Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 51
________________ नमो नमो निम्मलदसणस्स वहिदशा [वृष्णिदशा] आगम प्रकार 'उवंगसूत्र' 'आगमसूत्र २३ #મ- ૨૨ . આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૨ છે. ગાથા ૧ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ ગાથાની તુલનાએ ગાથા બમણું જોવા મળે છે. આગમનો વિભાગ: વૃષ્ણિદશા આગમને ઉપાંગના ચોથા વર્ગ રૂપે ઓળખાવેલ છે, જો કે આ આગમનો ઉલ્લેખ “નંદી અને પકખીસૂત્રમાં સ્વતંત્રપણે અંગબાહ્યસૂત્ર રૂપે કરેલો છે. તેમાં ૧૨ અધ્યયનો છે, પરંતુ ઉદ્દેશા આદિ રૂપ કોઈ પેટા વિભાગ નથી. આગમનો મુખ્ય વિષય: વૃષ્ણિદશા', પાંચ ઉપાંગમાં સૂત્રકાર મહર્ષિએ જેને પાંચમાં વર્ગ રૂપે ઓળખાવેલ છે, તેવા આ આગમનો મુખ્ય વિષય કથાનુયોગ છે. અહી નિષધ આદિ ૧૨ કથાનકો છે. જેમાં નિષધની કથા વિસ્તારથી છે, બાકી ૧૧ કથાનકો માટે માત્ર સૂચના આપી છે. અહી દ્વારાવતી નગરીનું વર્ણન છે. રૈવતક પર્વત-નંદનવન-યક્ષાયતનનું કથન છે. કૃષ્ણ વાસુદેવ અને બલદેવનું કથન છે. ભ૦ અરિષ્ટનેમિનું આગમન, રજવાડીપણે તેમના વંશનાર્થે જવું. નિષધકુમારની દીક્ષા, નિષધનો પૂર્વભવ, દીક્ષા બાદ ૧૧ અંગોનું અધ્યયન, અનશન, સર્વાર્થસિદ્ધ વિમાને ઉત્પત્તિ અને અંતે મોક્ષગમન. આ આગમની વૃત્તિના રચયિતા ચંદ્રસૂરિજી મહારાજે આ આગમને કોઈ અંગસૂત્રના ઉપાંગ રૂપે ઓળખાવેલ નથી. આગમનું શ્લોક પ્રમાણ: નિરયાપાલિકા આદિ પાંચે વર્ગોના સમૂહરૂપ આગમ ૧૯ થી ૨૩ નું શ્લોક પ્રમાણ આશરે ૧૧૫૦ શ્લોક છે. ' ૪૫ આગમ-પરિચય-શ્રેણી [2] [51]

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96