Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 11
________________ ત્યારે માતા ગાય-ભેંસ ખૂબ જ આક્રંદ કરતી હતી. એ દ્રશ્ય હું ક્યારેય ભૂલી શકું તેમ નથી અને અત્યારે પણ ગાય-ભેંસનું એ આક્રંદ મારા કાનમાં અથડાઈ રહ્યું છે. સારાયે વિશ્વમાં કોમળ માંસ (Veal) પેદા કરવાનો ઉદ્યોગ એ અત્યંત ક્રૂર છે. તે સ્વાદિષ્ટ માંસાહાર ભોજનમાં વપરાય છે. બાળ વાછરડાને તેઓ અંધારા ઓરડામાં પૂરી રાખે છે જેમાં તે બિલકુલ હલનચલન કરી શકતું નથી. વળી તેઓના માંસને કોમળ અને સ્વાદિષ્ટ બનાવવા માટે લોહ તત્ત્વરહિત ખોરાક આપવામાં આવે છે. આ રીતે તેઓનું માંસ અત્યંત કોમળ અને વિશિષ્ટ બંધારણવાળું બને છે અને લગભગ છ સાત મહિના પછી એ વાછરડાની માંસ માટે કતલ કરવામાં આવે છે. આ માંસ ઉદ્યોગમાં આચરવામાં આવતી નિર્દયતા સંબંધી ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે. બચ્ચાંને જન્મ આપ્યા બાદ ફક્ત બે જ મહિનામાં ગાય-ભેંસને ફરીથી સગર્ભા બનાવવામાં આવે છે. ડેરી ફાર્મમાં કરવામાં આવતી કૃત્રિમ ગર્ભાધાનની આ પ્રક્રિયાનું નિરીક્ષણ કરવાની પણ મારામાં શક્તિ નહોતી. આખાય વર્ષ દરમ્યાન ફક્ત ચાર કે પાંચ જ વખત ગાય-ભેંસને ફાર્મની બહાર ફરવા માટે જવા દેવામાં આવે છે. એ સિવાય ગાય-ભેંસને કાયમને માટે એક જ જગ્યાએ બાંધી રાખવામાં આવે છે. વળી હું ત્યાં હતો ત્યારે દુર્ગંધ પણ અસહ્ય આવતી હતી. તે ડેરી ફાર્મ દિવસમાં એક કે બે વાર સાફ કરવામાં આવતું હતું અને બાકીના સમયમાં ગાય-ભેંસને તેમની જ ગંદકીમાં પડી રહેવા દેવામાં આવતી હતી. ગાય-ભેંસનું અપેક્ષિત આયુષ્ય 15 વર્ષ હોય છે. આમ છતાં ચાર પાંચ વર્ષમાં જ ગાય-ભેંસની દૂધ આપવાની ક્ષમતા ઓછી થઈ જાય છે એટલે તુરત તે ગાય-ભેંસને કતલખાનામાં મોકલી દેવામાં આવે છે. જ્યાં તેઓને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટની વિવિધ વાનગીઓ માટે, કૂતરાં, બિલાડાં વગેરના ખોરાક માટેના સસ્તા માંસ માટે તેઓની કતલ કરવામાં આવે છે. તેઓના બાકીના ભાગો, હાડકાં, ચામડાં, લોહી, ચરબી

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92