Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 36
________________ આ બધા કચરાનો રૂપાંતર કરનારાં કારખાનાં ન હોય તો આપણઆં શહેરો રોગ અને સડેલાં મૃત દેહોથી ખદબદતાં નર્કાગાર બની જાય અને લોકોમાં વિનાશક વાઈરસ અને બેક્ટેરિયા બેહદ ફેલાઈ જાય. ડૉ. બિલિયમ હ્યુસ્ટન (Dr. Willian Huston) (અમેરિકાની કૉલેજ પાર્ક, એમ.ડી., વર્જિનયા-મેરી લેન્ડની પશુ ઔષધીય વિજ્ઞાન કૉલેજના ડીન) કહે છે : “જો તમે બધા જ મૃત અંગો બાળી નાંખો તો હવામાં ભયંકર પ્રદૂષણ ફેલાઈ જાય અને જો તમે બધા જ મૃત અંગોને જમીનમાં દફનાવો તો જાહેર આરોગ્યનો ભયંકર પ્રશ્ન પેદા થાય, જેમાં બદબૂદુર્ગંધનો તો ઉલ્લેખ પણ ન થાય. બેક્ટેરિયાની ઉત્પત્તિ માટે મૃતદેહના અંગો એક શ્રેષ્ઠ માધ્યમ છે.” આ અબજો ડોલરનો ઉદ્યોગ છે, જેના કારખાના અમેરિકા, યુરોપમાં અને વિશ્વના અન્ય દેશોમાં 24 કલાક ચાલે છે. આ ઉદ્યોગ વર્ષોથી ચાલે છે તેમ છતાં આપણામાંથી બહુ થોડાક લોકોએ આ અંગે સાંભળ્યું હશે. કાચા માલનો પૂરવઠો : મૃત પ્રાણીઓ અને એક કતલખાનાંના કચરાને અન્ય પદાર્થોમાં રૂપાંતર કરી આપનારાં કારખાનાંઓમાં રીસાઈક્લીંગની પ્રક્રિયામાં નીચેના પદાર્થોનો સમાવેશ થાય છે. 1. કતલખાનાંનો કચરો, જેવા કે પશુઓ, ઘેટાં, ડુક્કર, ઘોડા વગેરેના હાડકાં, ખોપરીઓ, પગની ખરીઓ, લોહી, હોજરી, આંતરડાં, કરોડરજ્જુ, પૂંછડી અને પીછાં. 2. શાકાહારીઓએ પાળેલાં તથા પાંજરાપોળમાં મૃત્યુ પામેલાં કૂતરાં, બિલાડાં અને અન્ય પાળેલા પશુઓ. 3. મૃત પ્રાણીઓ જેવા કે ઉંદર, નોળિયા જેવાં પ્રાણીઓ. 4. પૉલ્ટ્રી ફાર્મનો કચરો, પાળેલાં પ્રાણીઓના મૃતકો અને અન્ય મૃત પશુઓ. 5. સુપર માર્કેટ અને રેસ્ટોરન્ટમાંથી બગડી ગયેલું માંસ.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92