SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ नमो नमो निम्मलदसणस्स વડસરળ વિતુ:શ૨] आगम प्रकार 'पईण्गणसूत्र' आगमसूत्र २४ क्रम- ०१ । આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર છે જ નહિ, ગાથાઓ ૬૩ છે. એ રીતે આ આગમમાં માત્ર પદ્ય વિભાગ જ છે, ગદ્ય એટલે કે સૂત્ર વિભાગનું અસ્તિત્વ જ નથી. આગમનો વિભાગ: ચતુ:શરણ’ પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. સીધી ૬૩ ગાથાઓ જ છે. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતા કહી શકાય એવા આ “ચતુદશરણ' આગમના ફક્ત નામનો જ વિચાર કરીએ તો તેમાં ચાર શરણા’નો વિષય હશે તેવું લાગે, પણ સૂત્રકારે કરેલી પ્રતિજ્ઞા મુજબ અહી ત્રણ મુખ્ય વિષયો કહ્યાં છે- (૧) ચાર શરણાનો સ્વીકાર કરવો, (૨) દુષ્કૃત ગહ કરવી, (૩) સુકૃત અનુમોદના કરવી. વિરભદ્રગણિ રચિત આ આગમના આ ત્રણે વિષયોને વારંવાર ચિંતવવાના છે, જ્યારે મન શાંત હોય ત્યારે ત્રિકાળ આ ત્રણેનું ચિંતન કરવું અને મન સંક્લિષ્ટ પરિણામવાળું થયું હોય ત્યારે તો આ ત્રણેનું રટણ વારંવાર કરવું. આ આખા આગમને નજર સામે રાખીશું તો ઉક્ત ત્રણ વિષય ઉપરાંત સામાયિક આદિ છે આવશ્યકોની વ્યાખ્યા અને ૧૪ સ્વપ્નોના નામો પણ જોવા મળે છે. આ આગમનું બીજું નામ કુશલાનુબંધી અધ્યયન’ પણ છે. આગમનું શ્લોક પ્રમાણ:| વર્તમાનકાળે આ આગમના ૬૩ શ્લોક વિદ્યમાન છે. (એ જ સ્પષ્ટ પ્રમાણ છે). ૪૫ આગમ-પરિચય-શ્રેણી [24] [53].
SR No.035100
Book TitleAagam Sankshipta Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_related_other_literature
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy