________________
नमो नमो निम्मलदंसणस्स
निरयावलिया [निरयावलिका]
आगम प्रकार ‘उवंगसूत्र'
आगमसूत्र १९
क्रम- ०८
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૨૦ છે, ગાથા છે જ નહી. એ રીતે આ આગમ માત્ર સૂત્રયુક્ત જ છે, આ આગમમાં પદ્ય એટલે કે ગાથા એકપણ નથી આગમનો વિભાગ:
‘નિરયાવલિકા’ સૂત્રને ‘ઉપાંગ’ના પહેલા વર્ગ તરીકે સૂત્રકારે ઓળખાવેલ છે, (જો કે આ આગમનો ઉલ્લેખ ‘નંદી અને પક્ખીસૂત્રમાં સ્વતંત્રપણે અંગબાહ્યસૂત્ર રૂપે કરેલો છે) આ આગમમાં ૧૦ અધ્યયનો છે, તેના કોઈ પેટા ઉદ્દેશા આદિ વિભાગો નથી.
આગમનો મુખ્ય વિષય:
‘નિરયાવલિકા’ સૂત્રનો મુખ્ય વિષય કથાનુયોગ છે. તેમાં નરકગતિને પામનાર કાલકુમાર આદિ ૧૦ કુમારોના કથાનક છે. અહીં પ્રરૂપેલ કથામાં ના દશે કુમારો શ્રેણિક રાજાની ‘કાલિ’ આદિ દશે રાણીઓના પુત્રો છે. તદ્ અંતર્ગત્ ‘કાલી’ રાણીનું મહાવીર પરમાત્મા પાસે ગમન અને ભગવદ્વચનની શ્રદ્ધાનું નિરૂપણ છે. અહીં શ્રેણિક રાજા, ચેલ્લણા રાણી, તેમના પુત્ર ‘કોણિક’નો જન્મ વગેરે કથા પણ છે.
તદ્ ઉપરાંત કોણિકના નિમિત્તે રાજા શ્રેણિકનું મૃત્યુ, સેચનક હાથીનું વર્ણન, તેના નિમિત્તે થયેલ ‘રથમુસલ' સંગ્રામની કથા પણ આ ‘નિરયાવલિકા' આગમમાં નિરુપાયેલ છે.
આ આગમ ને કપ્પિયા (કલ્પિતા) આગમ પણ કહે છે. આ આગમની વૃત્તિના રચિયતા શ્રી ચંદ્રસૂરિજી મહારાજે આ આગમને કોઈ અંગસૂત્રના ઉપાંગ રૂપે ઓળખાવેલ નથી.
આગમનું શ્લોક પ્રમાણ:
નિરયાવાલિકા આદિ પાંચે વર્ગોના સમૂહરૂપ આગમ ૧૯ થી ૨૩ નું શ્લોક પ્રમાણ આશરે ૧૧૫૦ શ્લોક છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [19]
[43]