________________
नमो नमो निम्मलदसणस्स निसीह [निशीथ]
आगम प्रकार 'छेदसूत्र'
आगमसूत्र ३४
क्रम- ०१ ।
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૧૪૨૦ છે, ગાથા એકપણ નથી. એ રીતે આ આગમ માત્ર સૂત્રયુક્ત છે, પદ્ય વિભાગ એટલે કે ગાથાનું અસ્તિત્વ જોવા મળતું નથી.
આગમનો વિભાગ:
'નિશીથ' આગમમાં મુખ્ય ૨૦ વિભાગો છે, જેને “ઉદ્દેશા' નામે ઓળખવામાં આવે છે, તેના પેટા વિભાગ રૂપે કોઈ વિભાગ છે નહીં.
આગમનો મુખ્ય વિષય:
ચરણકરણાનુયોગ મુખ્યતાવાળા આ 'નિશીથ' આગમનો મુખ્ય વિષય “પ્રાયશ્ચિત્ત’ છે. આ સૂત્રના ૨૦ ઉદ્દેશામાં મુખ્યત્વે ચાર પ્રકારે અપાતા પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું વર્ણન છે. (૧) ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો, (૨) લઘુ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો, (3) ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો, (૪) લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો. તિમાં પ્રાયશ્ચિત્ત-દાન બે અલગ-અલગ પ્રકારે કરાય છે. 1. પરાધીનતા કે અપવાદિક સ્થિતિ હોય ત્યારે અને 2. આસક્તિ કે શિથિલતા થી લગાડેલ દોષો સંબંધ.] છેલ્લા ઉદ્દેશામાં પ્રાયશ્ચિત્ત આપવાની અને વહન કરવાની વિધિ બતાવેલ છે. આ સૂત્રનું બીજું નામ “આચારપ્રકલ્પ' છે. મૂળભૂત રીતે ‘આચાર અંગસૂત્રની છેલ્લી ચૂલિકા'રૂપ ગણાતું આ આગમ હાલ પ્રથમ છેદસૂત્ર રૂપે પ્રસિદ્ધ છે. નંદી તેમજ પખી-સૂત્રમાં આ આગમને ‘અંગબાહ્ય' આગમ તરીકે ગણેલ છે.
આગમનું શ્લોક પ્રમાણ:
વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને અંદાજે ૯૫૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
'૪૫ આગમ-પરિચય-શ્રેણી [34]
[73].