Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 85
________________ ડેરી પેદાશોના વિકલ્પમાં સોયાબીન દૂધ લઈ શકાય, જેમાં વિટામીન્સ તથા સ્વાદ દૂધ જેવાં જ હોય છે. સોયાબીન દૂધમાંથી જ ઉત્તમ પ્રકારનું દહીં, પનીર, આઈસ્ક્રીમ, માખણ, ચીઝ, દૂધની ચૉકલેટ, શાકાહારી માખણ – ઘી પણ બનાવી શકાય છે અને તે પણ દૂધ કરતાં ઓછા ખર્ચે. ? દૂધ એ બિનજરૂરી ચોરી છે. તમે વિચાર કરી શકશો કે કોઈ વાછરડાવાછડીએ માનવ સ્ત્રીનું દૂધ પીધું હોય ? ના, ક્યારેય નહિ. તો તમે કઈ રીતે તેની માતાનું દૂધ પી શકો ? અગ્નિ એશિયા અને મધ્યર્વમાં મોટે ભાગે કોઈ હલકી વસ્તુને સ્પર્શ સુદ્ધાં કરતું નથી અને તે જ બરાબર છે. બધા જ અભ્યાસોમાં જણાયું છે કે એશિયનો સૌથી વધુ પ્રમાણમાં લેક્ટોઝને પચાવી શકતા નથી. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતાં પ્રચારયુદ્ધો (જાહેરાતો) એ એવી વાત વહેતી મૂકી છે કે દૂધ એ કુદરતનો સંપૂર્ણ ખોરાક છે, પણ આ વાત સાવ અસત્ય છે અને તેમાં ખોટી માન્યતા સિવાય કોઈ જ તથ્ય નથી અને તે ભયંકર છે. એક ગ્લાસ દૂધ, એક કપ આઈસ્ક્રીમ કે માખણ જે તમે ખાઓ છો, તેનાથી તમને તો નુકશાન થાય છે પરંતુ એ સિવાય વધુ અગત્યનું એ છે કે તમે એક ઉમદા પ્રાણી અને તેની જિંદગીના મહત્ત્વનાં વર્ષો પ્રત્યે અસહ્ય ક્રૂરતા દાખવો છો. અહીં એક વાત જણાવવી યોગ્ય માનું છું કે ધાર્મિક મહોત્સવોમાં મંદિરોમાં પણ અજ્ઞાનતાના કારણે દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ કરવામાં આવે છે. મંદિરોમાં પ્રભુજીની પ્રતિમાઓને દૂધથી અભિષેક કરવાનો તથા મંદિરોમાં વિધિવિધાનોમાં દૂધની બનાવેલી મીઠાઈઓ નૈવેદ્યરૂપે ધરાવાનો રિવાજ ઘૂસી ગયો છે, જેણે મંદિરની અને વાતાવરણની પવિત્રતાને અભડાવી દીધી છે / દૂષિત કરી દીધી છે. આ રીતે બધું દૂધ ઢોળાઈને ગટરમાં જાય છે જ્યાં તે કીડીઓ અને બેક્ટેરિયા વગેરે જીવોની ઉત્પત્તિનાં સ્થાનો બને છે. આ પ્રકારની વિધિઓ બંધ થવી જોઈએ અને પ્રભુજીનો ફક્ત અસલની પ્રાચીન પદ્ધતિ પ્રમાણે શુદ્ધ અને ચોખ્ખા પાણીથી અભિષેક કરવાનું ચાલુ કરવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92