________________
'नमो नमो निम्मलदंसणस्स पण्हावागरण [प्रश्नव्याकरण] आगमसूत्र १० _आगम प्रकार 'अगसूत्र'
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો 30 છે, ગાથા ૧૪ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૪૭% જેટલા પ્રમાણમાં જોવા મળે છે.
આગમનો વિભાગ:
આ પ્રશ્નવ્યાકરણ આગમમાં એક શ્રુતસ્કંધ' છે તેવું સ્પષ્ટપણે સૂત્રના અંતે કહેલ છે. તેમાં બે વિભાગો છે. ૧.આશ્રદ્વાર, ૨.સંવરદ્વાર, બંનેમાં પાંચ-પાંચ અધ્યયનો છે. એ રીતે દશ અધ્યયનરૂપ આ આગમ છે. તેના પેટા વિભાગરૂપ કોઈ ઉદ્દેશાદિ નથી.
આગમનો મુખ્ય વિષય:
દ્રવ્યનુયોગની મુખ્યતા સાથે કિંચિત્ ચરણકરણાનુયોગની પણ ઝાંખી કરાવતા ['પ્રશ્નવ્યાકરણ’ આગમનું જે વર્ણન નંદીસૂત્ર અને સમવાય આગમમાં આવે છે, તે ‘પ્રશ્નવ્યાકરણ’ આગમ તો વિચ્છેદ પામેલ છે.] વર્તમાનકાળે આ આગમમાં મુખ્ય બે
જ વિષય છે. (૧) આશ્રવ- કર્મો આવે કઈ રીતે? (૨) સંવર- આવતા કર્મો અટકે કઈ રીતે? આશ્રવમાં પ્રાણવધ, અલિકવચન, અદત્ત લેવું તે, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ આવે છે. સંવરમાં અહિંસા, સત્યવચન, દીધેલું જ લેવું, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આવે છે. પ્રાણવધ અર્થાત્ હિંસા આદિ પાંચે આશ્રવોમાં તે પાંચેના ગુણનિષ્પન્ન ૩૦-૩૦ નામો છે, હિંસા આદિ કોણ કરે? શામાટે કરે? તેને કારણે જીવે કેવાકેવા ફળ ભોગવવા પડે, તેનો વિસ્તૃત ચિતાર આપેલ છે. જયારે “સંવર’માં અહિંસા આદિ પાંચેનું સ્વરૂપ, તે પાલન કરવાના શુભ ફળો, પાંચ મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓનું વર્ણન છે.
આગમનું શ્લોક પ્રમાણ:
વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૩૦૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
૪૫ આગમ-પરિચય-શ્રેણી [10] |
[25]