SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ नमो नमो निम्मलदंसणस्स भत्तपरिण्णा [भक्तपरिज्ञा] 'आगमसूत्र २७ आगम प्रकार 'पईण्गणसूत्र' મ- ૦૪. આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૧૭૨ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી. આગમનો વિભાગ: ભક્તપરિજ્ઞા' પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધી ૧૭૨ ગાથાઓ જ છે. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતા કહી શકાય એવા આ “ભક્તપરિજ્ઞા' આગમનો મુખ્ય વિષય તો “અંતિમ આરાધના” અથવા “સમાધિ મરણ'ની પ્રાપ્તિ માટે ભોજનના પચ્ચકખાણ એટલે કે “આહાર ત્યાગની વિધિ બતાવે છે તથા ભક્ત પ્રત્યાખ્યાનના ફળ સ્વરૂપે પરંપરાએ મોક્ષ પ્રાપ્તિ સુધીનું ફળ બતાવેલ છે. મરણના ત્રણ ભેદમાં “ભક્તપરિજ્ઞા' મરણની વાત છે. તેમાં જાવજીવ આહારના પચ્ચકખાણ કરાવે, તે પૂર્વે ઉદરની શુદ્ધિ કરાવીને ઉદરાગ્નીને શાંત પાડે. સકલ સંઘ સહિત તે સાધુને કાયોત્સર્ગ કરાવે, પછી ગુરુ પાસેથી તે હિત-શિક્ષા પ્રાપ્ત કરે. ત્યાર પછી પાંચ મહાવ્રતમાં સ્થિર થાય, ખમત ખામણા કરાવે, સ્વયં વૈરાગ્યમય શુભભાવ ધારણ કરે. પરિણામે બારમા દેવલોથી રૈવેયક અથવા અનુત્તર વિમાન કે પછી મોક્ષ સુધીના સુખ પામે. આગમનું શ્લોક પ્રમાણ: અહી સ્પષ્ટ ૧૭૨ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૧૭૨ શ્લોકપ્રમાણ આ આગમ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [27] [59]
SR No.035100
Book TitleAagam Sankshipta Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_related_other_literature
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy