________________
नमो नमो निम्मलदंसणस्स जंबूद्दीवपन्नत्ति [जम्बूद्वीपप्रज्ञप्ति] आगमसूत्र १८ आगम प्रकार 'उवंगसूत्र' क्रम- ०७
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૧૭૮ છે, ગાથા ૧૩૧ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ કંઈક વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૭૪% જેટલા પ્રમાણમાં જોવા મળે છે.
આગમનો વિભાગ:
‘જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ’ આગમમાં અધ્યયનરૂપ સાત વિભાગો છે, જેને વક્ષસ્કાર કહે છે. આ આગમમાં કોઈ પેટા ઉદ્દેશા આદિ રૂપ વિભાગ નથી.
આગમનો મુખ્ય વિષય:
‘જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ’ આગમમાં “ગણિતાનુયોગ’ની વિશેષતા કહેવાય છે, પણ આ આગમમાં ‘કુલકર’ વક્તવ્યતા, ભગવંત ઋષભ કથા, ભરત ચક્રવર્તી કથા, અરિહંતના જન્મ-કલ્યાણકનું વિસ્તૃત વર્ણન આદિ દ્વારા “કથાનુયોગની પ્રચૂરતા પણ છે જ. આ આગમમાં નામ પ્રમાણે જમ્બુદ્વીપ વક્તવ્યતા છે જ. જમ્બુદ્વીપ, તેની લંબાઈપહોળાઈ-પરિધિ, ફરતી જગતી, દ્વારો, ભરત આદિ સાત ક્ષેત્રો, વૈતાઢ્ય આદિ પર્વતો, સિદ્ધાયતનો, કાળનું સ્વરૂપ, છ આરા અર્થાત્ સમયચક્ર, ચક્રવર્તી વડે છ ખંડ સાધના, ૧૪ રત્નો, ૯ નિધિ, દ્રહો, નદીઓ, કૂટો વગેરેનું વર્ણન તથા સૂર્ય-ચંદ્ર મંડલ, ગ્રહ-નક્ષત્ર-તારા આદિ અનેક વિષયો અહી છે. આ સૂત્રમાં વક્ષસ્કાર-૨માં સમય-કાળને માટે તથા લંબાઈના માપ માટે આપેલ ગણિત અદ્ભુત છે, વર્તમાનકાળે પણ ઘણું જ નાવિન્યપૂર્ણ જણાય છે. ૧૦ કલ્પવૃક્ષોનું અને યુગલિક-યુગલિનીનું અને ચક્રવર્તીની ઋદ્ધિનું પણ સુંદર વર્ણન અહીં છે.
આગમનું શ્લોક પ્રમાણ:
વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૪૪૫૪ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
' ૪૫ આગમ-પરિચય-શ્રેણી [18].
[41]