________________
नमो नमो निम्मलदसणस्स आउरपच्चक्खाण [आतुरप्रत्याख्यान] आगमसूत्र २५ आगम प्रकार 'पईण्गणसूत्र' क्रम- ०२
આગમનું સ્વરૂપ:
આ આગમમાં માત્ર ૧ સૂત્ર છે, ગાથા ૭૦ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ નહીવત્ છે, તેની તુલનાએ ગાથા ૭૦ ગણા પ્રમાણમાં છે.
આગમનો વિભાગ:
“આતુરપ્રત્યાખ્યાન’ પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં ૧ સૂત્ર અને ૭૦ ગાથાઓ જ છે.
આગમનો મુખ્ય વિષય:
ચરણકરણાનુયોગની મુખ્યતા કહી શકાય એવા આ “આતુરપ્રત્યાખ્યાન’ આગમનો મુખ્ય વિષય તો મરણ અને તે સમયની આરાધના જ છે. અહીં મરણની ત્રણ ભેદે વક્તવ્યતા કહી છે :- બાળમરણ, બાળપંડિતમરણ અને પંડિતમરણ. તેમાં બાળપંડિત મરણના સંદર્ભમાં દેશવિરતિધર અને ૧૨ વ્રતોનો ઉલ્લેખ છે. પછી પંડિતમરણ અર્થે ઉત્તમાર્થની ઈચ્છા, ઉત્તમાર્થ વિષયમાં થયેલ અતિચાર આદિનું મિચ્છામિદુક્કડમ્ આપે, પછી મહાવ્રતના પચ્ચકખાણ કરી શુભ ભાવના ભાવતો પંડિતમરણ' કઈ રીતે પામે તેનું સ્થળ છે. આ સાથે બાળમરણ અને તેના કટુ પરિણામોનો પણ ઉલ્લેખ છે. મરણાસન્ન આત્માએ સ્વની આરાધના કેવી રીતે કરવી? તેના વર્ણનની સાથે પોતે કરેલા દુષ્કતોને યાદ કરી ગુરુ સમક્ષ આલોચન-નિંદન-ગર્પણ કરવાનું પણ વિધાન છે. ભગવતી- શતક ૧૩, ઉદ્દેશ ૭ માં મરણનાં ભેદોનું વર્ણન થયેલ છે, તે આ પ્રકીર્ણકનું ઉદ્ગમસ્થાન હોઈ શકે છે. “મરણ વિષયક સંદર્ભ ત્યાંથી પણ જોઈ શકાય
આગમનું શ્લોક પ્રમાણ:
૭૦ ગાથા અને ૧ સૂત્રને આધારે આ આગમ આશરે ૮૦ શ્લોકપ્રમાણ કહી શકાય.
' ૪૫ આગમ-પરિચય-શ્રેણી 251
[55]