Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 83
________________ नमो नमो निम्मलदसणस्स महानिसीह [महानिशीथ] | आगमसूत्र ३९ आगम प्रकार 'छेदसूत्र' । મ- ૦૬ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૧૨૫૨ છે, ગાથા ૧૫૩ છે. એ રીતે આગમમાં સૂત્રોનું પ્રમાણ ઘણું જ વધુ છે, તેની તુલનાએ ગાથા માત્ર ૧૨% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: મહાનિશીથ આગમમાં વિભાગ રૂપે ૮ અધ્યયનો (૬ અધ્યયન + ૨ ચૂલિકા) છે.બીજા અધ્યયનમાં પેટા વિભાગ રૂપે ઉદ્દેશ પણ છે. આગમનો મુખ્ય વિષય: મહાનીશિથ' છેદસૂત્ર આગમમાં ચરણકરણાનુયોગ તથા કથાનુયોગ તો સ્પષ્ટ જ છે. અધ્યયન-૧માં શલ્ય(માયા-કપટ)રહિત થઈને જ પ્રાયશ્ચિત્ત લેવું તે જણાવે છે. પછી અધ્યયન-૨માં કર્મોના ફળ અને પ્રાપ્ત દુ:ખોનું વર્ણન છે તથા મૈથુનાદિના કટુ ફળો બતાવેલ છે. અધ્યયન-૩માં કુશીલ’નું સ્વરૂપ કહેલ છે, નવકાર આદિ સૂત્રોની અનુજ્ઞા માટેની ઉપધાન વિધિ બતાવી છે, દ્રવ્યપૂજા-ભાવપૂજા અધિકાર છે.અધ્યયન-૪માં કુશીલ સંસર્ગથી થતા નુકસાનમાં સુમતિ-નાગીલની કથા છે. અધ્યયન-૫માં ગચ્છનું સ્વરૂપ,ગચ્છવાસ-વર્ણન આદિ છે વજ ગચ્છાધિપતિની કથા છે. અધ્યયન-૬ નંદીષેણ વગેરેની કથા છે. ચૂલિકા-૧ [અધ્યયન-૭] માં “સમગ્ર પ્રાયશ્ચિત્ત’ વિધાન બતાવેલ છે. ચૂલિકા-૨ [અધ્યયન ૮)માં સુસઢની કથા છે, આ કથા અત્યંત માર્મિક અને અનેક પેટા કથાઓ વડે યુક્ત છે. નિશીથ સૂત્રની અપેક્ષાએ આ સૂત્રનું પ્રમાણ મોટું હોવાથી મહાનિશીથ કહેવાય છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને આશરે ૪૫૪૮ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી 391 [23]

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96