Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 91
________________ પ્રાણીઓ ઉપર અખતરા કરવાની અપરાધ સ્વરૂપ પદ્ધતિઓને મંજૂર કરે છે. પ્રાણીઓ ઉપર કરવામાં આવતા પ્રયોગોમાં સર્વ સામાન્ય LD/50 પ્રયોગ છે, જેમાં 50% પ્રાણીઓ (ઉંદર, ઘુસ, સસલાં, કૂતરાં વગેરે જેવાં)નાં મૃત્યુ થાય છે. આ પ્રયોગમાં ઉત્પાદિત પદાર્થનું પ્રાણઘાતક પ્રમાણ કેટલું છે તે નક્કી કરવામાં આવે છે. સૌંદર્ય પ્રસાધનનો પદાર્થ તથા અન્ય પદાર્થો આંખમાં જાય તો કેવી અને કેટલી બળતરા થાય છે તે માટેનો Draiz test સસલાઓના સંયમ દ્વારા અને તે સાથે જે પદાર્થ બનાવ્યો હોય તે સીધે સીધો સસલાની આંખોની કીકી Cornea ઉપર થોડો થોડો વધારે નાખીને પણ અખતરા કરવામાં આવે છે. મનુષ્યે દાઢી કર્યા પછી એ પદાર્થ લગાડતા તેની કેવી અસર થાય છે તે જોવા માટેનો Acute Dermal Toxicity પ્રયોગ પ્રાણીઓની ચામડી ઘસીને છોલીને તેની ઉપર નવો પદાર્થ દબાવી રાખીને અખતરો કરવામાં આવે છે. આ સિવાય બીજા પણ અખતરા પ્રાણીઓ ઉપર કરવામાં આવે છે. સાબુઓ (ન્હાવાના તથા ધોવાના)માં સામાન્ય રીતે પ્રાણિજ ચરબી, સ્ટિયરિક એસિડ તથા ક્ષારો હોય છે. શેમ્પૂઓમાં પણ ચરબી, પ્રાણિજ ગ્લિસરીન, પ્રાણીઓનાં ઓરના પદાર્થો, પ્રાણિજ પ્રોટીન અને માછલીઓના યકૃત (Liver) નું તેલ હોય છે. વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવામાં આવતી ટૂથપેસ્ટમાં પ્રાણીજ ગ્લિસરીન આવે છે. ખૂબ જ કિંમતી ખર્ચાળ સુગંધી પદાર્થોમાં કસ્તૂરી આવે છે, જે ઈથોપિયાના જબાદી બિલાડાઓની જનનેન્દ્રિયમાંથી કાઢેલો પદાર્થ હોય છે. આ બિલાડાઓ પાસેથી તેમની જિંદગી દરમ્યાન સેંકડો વખત આવી દુઃખદાયક રીતે આ પદાર્થ મેળવવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 89 90 91 92