________________
। नमो नमो निम्मलदसणस्स तंदुलवेयालिय [तन्दुलवैचारिक] आगमसूत्र २८ आगम प्रकार 'पईण्गणसूत्र'
ન- ૦૬.
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૨૦ છે, ગાથા ૧૩૯ છે. એ રીતે આ આગમમાં ગાથાનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ સૂત્રો માત્ર ૧૪% જેટલા પ્રમાણમાં જ જોવા મળે છે.
આગમનો વિભાગ:
‘તંદુલવૈચારિક પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધા ૨૦ સૂત્રો અને ૧૩૯ ગાથાઓ જ છે.
આગમનો મુખ્ય વિષય:
‘તંદુલવૈચારિક' પ્રકીર્ણક આગમમાં દ્રવ્યાનુયોગનુ પ્રમાણ સવિશેષ જણાય છે, અહીં વૈરાગ્યની વાણી છે, શરીરવિજ્ઞાન સંબંધી અભૂત વાતો પણ છે અને તંદુલ એટલે ચોખાની ઉપમાથી આરંભીને અનેક માહિતીનો ખજાનો આ આગમમાં ભર્યો છે.. મનુષ્યના આયુને ૧૦૦ વર્ષનું કલ્પીને ગર્ભાવાસ પછી ૧૦ દશા બતાવેલ છે. પછી ગર્ભકાળ, શ્વાસોચ્છવાસકાળ કહીને, સૂત્રકારે સમગ્ર શરીરની રચના કહી છે. ગર્ભસ્થ જીવનો આહાર, ગર્ભસ્થ જીવની નરક કે દેવલોકે ઉત્પત્તિના કારણો બતાવ્યા છે સાથે સાથે રજ અને વીર્યના સંયોગના પરિણમન પછી ૧૦-૧૦ વર્ષની અવસ્થાઓ તેમજ અશુચિ ભાવનાનું અહી વર્ણન કરેલું છે.
સ્ત્રી ના નારી, મહિલા વગેરે અનેક પર્યાય નામો અને તે નામની વ્યુત્પત્તિ વડે સ્ત્રીનો મોહ કે રાગ દૂર કરવાનો સુંદર ઉપદેશ અહીં જોવા મળે છે.
આગમનું શ્લોક પ્રમાણ:
આ આગમના સૂત્રક્રમ મુજબ સૂત્રગાથા ૧૬૧ છે, તે આશરે ૫૦૦ શ્લોકપ્રમાણ ગણાવાય છે. પરંતુ આ આગમનું કદ થોડું નાનું જ હોવું જોઈએ.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [28]..
[61]