________________
नमो नमो निम्मलदसणस्स मरणसमाहि मरणसमाधि] आगमसूत्र ३३ आगम प्रकार 'पईण्गणसूत्र' क्रम- १० ।
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૬૬૩ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી.
આગમનો વિભાગ:
મરણસમાધિ' પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધી ૬૬૩ ગાથાઓ જ છે
આગમનો મુખ્ય વિષય:
ચરણકરણાનુયોગની મુખ્યતાવાળા આ “મરણસમાધિ' આગમ કે જેનું અપરનામ મરણવિભક્તિ’ પણ છે, તેમાં ‘અંતસમયની આરાધના થકી “સમાધિમરણ'ની પ્રાપ્તિ કઈ રીતે થાય? અર્થાત્ અંત સમયે કરવા લાયક આરાધનાઓનું સવિસ્તર વર્ણન, તે આ આગમનો મુખ્ય વિષય છે. વિશેષ એ કે મૃત્યુ સંબંધી ઘણાં ઘણાં વિષયો અહીં સમાવાયા છે. બાળમરણનું ત્યજવાપણું અને પંડિતમરણનું આદરવાપણું, જ્ઞાનની મહત્તા, આલોચનાની વિધિ, આલોચનાનું સ્વરૂપ, સમાધિ મરણ કે અંતિમ આરાધના વિષયક પ્રેરણાદાયી અનેક દૃષ્ટાંતો, અનિત્યાદિ ભાવના, મોક્ષનું સુંદર સ્વરૂપ વગેરે અનેક વિષયો સંગ્રહિત થયેલા છે. મરણસમાધિ આગમમાં જાણે બે-ત્રણ આગમાં સમાવાઈ ગયા હોય તેવું સ્પષ્ટ પ્રતીત થાય છે. આ આગમના રચયિતાને અભિપ્રેત નામ “મરણવિધિસંગ્રહી હોય તેવું પણ લાગે છે કેમકે તેઓ પ્રથમ ગાથામાં જ એમ કહે છે કે હું મરણવિધિસંગ્રહ કહીશ.
આગમનું શ્લોક પ્રમાણ:
અહી સ્પષ્ટ ૬૬૩ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૬૬૩ શ્લોકપ્રમાણ આ આગમ છે.
' ૪૫ આગમ-પરિચય-શ્રેણી [33].
[71]