Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee
View full book text
________________
પ્રસાદ તરીકે લોકોને આપવામાં આવે છે. ચાંદીના વરખ કેશર જેવાં પ્રવાહી ઔષધોમાં પણ ઉમેરવામાં આવે છે.
બ્યૂટી વિધાઉટ ક્રુઅલ્ટીએ જણાવ્યું છે તે પ્રમાણે કેટલાંક વર્ષો પૂર્વે ઈન્ડિયન એરલાઈન્સે તેના રસોઈયાઓને તેમની વિમાની સેવા દરમ્યાન આપવામાં આવતા ભોજનની મીઠાઈઓ ઉપર ચાંદીના વરખ લગાડવાનું બંધ કરવાની સૂચના આપી હતી. ચાંદીના વરખ તૈયાર કરવામાં આચરવામાં આવતી હિંસાને જાણ્યા પછી ઘણા લોકો ચાંદીના વરખ વગરની મીઠાઈ માંગે છે.
બિઝનેસ ઈન્ડિયા (Business India) માં આવેલ એક વિશિષ્ટ લેખમાં આશ્ચર્યકારક રીતે જણાવવામાં આવ્યું છે કે ભારતમાં દર વર્ષે મીઠાઈઓ અને ચ્યવનપ્રાશ વગેરે ઔષધિઓમાં ચાંદીના વરખ રૂપે 275 ટન અર્થાત્ 275000 કિલોગ્રામ ચાંદી ખવાય છે. અત્યારની બજાર કિંમત પ્રમાણે તેની કિંમત 165 કરોડ રૂપિયા અથવા 40 કરોડ ડોલર થાય છે. ચાંદીના વરખ કઈ રીતે બને છે ? અને કયા કારણે તેને બનાવવાની પ્રક્રિયા અને તેનો ઉપયોગ પાપસ્વરૂપ છે ?
જો કે વરખ પોતે પ્રાણિજ દ્રવ્ય નથી, પરંતુ વરખ બનાવવામાં જે પદાર્થ વપરાય છે તે ગાય-બળદનાં આંતરડાં કાપીને મેળવેલ પ્રાણિજ દ્રવ્ય છે અને ગાય-બળદનાં આંતરડાં કતલખાનામાંથી મેળવવામાં આવે છે.
અમદાવાદ અને તેની આસપાસનાં બીજાં શહેરો તથા ગામડાંઓમાં રસ્તાઓ ઉપર તથા ગલીઓમાં ગંદકી વચ્ચે ગાય-બળદનાં આંતરડાંના ટૂકડાઓની વચ્ચે ચાંદીની નાની નાની ટૂકડીઓ મૂકીને ચાંદીના વરખ બનાવવા માટે કારીગરો સતત ટીપતા રહે છે.
કતલખાનામાં કસાઈઓ, કતલ કરેલ ગાય-બળદનાં આંતરડાં લોહી અને માંસની સાથે જ ખેંચી કાઢે છે અને આવા હેતુ માટે તેઓ તે વેચી દે છે. અહીં એ ઉલ્લેખનીય છે કે આંતરડાં એ કતલખાનાંની આડપેદાશ નથી પરંતુ માંસ, ચામડું અને હાડકાં વગેરે જે રીતે વજન દ્વારા