________________
_ नमो नमो निम्मलदसणस्स आवस्सय [आवश्यक]
आगम प्रकार 'मूलसूत्र'
आगमसूत्र ४०
મ- ૦૬.
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો પ૦ છે, ગાથા ૨૧ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૪૨% પ્રમાણમાં જોવા મળે છે.
આગમનો વિભાગ:
આવશ્યક મૂલસૂત્ર આગમમાં સ્પષ્ટ ૬ વિભાગ છે. કેમ કે તેના છ અધ્યયનો છે.તેના કોઈ પેટા વિભાગ કે ઉદ્દેશા-આદિ નથી.
આગમનો મુખ્ય વિષય:
ચરણકરણાનુયોગની મુખ્યતાવાળા આ “આવશ્યક’ આગમમાં છ અધ્યયનોમાં છ વિષય આવરી લેવાયા છે. (૧) સામાયિક, (૨) ચોવીશ જિનની સ્તુતિ, (૩) વંદના[વાંદરા], (૪) પ્રતિક્રમણ [સાધુ-સાધ્વીની સમગ્ર દિનચર્યા કે રાત્રિચર્યા આદિમાં લાગેલા દોષોની શુદ્ધિ અર્થે વિધાન], (૫) કાયોત્સર્ગ, (૬) પ્રત્યાખ્યાન- જેમાં ૧૨ વ્રતના પચ્ચકખાણ અને દિવસ સંબંધી પચ્ચકખાણોના સૂત્રો અપાયેલા છે. સંયમ જીવનનું પાલન અને સુરક્ષા, દીક્ષાના આરંભથી જ અતિ ઉપયોગી હોવાથી આ સૂત્રને ‘મૂલસૂત્ર' કહેવામાં આવે છે. પ્રત્યેક શ્રમણ અને શ્રાવકે પ્રતિદિન ઉભય-કાલ અવશ્ય કરવા લાયક ક્રિયા હોવાથી તેને આવશ્યક કહે છે . સામાયિકથી સમતાભાવ લોગસ્સથી સમ્યગ્દર્શનની નિર્મળતા,વંદનથી વિનયની આરાધના, પ્રતિક્રમણથી દોષોની શુદ્ધિ, કાઉસ્સગ્ગથી શેષ સર્વ દોષોની શુદ્ધિ, પચ્ચખાણથી સંવર આદિનો લાભ થાય છે.
આગમનું શ્લોક પ્રમાણ:
વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૩૫ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
( ૪૫ આગમ-પરિચય-શ્રેણી [40].
[85]