Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 31
________________ नमो नमो निम्मलदंसणस्स रायप्पसेणिय [राजप्रश्नीय ] आगम प्रकार ‘उपांगसूत्र' आगमसूत्र १३ આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૮૫ છે, ગાથા છે જ નહિ. એ રીતે આ આગમ માત્ર સૂત્રયુક્ત જ છે. આ આગમમાં પદ્ય વિભાગ એટલે કે ગાથા એકપણ નથી. મ- ૦૨ આગમનો વિભાગ: ‘સૂત્રકૃત’ આગમના ઉપાંગરૂપ આ રાજપ્રશ્નીય આગમમાં પ્રત્યક્ષરૂપે અધ્યયનાદિ કોઈ વિભાગ નથી, પરંતુ વિષયની દૃષ્ટિએ સૂર્યાભદેવ અને પ્રદેશીરાજા બે વિભાગ પડે છે. આગમનો મુખ્ય વિષય: ‘રાજપ્રશ્નીય’ આગમમાં કથાનુયોગની મુખ્યતા તો છે જ, તેમાં ‘પ્રદેશીરાજાની કથા અને મૃત્યુ પછી ‘સૂર્યાભદેવ’રૂપે ઉત્પત્તિ, એ મુખ્યપણે ધર્મકથા છે, પણ સૂર્યાભદેવનું વર્ણન, દેવલોકથી તેમના રસાલા સાથે આગમન પૂર્વે તેમની તૈયારી, દિવ્યવિમાનનું વિસ્તૃત વર્ણન, સૂર્યાભદેવે પૂછેલા ધર્મ-પ્રશ્નો, તેણે દેખાડેલ નાટ્યવિધિના માધ્યમથી વિવિધ નાટકો-ગીત-સંગીત-અભિનય આદિની છણાવટ, તથા પ્રદેશી રાજાના ભવમાં તેણે પૂછેલ ‘જીવ’ વિષયક પ્રશ્નોત્તર કે જે સમગ્ર ગણધરવાદનું બીજ છે, તે બધામાં કથા-ચરણકરણ અને દ્રવ્ય એ ત્રણે અનુયોગનું સુંદર દર્શન થાય છે. અહીં સૂત્ર ૧ થી ૪૭ માં સૂર્યાભદેવનું, સૂત્ર ૪૮ થી ૮૫ માં પ્રદેશીરાજાનું કથન છે. રાજપ્રશ્નીય આગમમાં એક નાસ્તિક રાજાનું જીવન સદગુરુના યોગથી કેવું પરિવર્તન પામે છે, એકાવતારી થઈને આગામી ભવે મોક્ષ-પ્રાપ્ત કરે છે તેનો પુરાવો છે અને બત્રીશબદ્ધ નાટક એ દેવલોકની કેવી વિશેષતા છે તેનું અહી દર્શન છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૨૧૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [13] [31] ૐ

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96