Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 89
________________ नमो नमो निम्मलदसणस्स दसवेयालिय [दशवैकालिक] आगमसूत्र ४२ आगम प्रकार 'मूलसूत्र' મ- ૦૩ . આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો માત્ર ૨૧ છે, ગાથા ૫૧૫ છે. એ રીતે આગમમાં ગાથાનું પ્રમાણ ઘણું જ વધુ છે, તેની તુલનાએ સૂત્રો માત્ર ૪% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: ‘દશવૈકાલિક' આગમમાં ૧૦ અધ્યયનો અને ૨ ચૂલિકાઓ છે. તેમાં અધ્યયન-૫ અને અધ્યયન-૯ માં ઉદ્દેશારૂપ પેટા વિભાગો પણ છે. આગમનો મુખ્ય વિષય: દશવૈકાલિક આગમનો મુખ્ય વિષય ચરણકરણાનુયોગ જ કહેવાય, કેમ કે અહીં સાધુની ચર્યા તથા વૈરાગ્યોપદેશ મુખ્ય છે. અધ્યયન-૧માં ભિક્ષાચર્યા પદ્ધત્તિથી સાધુનું સ્વરૂપ બતાવ્યું. અધ્યયન-૨માં કામભોગ-નિવૃત્તિનો ઉપદેશ છે. સાધુને અનાચરણીય શું છે? તેનો નિર્દેશ અધ્યયન-૩માં છે. અધ્યયન-૪માં છ જવનિકાયની હિંસાથી અટકવું પાંચ મહાવ્રત અને છઠા વ્રતનું સ્વરૂપ તથા હિતશિક્ષા છે. અધ્યયન-૫ માં આહાર કઈ રીતે લાવવો તેની વિધિ છે. અધ્યયન-૬ માં સાધુના આચાર અને પાંચ વ્રત આદિની સમજ છે. અધ્યયન-૭ માં ભાષા શુદ્ધિ, અધ્યયન-૮ માં મુનિના આચારની શિક્ષા, અધ્યયન-૯ માં વિનયની શિક્ષા, અધ્યયન-૧૦ માં ભિક્ષુ સિાધુનું સ્વરૂપ છે. ચૂલિકા-૧ માં સંયમમાં અરતિ ઉપજે તો તેનું નિવારણ છે અને ચૂલિકા-૨ માં આહાર, વિહાર કે સંયમ-ચર્યા કઈ રીતે કરવી તેનું માર્ગદર્શન પૂરું પાડે છે. આ સૂત્રની રચના ચૌદ પૂર્વધર શ્રી શય્યભવસૂરિજીએ કરેલી છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૮૩૫ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. (૪૫ આગમ-પરિચય-શ્રેણી 42] [89]

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96