________________
नमो नमो निम्मलदसणस्स
सूरपन्नत्ति [सूर्यप्रज्ञप्ति] आगमसूत्र १६ आगम प्रकार 'उवंगसूत्र' क्रम- ०५ ।
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૧૦૭ છે, ગાથા ૧૦૩ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું અને ગાથનું પ્રમાણ લગભગ સરખું જ છે, સૂત્રોના 96% પ્રમાણમાં તો ગાથા મળે જ છે.
આગમનો વિભાગ:
સૂર્યપ્રજ્ઞપ્તિ' આગમમાં ૨૦ વિભાગો છે, અધ્યયન સ્વરૂપ આ વિભાગને “પ્રાભૂત' કહે છે. કેટલાક પ્રાભૂતોમા ‘પ્રાભૂત-પ્રાભૃત’ એવા પેટા વિભાગો પણ છે.
આગમનો મુખ્ય વિષય:
સૂર્યપ્રજ્ઞપ્તિ’ આગમમાં ગણિતાનુયોગની મુખ્યતા છે. પ્રશ્નોત્તર શૈલીથી તૈયાર થયેલા આ આગમમાં ખગોળવિદ્યા’ મુખ્ય વિષય છે. તેમાં સૂર્ય અને ચંદ્રની ગતિ, ભ્રમણ, મુહૂર્તોની હાનિ-વૃદ્ધિ, મંડલ સંસ્થિતિ, પરસ્પર સૂર્ય-ચંદ્રનું અંતર, કેટલા ક્ષેત્રને તાપિત કે ઉદ્યોતિત કરે? ઈત્યાદિ તથા ગ્રહ, નક્ષત્ર, તારા, વિષયક માહિતી સૂર્યપ્રજ્ઞપ્તિ આગમમાં પ્રરૂપિત કરાયેલ છે. સૂર્યપ્રજ્ઞપ્તિ’ આગમમાં અન્ય મતવાદીઓની જુદી-જુદી પ્રતિપત્તિઓ અર્થાત્ મત કે માન્યતાઓનો નિર્દેશ કરીને પછી જૈનદર્શન “શું કહે છે?’ તેની છણાવટ છે. નોંધ- (૧) વર્તમાનકાળે સૂર્યપ્રજ્ઞપ્તિ ચંદ્રપ્રજ્ઞપ્તિ બંને આગમ સંપૂર્ણપણે સમાન છે.
(૨) માત્ર ચંદ્રપ્રજ્ઞપ્તિમાં આરંભે ચાર ગાથા વધારાની છે. (૩) વૃત્તિકાર મલયગિરિએ આ આગમને કોઈ અંગના ઉપાંગરૂપે નોંધેલ નથી. (૪) આ આગમનું ગણિત સમજવા માટે અંકગણિતની જાણકારી જરૂરી છે.
આગમનું શ્લોક પ્રમાણ:
વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૨૨૯૬ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [16].
[37]