Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 77
________________ 'नमो नमो निम्मलदसणस्स ववहार [व्यवहार] आगम प्रकार 'छेदसूत्र' आगमसूत्र ३६ મ- ૦૩. આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૨૮૫ છે, ગાથા એકપણ નથી. એ રીતે આ આગમ માત્ર સૂત્રયુક્ત છે, પદ્ય વિભાગ એટલે કે ગાથાનું અસ્તિત્વ જોવા મળતું નથી. આગમનો વિભાગ: ‘વ્યવહાર’ આગમમાં મુખ્ય ૧૦ વિભાગો છે, જેને ‘ઉદ્દેશ' નામે ઓળખવામાં આવે છે, તેના કોઈ પેટાવિભાગ છે નહીં. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતાવાળા આ ‘વ્યવહાર' આગમમાં ૧૦ ઉદ્દેશામાં સર્વ પ્રથમ તો “પ્રાયશ્ચિત્ત અધિકાર જ નોંધેલ છે, તેમાં વચ્ચે આલોચના ક્રમની ચૌભંગી બતાવી છે. છેલ્લાસૂત્રમાં આલોચના કોની પાસે લેવી, તેનો ક્રમ બતાવ્યો છે, પછી ઉદ્દેશા-૨માં દોષસેવી સાધુની “પરિહારતપ' આદિમાં સ્થાપના કઈ રીતે કરવી, તે જણાવેલ છે. કેવા સાધુને કઈ રીતે પ્રાયશ્ચિત્તમાં સ્થાપવા? તેઓના આહાર-પાણી સંબંધી આચાર, પડિહારી-પરિહાર કલ્પસ્થિત-પડિલેવી સાધુના આચાર, પદવી માટેની યોગ્યતા, વિચરણમાં કેટલા સાધુ કે સાધ્વી સાથે હોવા જોઈએ? શું ખપે - શું ન ખપે? અર્થાત્ કધ્ય-અકથ્ય વગેરે ઘણાં વિષયો આ આગમમાં છે. ઉદ્દેશ-૧૦માં પાંચ પ્રકારના વ્યવહારનું કથન છે- (આગમ-શ્રુત-આજ્ઞા-ધારણા-જિત) ઉદ્દેશ-૪ મુજબ વર્ષાવાસમાં સાધુ ઓછામાં ઓછા ત્રણ અને સાધ્વી ઓછામાં ઓછા ચારને જ રહેવાની આજ્ઞા છે, બે સાધુ કે બે સાધ્વીના વિચરણની છૂટ નથી. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને અંદાજે ૭૭૩ શ્લોક પ્રમાણ હશે લાગે છે. ( ૪૫ આગમ-પરિચય-શ્રેણી [36] [77]

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96