________________
आगमसूत्र ३८
नमो नमो निम्मलदंसणस्स
जीयकप्प [ जीतकल्प]
आगम प्रकार ‘छेदसूत्र'
क्रम- ०५
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૧૦૩ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી.
આગમનો વિભાગ:
આ ‘જીતકલ્પ’ છેદસૂત્ર આગમમાં અધ્યયન, ઉદ્દેશાદિ કોઈ વિભાગ નથી. સીધી ૧૦૩ ગાથાઓ જ છે.
આગમનો મુખ્ય વિષય:
‘જીતકલ્પ’ આગમનો મુખ્ય વિષય ‘ચરણકરણાનુયોગ' જ કહી શકાય. કેમ કે અહીં ‘પ્રાયશ્ચિત્ત’નો અધિકાર વર્તે છે, આ સૂત્રમાં આલોચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, કાયોત્સર્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય અને પારંચિત એવા દશ પ્રાયશ્ચિત્તને યોગ્ય કોણ? તેનું વર્ણન કરાયેલ છે. [હાલ આ છેલ્લા બે પ્રાયશ્ચિત્ત, અનવસ્થાપ્ય અને પારંચિતનો વિચ્છેદ થયેલો છે.]
પ્રાયશ્ચિત્ત સિવાયના કોઈ જ વિષયનો આ જીતકલ્પ છેદસૂત્ર આગમમાં સમાવેશ
કરવામાં આવેલ નથી.
નોંધ:- (૧)‘જીતકલ્પ’ સૂત્રની છેદસૂત્રરૂપે સ્થાપના પછીથી થયેલ છે. તે પૂર્વે ‘પંચકલ્પ’ છ છેદસૂત્રમાં એક છેદસૂત્ર ગણાતું હતું, પણ તેનો કાળક્રમે વિચ્છેદ થયો હતો.
(૨) ‘જીતકલ્પ’ સૂત્રના રચયિતા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે. [ આ સૂત્ર ઉપર તેમનું જ રચેલું સ્વોપજ્ઞ ભાષ્ય પણ છે.]
આગમનું શ્લોક પ્રમાણ:
અહી સ્પષ્ટ ૧૦૩ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૧૦૩ શ્લોકપ્રમાણ આ આગમ છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [38]
[81]