Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 35
________________ _ नमो नमो निम्मलदसणस्स पन्नवणा [प्रज्ञापना] आगम प्रकार 'उवंगसूत्र' आगमसूत्र १५ क्रम- ०४ । આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૩૫ર છે, ગાથા ૨૩૧ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ કંઈક વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૬૫% જેટલા પ્રમાણમાં તો જોવા મળે જ છે. આગમનો વિભાગ: (‘સમવાય’ અંગસૂત્રનું ઉપાંગ ગણાતા આ) પ્રજ્ઞાપનાસૂત્રના ૩૬ અધ્યયનો છે. જેને ‘પદ' શબ્દથી ઓળખાવેલ છે. જેમ કે પદ-૧, પદ-૨. કેટલાક પદમાં “વાર' અથવા ‘ઉદ્દેશ' એમ પેટા વિભાગો છે. ક્યાંક ઉદ્દેશા અંતર્ગત્ દ્વાર’ રૂપ પેટા વિભાગ પણ છે, આગમનો મુખ્ય વિષય: પ્રજ્ઞાપના સૂત્ર સ્પષ્ટપણે દ્રવ્યાનુયોગની મુખ્યતા ધરાવતું આગમ છે. પ્રશ્નોત્તર શૈલી અને અતીવ સુસ્પષ્ટપણે વિભાજીત આ આગમમાં જીવ અને અજીવની પ્રજ્ઞાપના, જીવોના સ્થાનો, જીવોનું વિવિધ રીતે અલ્પબદુત્વ, જીવોની સ્થિતિ, જીવોના પર્યાયો, વ્યુત્ક્રાંતિ, ઉચ્છવાસ, સંજ્ઞા, પ્રયોગ, વેશ્યા, સમ્યત્વ, ક્રિયા, કર્મપ્રકૃતિ, કર્મબંધ, કર્મ વેદન, સંયમ, સમુદ્યાત વગેરે ૩૬ વિષયો આ આગમમાં સમાવિષ્ટ છે. પ્રજ્ઞાપનાસૂત્રના રચયિતા આર્યશ્યામ (શ્યામાચાર્ય) છે. આધુનિક પદ્ધત્તિથી અને સ્પષ્ટ પ્રકરણો રૂપે સમગ્ર આગમની ગૂંથણી તેઓએ કરી છે, તેમાં પદ-૧ થી ૩૬માં સુંદર રીતે જીવ, અજીવ સાથે આશ્રવ, બંધ, મોક્ષ તત્ત્વોને પણ વણી લીધા છે. ભગવતીસૂત્રમાં અનેક સ્થાને “પ્રજ્ઞાપના' સૂત્રની સાક્ષી અપાયેલી છે અને ક્યાંક ક્યાંક તો આખે આખા સૂત્રપાઠ જ પ્રજ્ઞાપના મુજબ જોવાની ભલામણ કરેલી છે. આગમનું શ્લોક પ્રમાણ:વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૭૭૮૭ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. (૪૫ આગમ-પરિચય-શ્રેણી [15] [35].

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96