Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 79
________________ नमो नमो निम्मलदसणस्स दसासुयक्खंध [दशाश्रुतस्कन्ध] आगमसूत्र ३७ आगम प्रकार 'छेदसूत्र' क्रम- ०४ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો પ૭ છે, ગાથા ૫૬ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ અને ગાથાઓનું પ્રમાણ લગભગ સમાન જ કહી શકાય તેમ છે. આગમનો વિભાગ: દશાશ્રુતસ્કંધ' આગમમાં મુખ્ય ૧૦ વિભાગો છે, જેને ‘દશા' નામે ઓળખવામાં આવે છે, જેમ કે “દશા-૧, દશા-૨ વગેરે, તેના કોઈ પેટાવિભાગ છે નહીં. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતાવાળા આ દશાશ્રુતસ્કંધ'માં દશમી દશામાં ધર્મકથાનુયોગ પણ છે. અહીં દશ દશામાં અલગ-અલગ વિષયોમાં છે. જેમાં (૧) સંયમના દોષરૂપ અસમાધિ સ્થાનો, (૨) સંયમનું પતન કરનારા ૨૧-શબળ દોષો, (૩) ગુરુની ૩૩ આશાતના, (૪) ગણધારણ કરનારની ૮ યોગ્યતાઓ, (૫) ચિત્તને સમાધિ આપનારી ૧૦ વિશિષ્ટતા અને સંપૂર્ણ આત્મશુદ્ધિ કરાવનાર કથનો, (૬) શ્રાવકની ૧૧ પ્રતિમા, (૭) ૧૨ ભિક્ષુપ્રતિમા, (૮) પર્યુષણા કલ્પ, (૯) મહામોહનીય કર્મબંધના ૩૦ કારણો અને (૧૦) નવ નિયાણાનું સ્વરૂપ અહીં કહેવાયેલ છે. ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ પૂર્વોમાંથી ઉદ્ધરણ કરી, ત્રણ સૂત્રની રચના કરી તે દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહાર છે, તેથી આ સૂત્ર-રચયિતા ભદ્રબાહુસ્વામી છે અને આ આગમનું આઠમું અધ્યયન હાલ “કલ્પસૂત્ર' નામે પ્રસિદ્ધ છે, કે જેનું વાંચન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં પ્રતિવર્ષ વિધિ અને બહુમાનપૂર્વક થાય છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને અંદાજે ૯૧૨ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. | ૪૫ આગમ-પરિચય-શ્રેણી [37] [79].

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96