________________
नमो नमो निम्मलदसणस्स समवाय [समवाय]
आगम प्रकार 'अंगसूत्र'
आगमसूत्र ०४
મ- ૦૪.
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૧૬૦ છે, ગાથા ૯૩ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ કંઈક વિશેષ છે, ગાથા તેના ૫૮% જેટલા પ્રમાણમાં જોવા મળે છે.
આગમનો વિભાગ:
સમવાય’ આગમમાં એક શ્રુતસ્કંધ છે. જેમાં ૧૦૧ મુખ્ય વિભાગો છે, જેને “સમવાય' કહેવાય છે. સમવાય ૧ થી સમવાય ૧૦૦ સુધી ૧૦૦ (અધ્યયન) છે. ૧૦૧ને પ્રકીર્ણ સમવાય કહે છે, જેમાં ૧૫૦,૨૦૦, ૨૫૦,એ પ્રમાણે કોડાકોડી સમવાયનું વર્ણન છે.
આગમનો મુખ્ય વિષય:
દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ “સમવાય’ આગમમાં કોઈ એક જ વિષય નથી પણ સ્થાન’ આગમની જેમ અનેક વિષયોની માહિતીનો સંગ્રહ છે. તેની સંપૂર્ણ રજુઆત સ્થાન’ આગમની ‘સ્ટાઈલથી જ છે. પણ અહીં માહિતી વિભાજન ૧ થી આરંભીને કોડાકોડી સાગરોપમ સુધી છે. અહી પણ સૂત્રનો આરંભ “આત્મા એક છે' થી આરંભીને તીર્થંકર આદિ ઉત્તમ પુરુષોના નામ પર્યત “સમવાય’ ચાલે છે. અહીં ‘સ્થાનાંગ’ સૂત્ર જેવા જ અનેકવિધ વિષયો સંગ્રહિત છે, તેમાં વિશેષ ધ્યાનાકર્ષક છે. બારે અંગોનું મૂળ સ્વરૂપ, આ ચોવીસીના ૨૪ તીર્થંકરો વિશે અનેકવિધ માહિતી, વર્તમાન અને ભાવિ તીર્થંકરો તથા ચક્રવર્તી આદિના નામ-નગરી-માતા-પિતા આદિ માહિતી, નારકી થી વૈમાનિક સુધીના જીવો વિષે પ્રચૂર વિગતો, ઘણી ઘણી ભૌગોલિક માહિતીઓ, સામાચારી-દશ સ્વપ્નો-અષ્ટાંગ નિમિત્ત વગેરે વગેરે....
આગમનું શ્લોક પ્રમાણ:વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૬૬૭ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
'૪૫ આગમ-પરિચય-શ્રેણી [4] .
[13].