________________
आगमसूत्र ०१
नमो नमो निम्मलदंसणस्स
માયાર/માવાર [કાવાર]
आगम प्रकार ‘अंगसूत्र'
મ- ૦૬
આગમનું સ્વરૂપ:
આ આગમમાં ૪૦૨ સૂત્રો અને ૧૪૭ ગાથાઓ છે, એ રીતે બહુલતાએ આ આગમ સૂત્રયુક્ત છે, અને ગાથાઓનું પ્રમાણ આશરે ત્રીજા ભાગે છે.
આગમનો વિભાગ:
‘આચાર આગમમાં બે શ્રુતસ્કંધ છે. જેમાં પહેલા બ્રહ્મચર્ય નામક શ્રુતસ્કંધમાં ૯ અધ્યયનો છે.(જેમાં ૭ મું ‘મહાપરિજ્ઞા’ અધ્યયન હાલ વિચ્છેદ પામેલ છે) બીજા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયનો છે. આ અધ્યયનોમાં પેટા વિભાગરૂપે ઉદ્દેશાઓ પણ છે.
આગમનો મુખ્ય વિષય:
ચરણકરણાનુયોગની મુખ્યતાવાળા આ ‘આચાર’ શાસ્ત્રનો મુખ્ય વિષય સાધુ-સાધ્વીના આચારની સૂક્ષ્મ ચર્ચા છે. પરંતુ આ શાસ્ત્રમાં અનેક વિષયો આવરી લેવાયા છે, પ્રથમ અધ્યયનમાં અહિંસાના જાણપણાથી છેલ્લા અધ્યયનમાં મોક્ષ સુધી ચરણ અને કરણ ધર્મો સંબંધી વિષયોનું વર્ણન છે.
સાધુ સાધ્વીઓને છકાયના જીવો પ્રત્યેની શ્રદ્ધા અને તદનુસાર આચરણ કરવા માટે, શબ્દાદિ મૂળ વિષયોને સંસારના કારણરૂપ જાણવા, અજ્ઞાનીને ઉપદેશની આવશ્યકતા બતાવવા, કર્મ નિવારણના ઉપાયાદિ જણાવવા આ આગમ અતિ ઉપયોગી છે. આ સૂત્રમાં વસ્ત્ર-પાન-ગોચરી વિધિ, શયન-ગમનાગમન-ભાષા-અવગ્રહ-સ્થાનભાવના વગેરે સાધુ જીવનની ઉપયોગી બાબતોની પણ વિસ્તૃત ચર્ચા થયેલી છે.
આગમનું શ્લોક પ્રમાણ:
વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૨૫૫૪ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [1]
[7]