Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 57
________________ नमो नमो निम्मलदंसणस्स महापच्चक्खाण [ महाप्रत्याख्यान ] आगम प्रकार ‘पईण्गणसूत्र' મ- ૦૩ आगमसूत्र २६ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૧૪૨ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી. આગમનો વિભાગ: ‘મહાપ્રત્યાખ્યાન’ પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધી ૧૪૨ ગાથાઓ જ છે. આગમનો મુખ્ય વિષય: ચરણકરણાનુયોગની મુખ્યતા કહી શકાય એવા આ ‘મહાપ્રત્યાખ્યાન’ આગમનો મુખ્ય વિષય તો સમાધિમરણ પ્રાપ્તિ માટેની આરાધના છે. પણ વિશેષથી કહીએ તો- ‘અંત સમયની આરાધના' કરવાનો પથ અહી કહેલ છે. પહેલા અરિહંતાદિની વંદના, પછી વૈરાગ્ય ભાવના, પછી નિંદા-ગર્હા-આલોચના, પંડિતમરણે મરવા માટેનો સંકલ્પ, ચારે ગતિના દુ:ખો, જીવનું અતૃપ્તપણું, પાંચ મહાવ્રતની રક્ષાના ઉપાયો, વોસિરાવવું, (ત્યાગ કરવો),આરાધના આદિ વિષયો અહીં સમાવાયેલા છે. સંક્ષેપમાં કહીએ તો મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણકમાં પ્રારંભમાં તીર્થંકરોને વંદન કરીને સમ્યક્ત્વ ગ્રહણ, દુષ્કૃત નિંદા, પાપનું પચ્ચક્ખાણ, કરેમિભંતે' સૂત્રનું ઉચ્ચારણ, ઉપધિ આદિનો ત્યાગ, રાગ-દ્વેષનો ત્યાગ, ૧૮ પાપસ્થાનકોનો ત્યાગ, સર્વે જીવોની ક્ષમાપના, એકત્વ આદિ ભાવના ભાવવી વગેરે બાબતો સવિસ્તર જણાવેલી છે. આગમનું શ્લોક પ્રમાણ: અહી સ્પષ્ટ ૧૪૨ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૧૪૨ શ્લોકપ્રમાણ આ આગમ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [26] d [57]

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96