________________
नमो नमो निम्मलदंसणस्स पुफ़िया [पुष्पिता]
आगम प्रकार 'उवंगसूत्र'
आगमसूत्र २१
hસ- ૬૦ .
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૬ છે, ગાથાઓ ૨ છે. એ રીતે આ આગમમાં સૂત્રોની તુલનાએ ગાથા ત્રીજા ભાગે જોવા મળે છે.
આગમનો વિભાગ:
પુષ્મિતા' આગમને ઉપાંગના ત્રીજા વર્ગ રૂપે ઓળખાવેલ છે, (જો કે આ આગમનો ઉલ્લેખ “નંદી અને પકખીસૂત્રમાં સ્વતંત્રપણે અંગબાહ્યસૂત્ર રૂપે કરેલો છે. તેમાં ૧૦ અધ્યયનો છે, પરંતુ ઉદ્દેશા આદિ રૂપ કોઈ પેટા વિભાગ નથી.
આગમનો મુખ્ય વિષય:
નિરયાવલિકા આદિ પાંચ ઉપાંગમાં સૂત્રકાર મહર્ષિએ સ્વયં જેને ત્રીજા વર્ગ રૂપે ઓળખાવેલ છે, તેવા આ પુષ્મિતા' આગમનો મુખ્ય વિષય કથાનુયોગ છે. અહીં ચંદ્ર, સૂર્ય આદિ નવ દેવો અને ૧ દેવીના કથાનકો છે. તેમાં ‘બહુપુત્રિકાદેવીનું કથાનક ઘણાં વિસ્તારથી છે. “શુક્ર' દેવની કથા પણ વિસ્તારથી છે. ચંદ્ર અને પૂર્ણભદ્ર દેવની કથા નાની છે. સૂર્ય અને માણિભદ્રની કથા ઘણી નાની છે. બાકીની કથામાં માત્ર સૂચના છે. બધા દેવ-દેવીએ પૂર્વભવમાં દીક્ષા લીધી હતી. બધા જ આગામી ભવે મોક્ષે જશે. હાલ નિરયાવલિકા આદિ પાંચે ઉપાંગો પાંચ વર્ગ રૂપે સાથે જ કહેવાય છે. આ આગમની વૃત્તિના રચયિતા ચંદ્રસૂરિજી મહારાજે આ આગમને કોઈ અંગસૂત્રના ઉપાંગ રૂપે ઓળખાવેલ નથી
આગમનું શ્લોક પ્રમાણ:
નિરયાપાલિકા આદિ પાંચે વર્ગોના સમૂહરૂપ આગમ ૧૯ થી ૨૩ નું શ્લોક પ્રમાણ આશરે ૧૧૫૦ શ્લોક છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [21]
[47]