવ્રત અને છઠા વ્રતનું સ્વરૂપ તથા હિતશિક્ષા છે. અધ્યયન-૫ માં આહાર કઈ રીતે લાવવો તેની વિધિ છે. અધ્યયન-૬ માં સાધુના આચાર અને પાંચ વ્રત આદિની સમજ છે. અધ્યયન-૭ માં ભાષા શુદ્ધિ, અધ્યયન-૮ માં મુનિના આચારની શિક્ષા, અધ્યયન-૯ માં વિનયની શિક્ષા, અધ્યયન-૧૦ માં ભિક્ષુ સિાધુનું સ્વરૂપ છે. ચૂલિકા-૧ માં સંયમમાં અરતિ ઉપજે તો તેનું નિવારણ છે અને ચૂલિકા-૨ માં આહાર, વિહાર કે સંયમ-ચર્યા કઈ રીતે કરવી તેનું માર્ગદર્શન પૂરું પાડે છે. આ સૂત્રની રચના ચૌદ પૂર્વધર શ્રી શય્યભવસૂરિજીએ કરેલી છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૮૩૫ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. (૪૫ આગમ-પરિચય-શ્રેણી 42] [89] Page #90 -------------------------------------------------------------------------- ________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૪૩]. उत्तरज्झयण [उत्तराध्ययन] आगम-सूत्र ४३ यंत्र-४३] मूल-सूत्र ०४ દ ) શ છે પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [90] Page #91 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स उत्तरज्झयण [उत्तराध्ययन] आगम प्रकार ‘अंगसूत्र' आगमसूत्र ४३ क्रम- ०४ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો માત્ર ૮૮ છે, ગાથા ૧૬૪૦ છે. એ રીતે આગમમાં ગાથાનું પ્રમાણ ઘણું જ વધુ છે, તેની તુલનાએ સૂત્રો માત્ર ૫% પ્રમાણમાં જ જોવા મળે છે. આગમનો વિભાગ: ‘ઉત્તરાધ્યયન’ [સૂત્ર] આગમના ૩૬ અધ્યયનો છે તેથી આ સૂત્રના ૩૬ વિભાગો કહી શકાય, આ સિવાય તેના કોઈ પેટા વિભાગરૂપ ઉદ્દેશા આદિ નથી. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગ અને કથાનુયોગ એ બંને અનુયોગ તો સ્પષ્ટપણે ઉત્તરાધ્યયન સૂત્રમાં નજરે પડે જ છે, ત્રણ અધ્યયનોમાં દ્રવ્યાનુયોગ પણ જોવા મળે જ છે. આ આગમના વિષયોમાં કથાઓ, વૈરાગ્યોપદેશ, આચારશિક્ષાદિ અનેક વિષયો છે. અધ્યયન- ૭, ૮, ૯, ૧૨, ૧૩, ૧૪, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૩, ૨૫ અને ૨૭ એ બધાં અધ્યયનો કથા કે દૃષ્ટાંત આધારીત છે.અધ્યયન- ૩૩,૩૪,૩૬ ત્રણે દ્રવ્યાનુયોગ સ્વરૂપ છે. અધ્યયન- ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૧૦ અને ૧૧ ઉપદેશ કે હિતશિક્ષા કે બોધ સ્વરૂપ છે. અધ્યયન- ૧૫, ૧૬, ૧૭, ૨૪, અને ૨૬ એ સાધુ આચાર સંબંધી વિધિના નિર્દેશક છે. અધ્યયન- ૨૮ અને ૩૦અનુક્રમે મોક્ષ અને તપના માર્ગની ગતિ દેખાડે છે. જ્યારે અધ્યયન ૨૯ તો માહિતીનો ખજાનો છે. તેમાં ૭૨ પ્રશ્નો અને તેના ૭૨ ઉત્તરો પોતે જ એક સ્વતંત્ર વ્યાખ્યાન ગ્રંથ સમાન છે જ ‘ઉત્તરાધ્યયન’ આગમ પર નિયુક્તિ, ચૂર્ણિ તથા અનેક વૃત્તિઓ પ્રાપ્ત થાય છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને અંદાજે ૨૦૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [43] [91] Page #92 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૪૪] नंदीसूय [नन्दीसूत्र] आगम-सत्र ४४ यंत्र-४४] चलिका-सत्र ०७ છે છે | ( ) કિ ન હમ & પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [92] Page #93 -------------------------------------------------------------------------- ________________ _ नमो नमो निम्मलदंसणस्स नंदीसूय [नन्दीसूत्र] आगम प्रकार 'चूलिकासूत्र' आगमसूत्र ४४ મ- ૦૬. આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો પ૯ છે, ગાથાઓ ૯૦ છે. એ રીતે આગમમાં ગાથાનું પ્રમાણ વધુ છે, તેની તુલનાએ સૂત્રો ૬૫% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: નંદીસૂત્ર' આગમમાં અધ્યયન આદિ કોઈ વિભાગ નથી, સીધા સૂત્રો અને ગાથાઓ જ છે. માત્ર છેલ્લે ‘જોગનંદી' અને અનુજ્ઞાનંદી' એવા બે પરિશિષ્ટ છે. આગમનો મુખ્ય વિષય: નંદીસૂત્ર' આગમનો મુખ્ય વિષય જ્ઞાન છે. ચરણકરણાનુયોગમાં તેનો સમાવેશ કરવો ઉચિત લાગે છે. આગમમાં આરંભે ભગવંતની, સંઘની, ૨૪ તીર્થંકરોની, ગણધરોની, શાસનની અને થવીરોની વંદના કરી છે. પછી શ્રોતાજન અને પર્ષદાના ભેદ, સ્વરૂપ અને પ્રકારો દર્શાવ્યા છે. ત્યાર પછી મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનની અતિ વિસ્તૃત ચર્ચા કરી છે. જેમાં ‘આચાર” “સૂત્રકૃત’ આદિ દ્વાદશાંગીનું સ્વરૂપ ખૂબ જ સુંદર રીતે, વિસ્તારથી અને મુદ્દાસર બતાવેલું છે. સૂત્રના અંતે પરિશિષ્ટ રૂપે અનુજ્ઞાનંદી અને જોગનંદી કહેલા છે. આ સૂત્રની રચના દેવવાચક્મણિએ કરી છે. ચૌદ પૂર્વમાંના જ્ઞાનપ્રવાદ પૂર્વમાંથી તેનું ઉદ્ધરણ કર્યું હોવાનું સંભળાય છે. વર્તમાનકાલ આચાર્ય, ઉપાધ્યાય, ગણિ આદિ પદવીઓમાં સમગ્ર નંદીસૂત્ર પઠનનો અને અનુજ્ઞા આદિ ક્રિયામાં સંક્ષિપ્ત “નંદી' પઠનની પરંપરા પ્રવર્તે છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૭૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [44] [93]. Page #94 -------------------------------------------------------------------------- ________________ 'આગમ સંક્ષિપ્ત પરિચય [૪૫] अनुयोगदार [अनुयोगद्वार] आगम-सूत्र ४५ यंत्र-४५] चूलिका-सूत्र ०२ _So 0 0 ની છે પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાને બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [94]. Page #95 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स अनुयोगदार [अनुयोगद्वार] आगमसूत्र ४५ आगम प्रकार 'चूलिकासूत्र' क्रम- ०२ । આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૧૫ર છે, ગાથાઓ ૧૪૧ છે. એ રીતે આગમમાં સૂત્રોનું પ્રમાણ કંઈક વધુ છે, તેની તુલનાએ ગાથા ૯૩% જેટલા પ્રમાણમાં તો જોવા મળે જ છે. આગમનો વિભાગ: અનુયોગદ્વાર’ આગમમાં કોઈ અધ્યયન-આદિ વિભાગો નથી, અહી સીધા જ ૩૫૦ સૂત્રો અને ગાથાઓનો સમૂહ રહેલો છે. આગમનો મુખ્ય વિષય: “અનુયોગદ્વાર સૂત્રનો મુખ્ય વિષય “આગમ સૂત્રો’ને નય, નિક્ષેપ, ઉપક્રમ આદિ વડે સાંગોપાંગ સમજવાની ચાવી પ્રદાન કરવાનો છે. આરંભે પાંચે જ્ઞાનનો નામોલ્લેખ કર્યો છે, પછી શ્રુતજ્ઞાનના ઉદ્દેશ-સમુશ-અનુજ્ઞાના વિધાનથી યોગોદ્વહનની પ્રક્રિયા બતાવી છે. પછી નિક્ષેપા, નયો, ઉપક્રમ, આનુપૂર્વી વગેરેની સમજ સાથે વિશિષ્ટ ચર્ચા કરી છે. ત્યાર પછી ‘નામ'ના દશ ભેદો, તન્મથે ઔદયિકાદિ ભાવોનું સ્વરૂપ, સાતે સ્વરોની સમજ, વચન-વિભક્તિ, નવ રસ વગેરેની લાંબી વક્તવ્યતા છે. દ્વવ આદિ સમાસોનું વર્ણન છે. પરમાણુ સ્વરૂપ, જીવની અવગાહના, કાળપ્રમાણ, જીવોની સ્થિતિ, શરીરના ભેદો વગરે અનેક વિષયો છે. આગમના અર્થનો સાંગોપાંગ પાર પામવા ઈચ્છતા અને પાંડિત્યપૂર્ણ શાસ્ત્રાભ્યાસ કરવા-કરાવવા માટે “અનુયોગદ્વારનો અભ્યાસ અનિવાર્ય છે. કેટલાંકના મતે આની રચના વિક્રમની બીજી શતાબ્દીમાં થઈ છે તેના રચયિતા આર્યરક્ષિતસૂરિ મનાય છે. આગમનું શ્લોક પ્રમાણ:વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૧૫૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. | ૪૫ આગમ-પરિચય-શ્રેણી 45] [95]. Page #96 -------------------------------------------------------------------------- ________________ 'મુનિ દીપરત્નસાગરજી સંકલિત | 45 આગમ સંક્ષિપ્ત પરિચય સમાપ્ત [96]