Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee
View full book text
________________
પ્રવિણ કે. શાહ
1. મારી ડેરી મુલાકાત અમેરિકાની ડેરી મુલાકાત : મે, 1995માં મેં રૂટ-2 ઉત્તર બર્લિંગટન, વરમોન્ટ (યુ.એસ.એ.) સ્થિત એક ડેરીની મુલાકાત લીધી.. આ ડેરીમાં લગભગ 150 ગાય-ભેંસ હતી અને તેનું બધું જ દૂધ આઈસ્ક્રીમ બનાવવામાં વપરાતું હતું. ગાય-ભેંસ દોહવાનો સમય સાંજના 5-00 વાગ્યાનો હતો અને ગાયભેંસની તકલીફ મુશ્કેલીઓનો વિચાર કર્યા વિના જ ગાય-ભેંસના આંચળને ગાય-ભેંસ દોહવાનું મશીન પ્રત્યેક ગાય-ભેંસને સાડા ત્રણ મિનિટ સુધી લગાડી રાખવામાં આવતું હતું. ગાય-ભેંસ દોહતી વખતે ગાય-ભેસને થતી પીડા – તકલીફનું નિરીક્ષણ કરવું એ ખરેખર ખૂબ જ મુશ્કેલ હતું. મશીનને કોઈ લાગણી કે સ્પર્શનો અનુભવ હોતો નથી. ગાય-ભેંસને સંપૂર્ણ અર્થાત છેલ્લા ટીપાં સુધી દોહી લેવાના લોભમાં ક્યારેક દૂધમાં લોહી પણ આવતું. ગાય-ભેંસની દૂધ આપવાની ક્ષમતા વધારવા માટે ગાય-ભેંસને દરરોજ સવારે હોર્મોન્સ અને દવાઓના ઈંજેકશન આપવામાં આવે છે. ગાય-ભેંસ વાછરડાંના જન્મ પછી સૌથી વધુ દૂધ આપતી હોવાથી, તેઓની ફળદ્રુપતાના સમયગાળામાં કૃત્રિમ ગર્ભાધાન દ્વારા તેમને સતત સગર્ભા રાખવામાં આવે છે. સગર્ભા ગાય-ભેંસ માનવ સ્ત્રીની માફક જ નવ મહિના પછી વાછરડાંને જન્મ આપે છે. જો બળદ જન્મે તો તે ડેરી ઉદ્યોગમાં બિનઉપયોગી હોવાથી તેને બે ત્રણ દિવસમાં જ માંસ ઉદ્યોગ અર્થાત કતલખાનામાં મોકલી દેવામાં આવે છે. જે સાંજે હું ત્યાં હતો ત્યારે મારી હાજરીમાં જ ત્રણ વાછરડાંને કતલખાનામાં મોકલવા માટે ટ્રકમાં ચડાવવામાં આવ્યાં. માતા ગાય ભેંસથી જ્યારે વાછરડાંઓને છૂટાં પાડવામાં આવતાં હતાં