Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ नमो नमो निम्मलदसणस्स विवागसूय [विपाकश्रुत] आगमसूत्र ११ आगम प्रकार 'अंगसूत्र' રામ- ??. આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૩૪ છે, ગાથા ૩ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ અતિ વિશેષ છે, તેની તુલનાએ ગાથા માત્ર ૯% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: ‘વિપાકકૃત આગમમાં બે શ્રુતસ્કંધ છે. (૧) દુ:ખવિપાક (૨) સુખવિપાક બંને શ્રુતસ્કંધના ૧૦-૧૦ અધ્યયનો છે. આ અધ્યયનોના પેટા વિભાગરૂપ કોઈ ઉદ્દેશાદિ નથી. આગમનો મુખ્ય વિષય: ધર્મકથાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં વિપાક એટલે શુભ કે અશુભ કર્મોના ફળનું વર્ણન છે. અશુભ કર્મોના ફળરૂપ દુ:ખવિપાકી' ૧૦ અધ્યયનો ઘણાં વિસ્તારથી કહ્યાં છે, જેમાં હિંસા આદિ ભયંકર પાપોના ફળ સ્વરૂપ પીડા ભોગવનારની ૧૦ કથા છે, તો ઉત્તમ આરાધના વડે આ-ભવ પરભવમાં સુખ પામનારની ૧૦ કથા પણ છે. જો કે સુખવિપાકમાં એક માત્ર “સુબાહુકુમારની કથા જ વિસ્તારથી આપેલી છે, બાકી નવ કુમારોની કથામાં તો સામાન્ય પરિચય જ આપેલ છે. દુ:ખ અને સુખ-વિપાકી બંને સ્થાઓમાં એક વિશેષતા એ છે કે બધી જ કથામાં મુખ્ય પાત્રના પૂર્વભવોનું પણ કથન છે, તેને આધારે જીવને પૂર્વભવે બાંધેલ કેવા કર્મોનું કેવું ફળ આ ભવમાં મળે તેનું સચોટ દર્શન અહી થાય છે.મૃગાપુત્ર આદિ આઠ પુરુષો અને દેવદત્તા આદિ બે સ્ત્રી એમ ૧૦ કથા દુ:ખવિપાકમાં અને સુબાહુ આદિ ૧૦ પુરુષોની કથા સુખ વિપાકમાં કહેવાયેલ છે. આગમનું શ્લોક પ્રમાણ:વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૨૫૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ' ૪૫ આગમ-પરિચય-શ્રેણી [11]. [27]

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96