________________
|
|
Po
,
'યંત્રમાં રહેલ આગમ પુરુષનો પરિચય નંદીચૂણિ ગાથા- ૪૭ અનુસાર આગમ-પુરુષના ૧૨ અંગોની ગોઠવણ ૧ જમણો પગ આચારાંગ ૨ ડાબો પગ સૂત્રકૃતાંગ - 3 જમણો જાનુ સ્થાનાંગી ૪ ડાબો જનુ સમવાયાંગ ૫ જમણો સાથળ ભગવતી
૬ ડાબો સાથળ જ્ઞાતાધર્મકથાગ ૭. જમણો હાથ | ઉપાસકદશાંગ ૮. ડાબો હાથ ' અંતકૃશાંગ ૯ નાભિ અનુત્તરોપપાતિક ૧૦ વક્ષસ્થળ પ્રશ્નવ્યાકરણ ૧૧ ડોક પર વિપાક ૧૨ મસ્તક દૃષ્ટિવાદ 'યંત્રમાં રહેલ આગમપુરુષમાં લખેલ અંકોની વિસ્તૃત સમજ • આ પુસ્તિકામાં ૪૫ સ્થાને આગમપુરુષના ચિત્રવાળું દરેક આગમના નામનું એક યંત્ર બનાવેલ છે. • આ યંત્રમાં જમણા પગથી મસ્તક સુધી ૧ થી ૧૨ નો ક્રમ દર્શાવેલ છે. તે ઉપર મુજબ છે. • આ યંત્રમાં આગમ-પુરુષની જમણી બાજુએ ૧ થી ૧૨ નો ક્રમ દર્શાવેલ છે ત્યાં ઉપર જણાવેલા આચાર થી દૃષ્ટિવાદ સુધીના અંગસૂત્રોની નોંધ સમજવી. [*જો કે હાલ ૧૨મુ અંગ વિચ્છેદ છે.] • આ યંત્રમાં આગમ-પુરુષની ડાબી બાજુએ ૧૨ થી ૨૩ નો ક્રમ દર્શાવેલ છે, જે ઉપાંગસૂત્રનો ક્રમ છે, ત્યાં ઔપપાતિક થી વહિદશા સુધીના ઉપાંગસૂત્રોની નોંધ સમજવી. આ ઉપાંગસૂત્રોનો ક્રમ અમે અનુક્રમણિકામાં આપ્યા મુજબ જ જાણવો. [ અમે પૂ.સાગરાનંદસૂરિજીને જ અનુસર્યા છીએ.] ૦ આ યંત્રમાં આગમ-પુરુષના ચરણની ફરતું એક વર્તુળ છે, ત્યાં ક્રમ ૨૪ થી ૩૩ બતાવેલ છે. આ કમ પ્રકીર્ણક સૂત્રોનો છે, ત્યાં ચતુદશરણ થી મરણસમાધિ સુધીના પ્રકીર્ણકોની નોંધ સમજવી આ પ્રકીર્ણક સૂત્રોનો ક્રમ અમે અનુક્રમણિકામાં આપ્યા મુજબ જાણવો. ત્યાં એક વિકલ્પ પણ નોંધ્યો છે, • આ યંત્રમાં આગમ-પુરુષના મસ્તકની આસપાસ ક્રમ ૩૪ થી ૩૯ બતાવેલ છે. આ ક્રમ છેદ સૂત્રોનો છે, કેમ કે છેદસૂત્રો ૧૨મા અંગસૂત્રમાંથી ઉદ્ધરેલા છે ત્યાં નિશીથ થી મહાનિશીથ સુધીના છેદસૂત્રોની નોંધ સમજવી. આ છેદસૂત્રોનો ક્રમ અમે અનુક્રમણિકામાં આપ્યા મુજબ જ જાણવો. • આ યંત્રમાં આગમ-પુરુષના ચરણમાં ક્રમ ૪૦ થી ૪૩ બતાવેલ છે. આ ક્રમ મૂલસૂત્રોનો છે, કેમ કે મૂળ અર્થાત્ પગ મજબૂત હોય તો જ પુરુષ સ્થિર રહી શકે ત્યાં આવશ્યક થી ઉત્તરાધ્યયન સુધીના મૂલસૂત્રોની નોંધ સમજવી. આ મૂળસૂત્રોનો ક્રમ અમે અનુક્રમણિકામાં આપ્યા મુજબ જ જાણવો. ૦ આ યંત્રમાં આગમ-પુરુષના ચરણથી નીચે ૪૪, ૪૫ બતાવેલ છે. આ ક્રમ ચૂલિકાસૂત્રોનો છે, ત્યાં નંદી, અનુયોગદ્વાર ચૂલિકાસૂત્રોની નોંધ સમજવી. તેનો ક્રમ અનુક્રમણિકામાં મુજબ જાણવો.
[4]