________________
नमो नमो निम्मलदसणस्स
ठाण [स्थान 'आगम प्रकार 'अंगसूत्र'
आगमसूत्र ०३
क्रम- ०३ ।
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૭૮૩ છે, ગાથા ૧૬૯ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૨૨% જેટલા પ્રમાણમાં જોવા મળે છે.
આગમનો વિભાગ:
સ્થાન’ આગમમાં એક શ્રુતસ્કંધ છે. જેમાં ૧૦ અધ્યયનો છે. આ અધ્યયનને “સ્થાન’ એવા પારિભાષિક નામથી ઓળખાવવામાં આવેલ છે. જેમ કે “સ્થાન'-૧. આ આગમના સ્થાન ૨ થી ૫ માં પેટા વિભાગરૂપ ઉદેશાઓ પણ છે.
આગમનો મુખ્ય વિષય:
દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ “સ્થાન’ આગમમાં કોઈ એક જ વિષય નથી પણ અનેક વિષયોની માહિતીનો સંગ્રહ છે. આ માહિતીને ૧ થી ૧૦ સુધીના અંકોમાં વિભાજીત કરેલી છે. જેમ કે “આત્મા એક છે ત્યાંથી આરંભીને “જીવોને ૧૦ સ્થાનોમાં કર્મોની નિર્જરા થાય’ ત્યાં સુધી પદાર્થોનું એક થી દશ ભેદે નિરૂપણ કરાયેલું છે. એક થી દશ સુધીની અંકશૈલીથી અનેકવિધ પદાર્થોની બનેલી યાદિમાં જીવાદિ નવ તત્વો, અસ્તીકાય, જીવની ગતિ-આગતી, શબ્દાદિ વિષયો, સમ્યત્વે આદિ ક્રિયાઓ, સમય-કાળ, દર્શન-જ્ઞાન-સંયમના ભેદો, નૈરયિક આદિ જીવોના ભેદો, આચારના ભેદો, પર્વતો-વર્ષક્ષેત્રો-કર્મભૂમિ-કૂટો-દ્રહો આદિ ભૌગોલિક વિષયો, ગ્રહ-નક્ષત્રાદિ જ્યોતિષ્ક, કર્મ, વર્ણ, બોધિ, આરાધના, કષાય, પરિચારણા, મૈથુન, યોગ, ધ્યાન, વિકથા, લોક, પ્રવૃજ્યા, સમુદ્ધાત, અંતક્રીયા વગેરે વગેરે અનેક વિષયો આ આગમમાં છે.
આગમનું શ્લોક પ્રમાણ:વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૩૭૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
(૪૫ આગમ-પરિચય-શ્રેણી [3]
[11]