________________
नमो नमो निम्मलदंसणस्स
चंदावेज्झय [ चन्द्रवेध्यक]
आगम प्रकार ‘पईण्गणसूत्र'
आगमसूत्र ३०
મ- ૦૭
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૧૭૫ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી.
આગમનો વિભાગ:
‘ચંદ્રવેધ્યક’ પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધી ૧૭૫ ગાથાઓ જ છે.
આગમનો મુખ્ય વિષય:
ચરણકરણાનુયોગની મુખ્યતા કહી શકાય એવા આ ‘ચંદ્રવેધ્યક’ આગમનો મુખ્ય વિષય (તેના સૂત્રકારશ્રીની પ્રતિજ્ઞા અનુસાર) વિનય, આચાર્યના ગુણ, શિષ્યના ગુણ, વિનયનિગ્રહના ગુણ, જ્ઞાનગુણ, ચારિત્રગુણ અને મરણગુણ છે. ‘ચંદ્રવેધ્યક’ આગમની ગાથા ૪ થી ૨૧ સુધી ‘વિનય’ સંબંધી ગુણક્શન છે. ગાથા ૨૨ થી ૩૬ આચાર્યના ગુણોનું, ગાથા ૩૭ થી ૫૨ શિષ્યોના ગુણોનું, ગાથા ૫૩ થી ૬૭ વિનય-નિગ્રહના ગુણોનું, ગાથા ૬૮ થી ૯૯ જ્ઞાનગુણોનું, ગાથા ૧૦૦ થી ૧૧૬ ચારિત્રગુણોનું અને ગાથા ૧૧૭ થી ૧૭૩ સમાધિમરણના ગુણોનું કથન કરેલ છે.
****
* કેટલાંક ‘ગચ્છાચાર’ પ્રકીર્ણકને સ્થાને ‘ચંદ્રવેધ્યક' પ્રકીર્ણકને આગમમાં ગણાવે છે, પૂજાની ઢાળમાં પણ ‘ચંદ્રેવેધ્યક’ આવે છે, તેથી અહી ચંદ્રેવેધ્યક નોંધ્યું છે. ‘ગચ્છાચાર’ આગમમાં પણ આ પ્રકારના જ વિષયો છે, તેનું ગાથા પ્રમાણ ૧૩૭ છે.
આગમનું શ્લોક પ્રમાણ:
અહી સ્પષ્ટ ૧૭૫ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૧૭૫ શ્લોકપ્રમાણ આ આગમ છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [30]
[65]