________________
आगमसूत्र ०८
नमो नमो निम्मलदंसणस्स
अंतगडदसा [अंतकृद्दशा]
आगम प्रकार ‘अंगसूत्र’
क्रम- ०८
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૨૭ છે, ગાથા ૧૨ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ કંઈક વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૪૪% જેટલા પ્રમાણમાં જોવા મળે છે.
આગમનો વિભાગ:
‘અંતકૃત્ દશા’ આગમમાં એક શ્રુતસ્કંધ છે. જેમાં આઠ વર્ગો છે. આ આઠે વર્ગોના પેટા વિભાગરૂપે અનુક્રમે ૧૦, ૮, ૧૩, ૧૦, ૧૦, ૧૬, ૧૩, ૧૦ અધ્યયનો છે,
આગમનો મુખ્ય વિષય:
‘અંતકૃત્ દશા’ સૂત્રનો મુખ્ય વિષય ‘ધર્મકથાનુયોગ’ તો કહી જ શકાય,પણ સાથે-સાથે અહીં અંતકૃત્ કેવલી થનારા ૯૦ પાત્રોનો પરીચય પણ છે.
અંતકૃત્ એટલે છદ્મસ્થ આવરક કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્તિ થયા પછી અંતર્મુહુર્તમાં ભવોપાહી કર્મો ખપાવી મોક્ષ પામનાર આત્માઓ. અર્થાત્ કેવલજ્ઞાન પામીને તરત જ આયુષ્ય પૂર્ણ કરી સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ થનારા આત્માઓ. અહી નગર, ઉદ્યાન, ચૈત્ય આદિનું વર્ણન પણ છે, સાથે સાથે અંતકૃત્ આત્માના તપ, પ્રતિમાગ્રહણ, સંથારો, સંલેખના આદિનું પણ સુંદર વર્ણન છે.
અહીં ગજસુકુમાલ, અર્જુનમાળી અને અઈમુત્તામુનિનું કથાનક વિસ્તારથી તથા કૃષ્ણ અને શ્રેણિકરાજા ની રાણીઓ, ગૌતમ આદિ કુમારોની નાની-નાની કથાઓ પણ છે આવતી ચોવીસીમાં કૃષ્ણ મહારાજાના તીર્થંકર થવાનું કથન પણ અહીં છે
આગમનું શ્લોક પ્રમાણ:
વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને આશરે ૬૫૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [8]
[21]