________________
नमो नमो निम्मलदसणस्स
विवागसूय [विपाकश्रुत] आगमसूत्र ११ आगम प्रकार 'अंगसूत्र'
રામ- ??.
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૩૪ છે, ગાથા ૩ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ અતિ વિશેષ છે, તેની તુલનાએ ગાથા માત્ર ૯% જેટલા પ્રમાણમાં જોવા મળે છે.
આગમનો વિભાગ:
‘વિપાકકૃત આગમમાં બે શ્રુતસ્કંધ છે. (૧) દુ:ખવિપાક (૨) સુખવિપાક બંને શ્રુતસ્કંધના ૧૦-૧૦ અધ્યયનો છે. આ અધ્યયનોના પેટા વિભાગરૂપ કોઈ ઉદ્દેશાદિ નથી.
આગમનો મુખ્ય વિષય:
ધર્મકથાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં વિપાક એટલે શુભ કે અશુભ કર્મોના ફળનું વર્ણન છે. અશુભ કર્મોના ફળરૂપ દુ:ખવિપાકી' ૧૦ અધ્યયનો ઘણાં વિસ્તારથી કહ્યાં છે, જેમાં હિંસા આદિ ભયંકર પાપોના ફળ સ્વરૂપ પીડા ભોગવનારની ૧૦ કથા છે, તો ઉત્તમ આરાધના વડે આ-ભવ પરભવમાં સુખ પામનારની ૧૦ કથા પણ છે. જો કે સુખવિપાકમાં એક માત્ર “સુબાહુકુમારની કથા જ વિસ્તારથી આપેલી છે, બાકી નવ કુમારોની કથામાં તો સામાન્ય પરિચય જ આપેલ છે. દુ:ખ અને સુખ-વિપાકી બંને સ્થાઓમાં એક વિશેષતા એ છે કે બધી જ કથામાં મુખ્ય પાત્રના પૂર્વભવોનું પણ કથન છે, તેને આધારે જીવને પૂર્વભવે બાંધેલ કેવા કર્મોનું કેવું ફળ આ ભવમાં મળે તેનું સચોટ દર્શન અહી થાય છે.મૃગાપુત્ર આદિ આઠ પુરુષો અને દેવદત્તા આદિ બે સ્ત્રી એમ ૧૦ કથા દુ:ખવિપાકમાં અને સુબાહુ આદિ ૧૦ પુરુષોની કથા સુખ વિપાકમાં કહેવાયેલ છે.
આગમનું શ્લોક પ્રમાણ:વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૨૫૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
' ૪૫ આગમ-પરિચય-શ્રેણી [11].
[27]