________________
नमो नमो निम्मलदंसणस्स
नायाधम्मकहा [ज्ञाताधर्मकथा]
आगम प्रकार ‘अंगसूत्र’
आगमसूत्र ०६
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૧૬૫ છે, ગાથા ૫૭ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૩૪% જેટલા પ્રમાણમાં જોવા મળે છે.
મ ૦૬
આગમનો વિભાગ:
‘જ્ઞાતાધર્મકથા’ આગમમાં બે શ્રુતસ્કંધ છે. જેમાં પહેલા શ્રુતસ્કંધમાં ૧૯ અધ્યયનો છે અને બીજા શ્રુતસ્કંધમાં ૧૦ વર્ગો છે, આ વર્ગોના પેટા વિભાગરૂપે અધ્યયનો છે, ૧૦ વર્ગોના કુલ અધ્યયનો ની સંખ્યા ૨૩૫ છે.
આગમનો મુખ્ય વિષય:
ધર્મકથાનુયોગની મુખ્યતાવાળા ‘જ્ઞાતાધર્મકથા’ આગમમાં વિવિધ કથાઓના માધ્યમથી પહેલા ‘જ્ઞાત’ નામક શ્રુતસ્કંધમાં ભગવંતે કથાના નીચોડરૂપે સાધુ-સાધ્વીને બોધ આપેલો છે. બીજા ધર્મકથા' શ્રુતસ્કંધમાં ઇંદ્રાણીઓની કથાઓ, તેમના પૂર્વભવ, પૂર્વભવમાં તે રાણીઓએ સંયમમાં કરેલ ભૂલ આદિનું વર્ણન છે.
સુંદર અને વિસ્તૃત વર્ણન સાથે મેઘકુમાર, ભગવંત મલ્લિનાથ, શૈલકરાજર્ષિ, રોહિણી, ચિલાતીપુત્ર, માકંદીપુત્રો, તેતલીપુત્ર, દ્રૌપદી, નંદમણિયાર, પુંડરીક આદિ થાનકો છે, સુધર્માસ્વામી, જમ્બુસ્વામી, રાજા, રાણી, નગરી, વન, ગણિકા, દીક્ષાની અનુમતિના સંવાદ, વ્રતો, પ્રશ્નોત્તરો, વિવિધતપ વગેરે અનેકવિધ વર્ણનો અહીં છે.
તુંબડું, અશ્વજ્ઞાત, ઉદક, અંડક વગેરે રૂપક આધારિત દષ્ટાંતોપદેશ પણ છે.
આગમનું શ્લોક પ્રમાણ:
વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૫૪૬૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [6]
[17]
E