Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 75
________________ नमो नमो निम्मलदसणस्स बुहत् कप्प [बृहत्कल्प] आगमसूत्र ३५ आगम प्रकार 'छेदसूत्र' મ- ૦૨ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૨૧૫ છે, ગાથા એકપણ નથી. એ રીતે આ આગમ માત્ર સૂત્રયુક્ત છે, પદ્ય વિભાગ એટલે કે ગાથાનું અસ્તિત્વ જોવા મળતું નથી. આગમનો વિભાગ: બૃહત્કલ્પ’ આગમમાં મુખ્ય ૬ વિભાગો છે, જેને ‘ઉદ્દેશા' નામે ઓળખવામાં આવે છે, તેના કોઈ પેટાવિભાગ છે નહીં. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતાવાળા આ બૃહત્કલ્પ’ આગમમાં ‘સાધુ આચાર’માં શું | કલ્પે અને શું ન કલ્પે? તેનું વર્ણન આવે છે. મુખ્યત્વે આ કપ્યાકર્ણ અર્થાત્ ખપવા ન ખપવાના કથન સાથે ઉદ્દેશા-૪ માં પ્રાયશ્ચિત્ત યોગ્ય પાત્રો, દુર્બોધ્ય-સુબોધ્ય, કોઈ આચાર વિશેષનું વર્ણન અને પ્રાયશ્ચિત્ત વિધાન આવે છે. ઉદ્દેશ-૫માં પણ પ્રાયશ્ચિત્ત વિધાન અને આચાર વિશેષના ઉલ્લેખ સાથે કમ્યાકધ્ય અર્થાત્ “ખાવા-ન ખપવા’ સંબંધી સૂત્રો આવે છે. જ્યારે ઉદ્દેશા-૬ માં પ્રાયશ્ચિત્ત વિધાનની સાથે ક્યાં ક્યાં જિનાજ્ઞાનું ઉલ્લંઘન ન થાય તેના વિધાનો છે. બૃહત્કલ્પ સૂત્રના “કલ્પ' અને કલ્પ-અધ્યયન એવા બીજા નામ પણ મળે છે .આ આગમમાં ખૂબ વિસ્તારથી સાધુ સાધ્વીઓના-આચારોનું વર્ણન અને પ્રાયશ્ચિત્તનો અધિકાર કહેવાયેલ હોવાથી સૂત્રના નામની આગળ “બ્રહ’ શબ્દ પ્રયોજેલ છે. [> સૂત્રને ગંભીરતાથી સમજવા માટે તેના ભાષ્ય અને વૃત્તિ જોવા જરૂરી છે ૯] આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને અંદાજે ૪૭૩ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ( ૪૫ આગમ-પરિચય-શ્રેણી [3] [75]

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96