________________
नमो नमो निम्मलदंसणस्स
गणिविज्जा [गणिविद्या]
आगमसूत्र ३१ आगम प्रकार ‘पईण्गणसूत्र'
क्रम- ०८
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૮૨ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી.
આગમનો વિભાગ:
જ
‘ગણિવિદ્યા’ પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધી ૮૨ ગાથાઓ જ છે.
આગમનો મુખ્ય વિષય:
‘ગણિવિદ્યા’ પ્રકીર્ણક આગમમાં મુખ્ય વિષય મુહુર્ત જ્યોતિષ છે. અહીં દિવસ,તિથિ, નક્ષત્ર, કરણ, ગ્રહદિન, મુહુર્ત, શકુનબળ, લગ્નબળ, નિમિત્તબળ, એ નવ-બળ-વિધિ કહી છે. દિવસ, તિથિ, નક્ષત્ર વગેરે નવે બળ દ્વારા અહીં પ્રયાણ, શિષ્ય-દીક્ષા, અનશન, પાદપોપગમન, વિદ્યારંભ, જ્ઞાનવૃદ્ધિ, વડીદીક્ષા,પદવી, અનુજ્ઞા, ગણસંગ્રહ, વસતિમાં સ્થિરતા, સ્વાધ્યાય, તપોકર્મ, મૂળ-ઉત્તરગુણ પુષ્ટિ, લેખન અને ઉપકરણ ધારણ કરવા, સમાધિ સાધના આદિના મૂહુર્તો આપેલ છે.
કઈ તિથિ કે ક્યા નક્ષત્ર કે કરણ કે નિમિત્ત આદિમાં શું વર્જવું? તેનો પણ નિર્દેશ છે. સૂત્રના અંતે કોણ કોનાથી બળવાન છે તે જણાવતા કહ્યું કે સૌથી બળવાન ‘નિમિત્ત’ છે. સૌથી ઓછું બળ દિવસનું છે. દિવસ થી તિથિ, તિથિ કરતા નક્ષત્ર, નક્ષત્રથી કરણ, કરણ થી ગ્રહદિન, ગ્રહદિન થી મુહુર્ત, મુહુર્ત થી શકુન, શકુનથી લગ્ન બળવાન છે.
આગમનું શ્લોક પ્રમાણ:
અહી સ્પષ્ટ ૮૨ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૮૨ શ્લોકપ્રમાણ આ આગમ છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [31]
[67]