Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 91
________________ नमो नमो निम्मलदंसणस्स उत्तरज्झयण [उत्तराध्ययन] आगम प्रकार ‘अंगसूत्र' आगमसूत्र ४३ क्रम- ०४ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો માત્ર ૮૮ છે, ગાથા ૧૬૪૦ છે. એ રીતે આગમમાં ગાથાનું પ્રમાણ ઘણું જ વધુ છે, તેની તુલનાએ સૂત્રો માત્ર ૫% પ્રમાણમાં જ જોવા મળે છે. આગમનો વિભાગ: ‘ઉત્તરાધ્યયન’ [સૂત્ર] આગમના ૩૬ અધ્યયનો છે તેથી આ સૂત્રના ૩૬ વિભાગો કહી શકાય, આ સિવાય તેના કોઈ પેટા વિભાગરૂપ ઉદ્દેશા આદિ નથી. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગ અને કથાનુયોગ એ બંને અનુયોગ તો સ્પષ્ટપણે ઉત્તરાધ્યયન સૂત્રમાં નજરે પડે જ છે, ત્રણ અધ્યયનોમાં દ્રવ્યાનુયોગ પણ જોવા મળે જ છે. આ આગમના વિષયોમાં કથાઓ, વૈરાગ્યોપદેશ, આચારશિક્ષાદિ અનેક વિષયો છે. અધ્યયન- ૭, ૮, ૯, ૧૨, ૧૩, ૧૪, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૩, ૨૫ અને ૨૭ એ બધાં અધ્યયનો કથા કે દૃષ્ટાંત આધારીત છે.અધ્યયન- ૩૩,૩૪,૩૬ ત્રણે દ્રવ્યાનુયોગ સ્વરૂપ છે. અધ્યયન- ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૧૦ અને ૧૧ ઉપદેશ કે હિતશિક્ષા કે બોધ સ્વરૂપ છે. અધ્યયન- ૧૫, ૧૬, ૧૭, ૨૪, અને ૨૬ એ સાધુ આચાર સંબંધી વિધિના નિર્દેશક છે. અધ્યયન- ૨૮ અને ૩૦અનુક્રમે મોક્ષ અને તપના માર્ગની ગતિ દેખાડે છે. જ્યારે અધ્યયન ૨૯ તો માહિતીનો ખજાનો છે. તેમાં ૭૨ પ્રશ્નો અને તેના ૭૨ ઉત્તરો પોતે જ એક સ્વતંત્ર વ્યાખ્યાન ગ્રંથ સમાન છે જ ‘ઉત્તરાધ્યયન’ આગમ પર નિયુક્તિ, ચૂર્ણિ તથા અનેક વૃત્તિઓ પ્રાપ્ત થાય છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને અંદાજે ૨૦૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [43] [91]

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96