________________
नमो नमो निम्मलदंसणस्स
संथारग [संस्तारक]
आगमसूत्र २९ आगम प्रकार ‘पईण्गणसूत्र'
મ- ૦૬
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૧૨૧ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી.
આગમનો વિભાગ:
‘સંસ્તારક’ પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધી ૧૨૧ ગાથાઓ જ છે.
આગમનો મુખ્ય વિષય:
ચરણકરણાનુયોગની મુખ્યતા કહી શકાય એવા આ ‘સંસ્તારક’ આગમનો મુખ્ય વિષય તો ‘અંતિમ આરાધના’ એટલે સંથારો ગ્રહણ કરવો એ જ છે. વિશેષથી કહીએ તો સંથારાની આરાધના ‘ચારિત્રધર્મ’ આરાધના રૂપ જ છે, સુવિહિત આત્મા માટે શ્રેષ્ઠતર છે, આ આગમમાં વિવિધ ઉપમાઓ દ્વારા સંથારાની આરાધનાની મહત્તા દર્શાવી છે. સંથારાની આરાધના કરવા માટેની યોગ્યતા શું છે?, સંથારો કોણ લઇ શકે?, જેમણે સંથારો લીધો હતો તેવા કેટલાક ઉત્તમ આત્માના દૃષ્ટાંતો પણ અહીં છે, છેલ્લે સંથારો ગ્રહણ કરવાની વિધિ અને તેનાથી પ્રાપ્ત ‘સમાધિ મરણ’નું કથન પણ અહીં છે. ટૂંકમાં કહીએ તો નિર્મલ-ચારિત્ર-આરાધક મુનિવર મૃત્યુને નજીક આવેલું જાણીને વિધિપૂર્વક આરાધના કરી, આરાધક ભાવમાં રહીને, અંતકાળ સુધારીને, સમાધિ મરણ વડે સદ્ગતિ કે મોક્ષને કેવી રીતે પામી શકે તે દૃષ્ટાંતો સાથે અહી કહેવાયું છે.
આગમનું શ્લોક પ્રમાણ:
અહી સ્પષ્ટ ૧૨૧ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૧૨૧ શ્લોકપ્રમાણ આ આગમ છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [29]
[63]