________________
नमो नमो निम्मलदंसणस्स
अनुत्तरोववाइयदसा [ अनुत्तरोपपातिकदशा]
आगमसूत्र ०९
आगम प्रकार ‘अंगसूत्र'
क्रम- ०९
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૬ છે, ગાથા ૨ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ત્રીજા ભાગે જોવા મળે છે.
આગમનો વિભાગ:
‘અનુત્તરોપપાતિક દશા’ આગમમાં એક શ્રુતસ્કંધ છે. જેમાં ત્રણ વર્ગો છે. આ વર્ગોમાં પેટા વિભાગરૂપે અનુક્રમે ૧૦, ૧૩, ૧૦ એ પ્રમાણે કુલ ૩૩ અધ્યયનો છે.
આગમનો મુખ્ય વિષય:
‘અનુત્તરોપપાતિક દશા’ સૂત્રનો મુખ્ય વિષય ‘ધર્મકથાનુયોગ' તો છે જ, વિશેષ એ કે આ આગમમાં અનુત્તવિમાનમાં ઉત્પન્ન થનારા ૩૩ સાધુ મહાત્માઓની કથા છે. તે સાથે નગર, ઉદ્યાન, ચૈત્ય આદિનું વર્ણન છે. તે સાધુ મહાત્માઓના તપ, દીક્ષા, ભિક્ષુ પ્રતિમા, સંથારો-સંલેખના અને પરંપરાએ મોક્ષ-પ્રાપ્તિ સુધીનું કથન પણ છે. ત્રીજા વર્ગમાં પોતાના ચૌદ હજાર શિષ્યના પરિવારમાં મહાદુષ્કરકારક રૂપે ભગવાન મહાવીરે શ્રેણિક આદિની પર્ષદા સમક્ષ પ્રશંસા કરી તે છટ્ઠને પારણે છટ્ઠ અને પારણે આયંબિલ કરનાર.ધન્ના કાકંદી નામે ઓળખાતા ધન્ય અણગારનું પ્રભાવક ચરિત્ર છે. શ્રેણિક રાજાની ધારિણી રાણીના જાલિ વગેરે સાત પુત્રો અને ચેલ્લણા રાણીના વેહલ્લ અને વેહાસ નામના બે પુત્રો તથા શ્રેણિકરાજાની રાણી નંદાના સુપુત્ર બુદ્ધિનિધાન અભયકુમારના જીવન ચરિત્રો અને તેમના ચારિત્રની નિર્મલ આરાધનાનું વર્ણન છે.
આગમનું શ્લોક પ્રમાણ:
વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૯૨ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [9]
[23]