________________
नमो नमो निम्मलदंसणस्स
जीवाजीवाभिगम [ जीवाजीवाभिगम
आगमसूत्र १४
आगम प्रकार ‘उवंगसूत्र'
મ- ૦૩
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૨૭૩ છે, ગાથા ૯૩ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૩૪% જેટલા પ્રમાણમાં જોવા મળે છે.
આગમનો વિભાગ:
જીવાભિગમ આગમમાં ૧૦ વિભાગો છે, જેને ‘પ્રતિપત્તી’ કહે છે. જો કે તેની ત્રીજી પ્રતીપત્તીમાં ઘણાં પેટા વિભાગો છે, જેવા કે નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ, દ્વીપ વગેરે. વળી આ નૈરિયેક, તિર્યંચ, વૈમાનિકાદિમાં પણ ઉદ્દેશા રૂપ પેટા વિભાગ છે. તેમજ દશમી સર્વજીવ પ્રતિપત્તીમાં પણ ૧૦ પેટા વિભાગો છે.
આગમનો મુખ્ય વિષય:
દ્રવ્યાનુયોગની પ્રચૂરતાવાળું ‘જીવાભિગમ’ આગમ ‘ઠાણાંગ’ સૂત્રનું ઉપાંગ ગણાય છે, તે પ્રશ્નોત્તર શૈલીથી રચાયેલ છે, તેના નામ મુજબ આ આગમમાં ‘જીવ’ અજીવ’ બે પદાર્થોનું નિરૂપણ છે. જો કે સૂત્ર ૩,૪,૫, બાદ કરતા સમગ્ર આગમમાં ‘જીવ’ વિષયક નિરુપણ જ છે. અહી જીવના ભેદો અનેકવિધપણે અને અતિ વિસ્તારથી નોંધ્યા છે. જીવાભિગમ આગમમાં ધ્યાનાકર્ષક વિષય છે- વિજયદેવનો અધિકાર, જેમાં વિજયદેવે સ્વ વિમાનમાં (જિનાલયમાં) બિરાજમાન શાશ્વત જિનપ્રતિમારૂપ રહેલા તીર્થંકરોની જળ આદિથી કરેલ પૂજાનું વિસ્તૃત વિધાન છે. જમ્મૂ આદિ દ્વીપો, લવણ આદિ સમુદ્રો, સૂર્ય-ચંદ્રાદિ જ્યોતિષ્ઠો અને ‘જીવ’ સંબંધી ભેદ-પ્રભેદોનું વર્ણન બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે એ પ્રમાણે દશ પ્રકાર સુધી જીવ-ભેદોનું કથન છે.
આગમનું શ્લોક પ્રમાણ:
વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૪૭૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [14]
[33]