________________
नमो नमो निम्मलदंसणस्स
उवासगदसा [ उपासकदशा] आगम प्रकार ‘अंगसूत्र’'
आगमसूत्र ०७
H- ૦૭
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૫૮ છે, ગાથા ૧૩ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૨૨% જેટલા પ્રમાણમાં જોવા મળે છે.
આગમનો વિભાગ:
‘ઉપાસક દશા’ આગમમાં એક શ્રુતસ્કંધ છે. જેમાં ૧૦ અધ્યયનો છે. આ આગમમાં કોઈ પેટા વિભાગરૂપ ઉદ્દેશક આદિ કંઈ નથી. માત્ર ૧૦ અધ્યયનો ને અંતે સંગ્રહણીરૂપ ૧૪ ગાથાઓ રહેલી છે.
આગમનો મુખ્ય વિષય:
‘ઉપાસક દશા’ સૂત્રનો મુખ્ય વિષય “ધર્મકથાનુયોગ' તો કહી જ શકાય, પણ અહી દશે શ્રાવકોની કથા છે, જેમાં તેઓની ઋદ્ધિનું વર્ણન છે, પછી તેઓનું આરાધકપણું અને તેઓએ કરેલા વિશિષ્ટ અભિગ્રહોનું કથન છે, આરાધના દરમ્યાન તેમાંથી ૭ શ્રાવકોને દેશવિરતિ ધર્મથી ચલિત કરવા દેવતાએ કરેલ ઉપસર્ગોનું વર્ણન છે.
સદ્દાલપુત્ર નામક એક શ્રાવક પહેલા ગોશાલાક-ધર્મ માનતા હતા પણ વીર ,પ્રભુના ઉપદેશથી પ્રતિબોધ પામ્યા હતા અને મહાશતક નામક શ્રાવકે પોતાની પત્નીને સત્ય પણ મર્મભેદી વચન કહેલ, તેણે ભગવંતની આજ્ઞાથી આલોચના કરી શુદ્ધિ પ્રાપ્ત કરેલી. દશે શ્રાવકોએ ગ્રહણ કરેલ અગિયારે શ્રાવક-પ્રતિમા, તેઓએ કરેલ અંતિમ સંલેખના તથા તેમના ભાવિ ભવ કથન અને મોક્ષગતિનું અહીં સચોટ વર્ણન છે
આગમનું શ્લોક પ્રમાણ:
વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૮૧૨ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [7]
[19]