Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 29
________________ 'नमो नमो निम्मलदसणस्स उववाइय [औपपातिक] आगमसूत्र १२ आगम प्रकार મ- ૦? આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૪૩ છે, ગાથા ૩૦ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ કંઈક વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૬૯% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: (આચાર અંગસૂત્રના ઉપાંગરૂપ) ઔપપાતિક આગમમાં પ્રત્યક્ષ તો અધ્યયનાદિ કોઈ વિભાગ નથી પણ વિષયની દૃષ્ટિએ સમવસરણ અને ઉપપાત એમ બે વિભાગ પડે છે. આગમનો મુખ્ય વિષય: “ઔપપાતિક’ આગમ બાહ્ય-દ્રષ્ટીએ કથાનુયોગ યુક્ત લાગે છે, પરંતુ ચરણકરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ બંને આ આગમમાં સુંદર રીતે વણાયેલા છે. આ આગમમાં નગરી, વૃક્ષ, વનખંડ. પૃથ્વીશિલાપટ્ટક, રાજા, રાણી, ભ૦ મહાવીર, પરમાત્માના વંદનાર્થે ગમન, ભગવંતના શ્રમણો, તપ, દેવ-દેવી, ધર્મ પ્રવચન, ગૌતમસ્વામીના પ્રશ્નોત્તર, ઉપપાત(જન્મ), અંબડ પરિવ્રાજક, કેવલી સમુધ્ધાત આદિ અનેક વિષયો સમાવાયા છે. આ આગમની એક વિશેષતા છે કે બીજા આગમોમાં રાજા-રાણી-નગરી આદિના વર્ણન માટે ‘ઉવવાઈ સૂત્ર મુજબ જાણવું એમ કહીને આ આગમનો હવાલો આપેલ છે. ઔપપાતિક આગમમાં ધ્યાનાકર્ષક વિષયમાં- 1. કોણિરાજા ભ૦ મહાવીરના વંદનાર્થે ગયા તે વખતનું અતિ અદ્ભુત વર્ણન છે, 2.અંબડ પરીવ્રાજકનું જીવન અને ભાવિમાં દઢપ્રતિજ્ઞ નો ભવ એ બંને અતિ અનુકરણીય અને મનનીય છે. આગમનું શ્લોક પ્રમાણ: વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૧૬૭ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [12] [29]

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96