________________
। नमो नमो निम्मलदसणस्स ।
पिंडनिज्जुत्ति [पिण्डनियुक्ति]
आगमसूत्र ४१
आगम प्रकार 'मूलसूत्र'
મ- ૦૨ -
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૭૧૩ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી
આગમનો વિભાગ:
‘પિંડનિર્યુક્તિ' આગમમાં અધ્યયન આદિ કોઈ વિભાગ કે પેટા વિભાગ નથી, અહી સીધી ૭૧૩ ગાથાઓ' જ છે,
આગમનો મુખ્ય વિષય:
‘પિંડનિર્યુક્તિ' આગમમાં સ્પષ્ટપણે ચરણકરણાનુયોગની મુખ્યતા છે, કેમ કે અહીં સાધુ સાધ્વીઓની ગૌચરી-શુદ્ધિ માટેના કથનો છે. સર્વ પ્રથમ પિંડ [આહાર-સમૂહ નું સ્વરૂપ તથા ભેદોને વર્ણવી અનુક્રમે આહારના ઉદ્ગમ, ઉત્પાદનો, એષણા, સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ અને કારણ દોષોની વક્તવ્યતા અહીં છે. [અહીં ‘પિંડ’ દોષોને સમજાવવા માટે નાના દૃષ્ટાંતો અપાયા હોવાથી ‘કથાનુયોગ’ પણ અહી જોવા મળે છે. નોંધ:- “પિંડનિર્યુક્તિ' આગમના વિકલ્પમાં ‘ઓઘનિર્યુક્તિ' આગમનું પણ કથન મળે જ છે, ૧૧૬૪ ગાથા પ્રમાણ ઓઘનિર્યુક્તિમાં “મંગલ' આદિ પછી પ્રતિલેખના, પિંડ, ઉપધિ, અનાયતન વર્જન, પ્રતિસેવના, આલોચના અને વિશુદ્ધિ દ્વારોનું વર્ણન કરેલ છે. આ આગમ પણ ચરણકરણાનુયોગની મુખ્યતા સહ સ્થાનુયોગથી યુક્ત છે. બંને નિર્યુક્તિ-(આગમ)ની રચના ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ કરેલી છે.
આગમનું શ્લોક પ્રમાણ:
અહી સ્પષ્ટ ૭૧૩ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૭૧૩ શ્લોકપ્રમાણ આ આગમ
' ૪૫ આગમ-પરિચય-શ્રેણી [41]
[87]