________________
नमो नमो निम्मलदंसणस्स कप्पवडिसिया कल्पवतंसिका] आगमसूत्र २० आगम ‘उवंगसूत्र' क्रम- ०९
છે.
"અ"
વાસૂત્ર'
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૨ છે, ગાથા ૧ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ ગાથા કરતા બમણું છે.
આગમનો વિભાગ:
કલ્પવતંસિકા' આગમને ઉપાંગના બીજા વર્ગ રૂપે ઓળખાવેલ છે, (જો કે આ આગમનો ઉલ્લેખ નંદી અને પકખીસૂત્રમાં સ્વતંત્રપણે અંગબાહ્યસૂત્ર રૂપે કરેલો છે) તેમાં ૧૦ અધ્યયનો છે, પરંતુ ઉદ્દેશા આદિ રૂપ કોઈ પેટા વિભાગ નથી.
આગમનો મુખ્ય વિષય:
કલ્પવતંસિકા' આગમનો મુખ્ય વિષય કથાનુયોગ છે. તેમાં શ્રેણિકરાજાના પૌત્રો એવા “પદ્મકુમાર’ આદિ દશ કુમારોની ક્યા છે. તેઓએ ભગવંત મહાવીરની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરેલી. દશે કુમાર-મુનિઓ ૧૧ અંગ ભણ્યા, વિવિધ તપ કર્યા, બધાએ છેલ્લે પાદપોપગમન અનશન કરી, સંથારો સ્વીકાર્યો, માસિકી સંલેખના કરી, વિપુલાચલ પર્વતે દશે મુનિઓ કાળધર્મ પામી, પહેલા, બીજા, ત્રીજા યાવત્ આઠમા, દશામાં, બારમા દેવલોકમા ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી, મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે. હાલ નિરયાવલિકા આદિ પાંચે ઉપાંગો પાંચ વર્ગ રૂપે સાથે જ કહેવાય છે. આ આગમની વૃત્તિના રચયિતા ચંદ્રસૂરિજી મહારાજે આ આગમને કોઈ અંગસૂત્રના ઉપાંગ રૂપે ઓળખાવેલ નથી
આગમનું શ્લોક પ્રમાણ:
નિરયાપાલિકા આદિ પાંચે વર્ગોના સમૂહરૂપ આગમ ૧૯ થી ૨૩ નું શ્લોક પ્રમાણ આશરે ૧૧૫૦ શ્લોક છે.
' ૪૫ આગમ-પરિચય-શ્રેણી [20],
[45]