Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 49
________________ नमो नमो निम्मलदंसणस्स पुप्फ़चूलिया [पुष्पचूलिका] आगमसूत्र २२ आगम प्रकार 'उवंगसूत्र' क्रम- ११ । આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્ર ૧ છે, ગાથા પણ ૧ જ છે. એ રીતે આ આગમમાં સૂત્રનું અને તેની ગાથાનું પ્રમાણ સંપૂર્ણ સરખું જોવા મળે છે. આગમનો વિભાગ: પુષ્પચૂલિકા' આગમને ઉપાંગના ચોથા વર્ગ રૂપે ઓળખાવેલ છે, (જો કે આ આગમનો ઉલ્લેખ “નંદી અને પકખીસૂત્રમાં સ્વતંત્રપણે અંગબાહ્યસૂત્ર રૂપે કરેલો છે) તેમાં ૧૦ અધ્યયનો છે, પરંતુ ઉદ્દેશા આદિ રૂપ કોઈ પેટા વિભાગ નથી. આગમનો મુખ્ય વિષય: નિરયાવલિકાદિ પાંચ ઉપાંગમાં સૂત્રકાર મહર્ષિએ જેને ત્રીજા વર્ગ રૂપે ઓળખાવેલ છે, તેવા આ પુષ્પચૂલિકા' આગમનો મુખ્ય વિષય કથાનુયોગ છે. અહીં શ્રીદેવી, શ્રીદેવી, આદિ ૧૦ કથાનકો છે. જેમાં “શ્રીદેવી'નું ભગવંતના વંશનાર્થે આવવું, નૃત્યવિધિ દેખાડવી, પૂર્વભવ પૃચ્છા, પૂર્વભવે ભૂતા કન્યા, તેણીની દીક્ષા, તેણીનું શરીર-બકુશિકા થવું, અનેક તપશ્ચર્યાપૂર્વક શ્રમણીપર્યાય પાળી સૌધર્મકલ્પ “શ્રીદેવી' રૂપે ઉત્પન્ન થવું. આગામી ભવે મહાવીદેહે, મોક્ષ. આ પ્રમાણે સર્વે કથા જાણવી તેમ સૂત્રમાં કહેલ છે. હાલ નિરયાવલિકા આદિ પાંચે ઉપાંગો પાંચ વર્ગ રૂપે સાથે જ કહેવાય છે. આ આગમની વૃત્તિના રચયિતા ચંદ્રસૂરિજી મહારાજે આ આગમને કોઈ અંગસૂત્રના ઉપાંગ રૂપે ઓળખાવેલ નથી. આગમનું શ્લોક પ્રમાણ: નિરયાવાલિકા આદિ પાંચે વર્ગોના સમૂહરૂપ આગમ ૧૯ થી ૨૩ નું શ્લોક પ્રમાણ આશરે ૧૧૫૦ શ્લોક છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [22] [49]

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96