Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 39
________________ । नमो नमो निम्मलदंसणस्स चंदपन्नत्ति [चन्द्रप्रज्ञप्ति] 'आगमसूत्र १७ आगम प्रकार 'उवंगसूत्र' - ૦૬ . આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૧૦૭ છે, ગાથા ૧૦૭ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું અને ગાથનું પ્રમાણ સંપૂર્ણપણે સરખું જ છે. આગમનો વિભાગ: “ચંદ્રપ્રજ્ઞપ્તિ' આગમમાં ૨૦ વિભાગો છે, અધ્યયન સ્વરૂપ આ વિભાગને પ્રાભૂત” કહે છે. કેટલાક પ્રાભૂતોમા પ્રાભૃત-પ્રાકૃત' એવા પેટા વિભાગો પણ છે આગમનો મુખ્ય વિષય: ચંદ્રપ્રજ્ઞપ્તિ’ આગમમાં ગણિતાનુયોગની મુખ્યતા છે. પ્રશ્નોત્તર શૈલીથી તૈયાર થયેલા આ આગમમાં ‘ખગોળવિદ્યા’ મુખ્ય વિષય છે. તેમાં સૂર્ય અને ચંદ્રની ગતિ, મુહુર્તોની હાનિ-વૃદ્ધિ, મંડલ સંસ્થિતિ, પરસ્પર સૂર્ય-ચંદ્રનું અંતર, કેટલા ક્ષેત્રને ઉદ્યોતિત કે તાપિત કરે? ઈત્યાદિ તથા ગ્રહ, નક્ષત્ર, તારા, વિષયક માહિતી ચંદ્રપ્રજ્ઞપ્તિ આગમમાં પ્રરૂપિત કરાયેલ છે. (ટૂંકમાં કહીએ તો બધો વિષય’ સૂર્યપ્રજ્ઞપ્તિ અનુસાર જાણવો). “ચંદ્રપ્રજ્ઞપ્તિ’ આગમમાં અન્ય મતવાદીઓની જુદી-જુદી પ્રતિપત્તિઓ અર્થાત્ મત કે માન્યતાઓનો નિર્દેશ કરીને પછી જૈનદર્શન “શું કહે છે?' તેની છણાવટ છે. નોંધ- (૧) વર્તમાનકાળે સૂર્યપ્રજ્ઞપ્તિ ચંદ્રપ્રજ્ઞપ્તિ બંને આગમ સંપૂર્ણપણે સમાન છે. (૨) માત્ર ચંદ્રપ્રજ્ઞપ્તિમાં આરંભે ચાર ગાથા વધારાની છે. (૩) વૃત્તિકાર મલયગિરિએ આ આગમને કોઈ અંગના ઉપાંગરૂપે નોંધેલ નથી. (૪) આ આગમનું ગણિત સમજવા માટે અંકગણિતની જાણકારી જરૂરી છે આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૨૩૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ( ૪૫ આગમ-પરિચય-શ્રેણી [17] [39]

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96